ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરવાનો ગ્રેસ પીરિયડ 14થી વધીને 30 દિવસ થયો

News18 Gujarati
Updated: October 5, 2018, 2:29 PM IST
ફેસબુક એકાઉન્ટ ડિલિટ કરવાનો ગ્રેસ પીરિયડ 14થી વધીને 30 દિવસ થયો
ફાઇલ તસવીર

ફેસબુક આ સમયે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે. આ પહેલા આશરે 223 કરોડ લોગો જોડાયેલા છે. જેમાંથી 100 કરોડ લોગ હંમેશા એક્ટિવ રહે છે.

  • Share this:
ફેસબુક આ સમયે દુનિયાનું સૌથી મોટું નેટવર્ક છે. આ પહેલા આશરે 223 કરોડ લોગો જોડાયેલા છે. જેમાંથી 100 કરોડ લોગ હંમેશા એક્ટિવ રહે છે. ફેસબુકથી પરેશાન થઇને અનેક વખત પોતાનું એકાઉન્ટ ડિલિટ કરી દે છે.

હજી સુધી ડિલિટ એકાઉન્ટને રિવાઇવ કરવા માટે 14 દિવસનો ગ્રેસ પીરિયડ મળતો હતો. અનેક વખત લોકો 14 દિવસ પછી પણ જ્યારે પોતાનું ફેસબુક એકાઉન્ટ રિવાઇવ કરવાની કોશિશ કરે છે ત્યારે તે થતું નથી.

હવે ફેસબુકે પોતાનો ગ્રેસ પીરિયડ વધાર્યો છે. પહેલા જે ગ્રેસ પીરિયડ 14 દિવસ હતો. હવે તે વધારેને 30 દિવસ કરવામાં આવ્યો છે. એટલે કે 30 દિવસની અંદર તમે તમારું એકાઉન્ટ રિવાઇવ કરી શકો છો. આમ કરવાથી તમને કોઇ મુશ્કેલીઓ નહીં થાય.

ધ વર્ઝની રિપોર્ટ અનુસાર ફેસબુકના એક પ્રવક્તાએ જણાવ્યું કે, અમે ડિલિટ કરવાનો ગ્રેસ પીરિયડને 14 દિવસથઈ વધારીને 30 દિવસ સુધી કર્યો છે. આવું એટલા માટે કર્યું હતું કે મોટા ભાગે આપણે લોકોના એકાઉન્ટ 14 દિવસ પછી ફરીથી ચાલુ કરવાનો પ્રયત્ન કરીએ છીએ.

આ નિર્ણય પછી હવે યુઝર્સની પાસે પોતાનું એકાઉન્ટ ફરીથી ચાલુ કરવા માટે 30 દિવસનો સમય મળશે.
First published: October 5, 2018, 2:29 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading