ન્યૂઝ 18 ગુજરાતી: શોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુ પર આખી દુનિયા એક્ટિવ છે. વર્તમાન સમયમાં વિશ્વમાં ફેસબુકથી મોટું શોશિયલ નેટવર્ક નથી. ફેસબુક એકાઉન્ટ હોલ્ડર્સના મોટાભાગના યૂઝર્સ મહિનામાં ઓછામાં ઓછું એક વાર લોગ ઈન થાય છે અને ફેસબુકના કોઈને કોઈ ફિચરનો ઉપયોગ કરે છે. આ પ્રકારના યૂઝર્સને ફેસબુક એક્ટિવ યૂઝર ગણે છે. ફેસબૂક આ યૂઝરને મંથલી એક્ટિવ યૂઝર તરીકે ગણાવે છે. જોકે, આ યૂઝર્સમાંથી છટણી કરતા જાણવા મળ્યું છે કે આશરે 25 કરોડ યૂઝરની ફેસબુક પ્રોફાઇલ ફેક પ્રોફાઇલ છે.
કંપનીએ વર્ષ 2018ના વાર્ષિક અહેવાલમાં જણાવ્યું છે કે વિતેલા વર્ષમાં ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન ખુલેલા ખાતાઓ પૈકીના ચોથા ભાગના ખાતા નકલી છે. જ્યારે વર્ષ 2015માં આ સંખ્યા પાંચ ગણી હતી.
ડિસેમ્બર 2015માં મંથલી એક્ટિ યૂઝરની સંખ્યા 1.59 અબજ હતી, જે ડિસેમ્બર 2018 સુધીમાં 2.32 અબજને આંબી ગઈ છે. કંપનીના અહેવાલ મુજબ આ પ્રકારના ખાતાઓના ઇન્ટરનલ રિવ્યુ કરવામાં આવે છે કંપનીના મતે ફેક એકાઉન્ટ એટલે એવા એકાઉન્ટ જેને યૂઝર પોતાના મુખ્ય ખાતા સિવાય બનાવીને અને વ્યવસાય, સંગઠન અથવા સમૂહના માધ્યમથી બનાવે છે.
કંપનીના મતે વિશ્વમાં ફેસબુકના એક્ટિવ યૂઝરમાં 9 ટકાનો વધારો નોંધાયો છે. વર્ષ 2018માં ફેસબુકના યૂઝર 1.40 અબજથી વધીને 1.52 અબજ થયા છે. ફેસબુકના ડેઇલી યૂઝર્સની નવી સંખ્યા ભારત, ઇન્ડોનેશિયા અને ફિલિપાઇન્સમાં વધી રહી છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર