Facebookની મોટી કાર્યવાહી, આ પ્રકારની પોસ્ટ કરતાં પહેલાં ચેતજો, 3 કરોડથી વધુ કેન્ટન્ટ થયા ડિલિટ

નફરત અને દ્વેષ ફેલાવતા 3 કરોડથી વધુ કન્ટેન્ટ દૂર કરતું Facebook પ્રતિકાત્મક તસવીર

Facebook Hate Content Removal : ફેસબુક ઉપયોગ કરતી વખતે કંપનીએ નક્કી કરેલા કૉમ્યુનિટી સ્ટાન્ડર્ડને અનુસરવા ફરજીયાત છે જે લોકો તેની વિરુદ્ધ કન્ટેન્ટ પોસ્ટ કરે છે તેની સામે કંપનીએ કરી લાલ આંખ

  • Share this:
    સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook)એ નફરત અને દ્વેષ વાળા કન્ટેન્ટ (Hate Content) પર કાર્યવાહી કરી છે. ફેસબુકે જૂન 2021 ક્વાર્ટર દરમિયાન કાર્યવાહી કરી હતી અને નફરત અને દ્વેષ વાળું 3.15 કરોડ જેટલું કન્ટેન્ટ પ્લેટફોર્મ પરથી હટાવ્યું હતું. આ પહેલા માર્ચ 2021 ક્વાર્ટર દરમિયાન 2.52 કરોડ જેટલું આ પ્રકારનું હટાવ્યું હતું. વૈશ્વિક સ્તરે સોશિયલ મીડિયા (Social Media Platform) પ્લેટફોર્મ પર આ પ્રકારના કન્ટેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે. કંપનીએ પોતાના એક રિપોર્ટમાં જણાવ્યું હતું, કે દર 10,000 કન્ટેન્ટમાં નફરત અને દ્વેષ ફેલાવનાર કન્ટેન્ટની સંખ્યા ઘટીને હવે માત્ર 5 રહી ગઈ છે.

    આપત્તિજનક કન્ટેન્ટ દૂર કરવામાં 15 ગણો વધારો થયો

    ફેસબુકના વાઈસ પ્રેસિડેન્ટ (ઈન્ટેગ્રેટી) ગાય રોસેને જણાવ્યું કે, જૂન 2021 ક્વાર્ટમાં 3.15 કરોડ કન્ટેન્ટ દૂર કરીને કાર્યવાહી કરી હતી. ઈન્સ્ટાગ્રામ (Instagram) પરથી 98 લાખ કન્ટેન્ટ દૂર કરવામાં આવ્યા હતા. માર્ચ 2021 ક્વાર્ટરમાં આ પ્રકારના કન્ટેન્ટની સંખ્યા 63 લાખ રહી હતી. સતત ત્રીજા ક્વાર્ટરમાં ફેસબુક પર નફરત ફેલાવતા કન્ટેન્ટમાં ઘટાડો જોવા મળ્યો છે.

    તેમણે વધુમાં જણાવ્યું કે, આ પ્રકારના કન્ટેન્ટનું રિપોર્ટ કરવાનું શરૂ થયું છે, ત્યારથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર દ્વેષ, નફરત ફેલાવનાર કન્ટેન્ટ દૂર કરવામાં 15 ગણો વધારો થયો છે. વધુ માહિતી આપતા કહ્યું છે, કે બીજા ક્વાર્ટરમાં અભદ્ર ભાષા 0.05 ટકા જોવા મળી હતી. આ વર્ષના પહેલા ક્વાર્ટરમાં તે કન્ટેન્ટ 0.06 ટકા જોવા મળ્યું હતું એટલે કે, પ્રતિ 10,000 કન્ટેન્ટમાં તેની સંખ્યા 6 હતી.

    આર્ટીફિશિયલ ઈન્ટેલિજેન્સ પાસેથી મદદ મળી

    રોસેને જણાવ્યું કે, આ તમામ આંકડા 2021ના બીજા ક્વાર્ટર માટે ફેસબુકની સામુદાયિક માનક પ્રવર્તન રિપોર્ટનો ભાગ છે. તેમણે જણાવ્યું છે કે, કંપનીએ આ પ્રકારના કન્ટેન્ટ ઓળખીને તેમાં સુધારો કરવાનું શરૂ કરતાં આપત્તિજનક કન્ટેન્ટમાં ઘટાડો થયો છે. તેમણે જણાવ્યું છે કે, આર્ટિફિશિયલ ઈન્ટેલિજેન્સથી ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પરથી નફરતપૂર્ણ ભાષાનો ઉપયોગ થયો હોય તેવા કન્ટેન્ટની ઓળખ થઈ શકી છે. આ ટેકનિક અનેક ભાષાઓમાં પોતાની નીતિઓ લાગુ કરવામાં મદદ કરે છે.
    First published: