ક્યારે પણ ના રાખશો આવો Facebook Password, એકાઉન્ટ થઈ શકે છે હેક

News18 Gujarati
Updated: March 15, 2019, 3:42 PM IST
ક્યારે પણ ના રાખશો આવો Facebook Password, એકાઉન્ટ થઈ શકે છે હેક
આ લિસ્ટમાં તે પાસવર્ડ સામેલ છે, જે ખુબ સરળ છે. ડેટા ચોરી કરનારા હેકર્સ સાધારણ પ્રયાસથી પણ તમારી ખાસ જાણકારી ચોરી શકે છે

આ લિસ્ટમાં તે પાસવર્ડ સામેલ છે, જે ખુબ સરળ છે. ડેટા ચોરી કરનારા હેકર્સ સાધારણ પ્રયાસથી પણ તમારી ખાસ જાણકારી ચોરી શકે છે

  • Share this:
સોશિયલ મીડિયા પર એકાઉન્ટ બનાવતા સમયે ક્યારે પણ આપણે સિક્યોરિટી સેટિંગ કે ગાઈડલાન્સ નથી વાંચતા. ફેસબુક હોય કે કોઈ અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ, સિક્યોરિટી સેટિંગ્સને ઈગ્નોર કરવા પર આપણા એકાઉન્ટનું હેક થવાનો ખતરો વધી જાય છે. ફેસબુક એકાઉન્ટની સેફ્ટીની વાત કરીએ તો, સિક્યોર Password હોવો મહત્વની વાત છે. આપણે પાસવર્ડ સેટ કરતા સમયે ક્યારે પણ નથી વિચારતા કે, તેને સરળ નહી તોડો કઠીન રાખવો જોઈએ. આપણે પાસવર્ડ હંમેશા સરળ રાખવાનું ઈચ્છીએ છીએ, જેથી તેને આપણે યાદ રાખી શકીએ, પરંતુ એ નથી વિચારતા કે, હેકર્સનું કામ પણ સરળ થઈ જાય છે. તો અમે તમને જણાવી એ, એવા પાસવર્ડ વિશે જેનો ઉપયોગ ક્યારે પણ ન કરવો જોઈએ.

123456, password, 23456789, 12345678, 12345, 111111, 1234567, sunshine, qwerty, iloveyou, princess, admin, welcome, 666666, abc123 football , 123123 , monkey , 654321, !@#$%^&*, charlie , 123456 , donald , password1 , qwerty123. આ સિવાય કેટલાક યૂઝર્સ પોતાના સોશિયલ મીડિયાના પાસવર્ડમાં પોતાની પત્ની-પતિ, બાળક, ગર્લફ્રેન્ડ, બોયફ્રેન્ડનું નામ પણ રાખી લેતા હોય છે, જેનો અંદાજો હેકર્સ સરળતાથી લગાવી લે છે. એટલું જ નહી પાસવર્ડમાં પોતાની જન્મ તારીખ પણ રાખવાનું એક્સપર્ટ ના પાડે છે.

તમને જણાવી દઈએ કે, સિક્યોરિટી એપ્લીકેશન અને સેવાઓ આપનારી ફર્મ સ્પ્લેશ ડેટા અનુસાર, આ 2018ના સૌથી ખરાબ પાસવર્ડનું લીસ્ટ છે, જે સરળતાથી હેક કરી શકાય છે. આ દ્વારા કોઈ પણ હેકર્સ તમારી તમામ જાણકારીઓ ચોરી શકે છે.

આ લિસ્ટમાં તે પાસવર્ડ સામેલ છે, જે ખુબ સરળ છે. ડેટા ચોરી કરનારા હેકર્સ સાધારણ પ્રયાસથી પણ તમારી ખાસ જાણકારી ચોરી શકે છે. વિશેષજ્ઞ મજબૂત પાસવર્ડ માટે એટલા માટે સલાહ આપે છે કે તેમાં સ્પેશ્યલ લેટર્સ સામેલ હોવા જોઈએ. વીતેલા પાંચ વર્ષથી સળંગ ખરાબ પાસવર્ડના લીસ્ટમાં '123456' પહેલા અને 'password' બીજા નંબર પર છે.
First published: March 15, 2019, 3:42 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading