Home /News /tech /

Facebook મેસેન્જરમાં એક સાથે ચલાવો 5 એકાઉન્ટ, આ છે રીત

Facebook મેસેન્જરમાં એક સાથે ચલાવો 5 એકાઉન્ટ, આ છે રીત

તમે એક ફેસબુક મેસેન્જર એપમાં પાંચ જુદા-જુદા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકશો

તમે એક ફેસબુક મેસેન્જર એપમાં પાંચ જુદા-જુદા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકશો

    ન્યૂઝ18 ગુજરાતી: ઘણા લોકો એવા છે જે એકથી વધુ Facebook એકાઉન્ટ રાખે છે. આ લોકોને હંમેશા એ વાતની મુશ્કેલી પડે છે કે એક સાથે તમામ એકાઉન્ટ્સના મેસેન્જરનો કેવી રીતે ઉપયોગ કરી શકાય? આથી અમે 'ફેસબુક ફંડે'માં તમને આ અંગે માહિતી આપી રહ્યાં છે, જેનાથી તમે એક ફેસબુક મેસેન્જર એપમાં પાંચ જુદા-જુદા એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકશો.

    પાંચ એકાઉન્ટ એડ કરી શકો છો.

    ફેસબુક મેસેન્જરમાં તમે એક સાથે પાંચ એકાઉન્ટ્સનો ઉપયોગ કરી શકો છો. આમાં તમારે તમામ એકાઉન્ટ્સને એડ કરવા પડશે. જોકે, જ્યારે તમે નવું એકાઉન્ટ એડ કરશો તો જ્યાં સુધી તમે તેને પરમિશન નહીં આપો તો તે તમારા પાસવર્ડ્સ સેવ નહીં કરે. તમે તમારી ઇચ્છા પ્રમાણે કોઇપણ એકાઉન્ટને રિમૂવ કરી શકો છો.

    આવી રીતે એડ કરો એકાઉન્ટ

    iPhone, iPad અથવા એન્ડ્રોઇડમાં એકાઉન્ટ એડ કરવા માટે સૌથી પહેલાં ફેસબુક મેસેન્જર ઓપન કરો અને તમારા પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરો. તે બાદ સ્ક્રોલ ડાઉન કરો અને Switch Accountમાં જાવ. અહીં તમને '+ Add Account'નો વિકલ્પ મળશે તેની પર ટેપ કરો. તમારા એકાઉન્ટની માહિતી આપી OK પર ટેપ કરો. જે બાદ તમારું એકાઉન્ટ એડ થઇ જશે.


    આ પણ વાંચો: VIDEO: 10 એપ્રિલે લોન્ચ થઇ શકે Samsung Galaxy A90

    આવી રીતે સ્વિચ કરો એકાઉન્ટ

    એડ કર્યા બાદ જો તમે અલગ-અલગ એકાઉન્ટ્સમાં સ્વિચ કરવા માગો છો તો આના માટે સૌથી પહેલાં એપ ઓપન કરો. તે બાદ પ્રોફાઇલ પિક્ચર પર ટેપ કરી Switch Accountમાં જાવ. અહીં જે એકાઉન્ટનો ઉપયોગ કરવા માગો છો તેને ટેપ કરો.
    Published by:Azhar Patangwala
    First published:

    Tags: Facebook, Facebook fundey, Feature, Messenger, One app, Switch account, Use 5 account

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन