તમારું Facebook કોઇએ Login કર્યુ છે કે નહીં તે આવી રીતે પડશે ખબર

પ્રતિકાત્મક તસવીર

ફેસબુક સેટિંગ્સમાં વધારાની સુરક્ષા માટે એક સુવિધા છે, જે તમે સરળતાથી સક્રિય કરી શકો છો.

 • Share this:
  ફેસબુક એ એવું સોશિયલ મીડિયા છે, જેના પર સૌથી વધુ લોકોએ પ્રોફાઇલ બનાવી છે. કોલેજીયન હોય કે સ્કૂલ વિદ્યાર્થીઓ, દરેક લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. આમાથી અનેક લોકો એવા છે કે તેઓ ફેસબુકની પ્રાઇવસી વિશે વિચારી રહ્યા છે, ફેસબુક એકાઉન્ટના સેટિંગ્સ વિશે જાણો જેનાથી તમે પ્રાઇવસી જાણી શકશો.

  ફેસબુકના સેટિંગ્સમાં વધારાની સુરક્ષા માટે એક સુવિધા છે. આ માટે સૌ પ્રથમ તમારું ફેસબુક ખોલો. જમણી બાજુ પર ત્રણ ડોટ હશે, જેના પર તમારે ટેપ કરવું પડશે. તેના પર ટેપ કર્યા પછી તમને સેટિંગ્સનો વિકલ્પ મળશે. હવે એક પેઇઝ તમારી સામે ખુલશે. ત્યાં અનેક વિકલ્પો હશે, જેમા તમારે Security & Login પર જવું પડશે. આમાં, જ્યારે તમે થોડુ નીચે સ્ક્રોલ કરો છો, ત્યારે 'Setting Up Extra Security' નો વિકલ્પ મળી આવશે, તેના પર ટેપ કરો.  હવે તમને ‘Get Alerts about unrecognized logins’નો વિકલ્પ દેખાશે. જેની સામે એ઼઼ડિટનો ઓપ્શન જોવા મળશે. જેના પર ટેપ કરવા પર ‘Notification’, ‘Messenger’ અને ‘Email’ દેખાશે. આ ત્રણ સામે બે બોક્સ આપવામાં આવ્યા છે. ‘Get Notifiation’ અને ‘Don’t Get Notifiation’. તેમા તમારે ‘Get Notifiation’ પર ટિક કરીને ઇનેબલ કરવું પડશે. ત્યારબાદ Save Changes પર ટેપ કરવું પડશે. હવે જો કોઇ તમારુ ફેસબૂક લોગિન કરે છે તો એલર્ટ આવી જશે.
  Published by:Bhoomi Koyani
  First published: