ફેસબુકે VIP માણસોને તેના નિયમોમાંથી આપી કેટલીક છૂટછાટ: રિપોર્ટ

ફેસબુક (પ્રતીકાત્મક તસવીર)

Facebook Rules: એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ‘ક્રોસ ચેક’ (Cross Check) નામના કાર્યક્રમ હેઠળ પ્રખ્યાત માણસોને આ નિયમો હેઠળ છૂટછાટ આપવામાં આવી રહી છે. સામાન્ય માણસો પર આ નિયમો ખૂબ જ કડકાઈપૂર્વક લાગુ કરવામાં આવે છે.

  • Share this:
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પ્રખ્યાત લોકો, રાજનેતાઓ તથા VIP માણસોને નિયમોમાં છૂટછાટ આપે છે. એક રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે, ‘ક્રોસ ચેક’ નામના કાર્યક્રમ હેઠળ પ્રખ્યાત માણસોને આ નિયમો હેઠળ છૂટછાટ આપવામાં આવી રહી છે. સામાન્ય માણસો પર આ નિયમો ખૂબ જ કડકાઈપૂર્વક લાગુ કરવામાં આવે છે. ફેસબુક પ્રવક્તા એંડી સ્ટોને ‘ક્રોસ ચેક’ અંગે જણાવ્યું કે, ફેસબુકને આ અંગે ખબર છે, કે આ નિયમો લાગુ કરવાની પ્રક્રિયા યોગ્ય નથી. તેમણે ટ્વિટર પર જણાવ્યું છે, કે ‘ન્યાયની બે વ્યવસ્થા નથી. ન્યાયની બે વ્યવસ્થા ભૂલોની સામે એક સુરક્ષાકવચ બનાવે છે.’

વોલ સ્ટ્રીટ જર્નલે કેટલાક પ્રચલિત લોકોએ શેર કરેલ પોસ્ટ શેર કરી છે. આ પોસ્ટમાં ફૂટબોલ ખેલાડી નેયમારની એક પોસ્ટ પણ સામેલ છે. આ પોસ્ટમાં નેયમારે એક મહિલાના ન્યૂડ ફોટોઝ શેર કર્યા હતા. આ મહિલાએ નેયમાર પર બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ ફેસબુકે આ પોસ્ટ ડિલીટ કરી દીધી હતી.

ફેસબુક પર શું પોસ્ટ કરવું જોઈએ, તે અંગે એક સ્વતંત્ર બોર્ડ સ્થાપિત કરવામાં આવ્યું છે. ફેસબુકે બોર્ડને જણાવ્યું છે કે, કન્ટેન્ટ મોડરેશન અંગે બેવડી નીતિ અપનાવવામાં નહીં આવે. વોલ સ્ટ્રીટ જર્નલે રિપોર્ટમાં કરેલા દાવાઓ સાચા સાબિત થશે તો ફેસબુકનો દાવો ખોટો સાબિત થશે.

આ પણ વાંચો: WhatsApp પર વહેલી તકે આવી શકે છે Voice ટ્રાન્સ્ક્રિપ્શન ફીચર, જાણો કેવી રીત કરશે કામ

બોર્ડના પ્રવક્તા જ્હોન ટેલરે જણાવ્યું છે, કે ફેસબુકની કન્ટેન્ટ મોડરેશનની પ્રક્રિયામાં પારદર્શિતાના અભાવને કારણે બોર્ડ તરફથી અનેક વાર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.

વોલ સ્ટ્રીટ જર્નલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કેટલાક યૂઝર્સને ‘વ્હાઈટ લિસ્ટ’માં રાખવામાં આવ્યા છે. તેમને નિયમોમાંથી છૂટછાટ આપવામાં આવી છે. કેટલાક કેસમાં કન્ટેન્ટનું વિશ્લેષણ કરવામાં આવતું નથી. ‘વ્હાઈટ લિસ્ટ’માં રાખવામાં આવેલ એકાઉન્ટ વિશે ખૂબ જ સંવેદનશીલ માહિતી શેર કરવામાં આવી હતી.

વર્ષ 2020માં ‘ક્રોસ ચેક’ કાર્યક્રમમાં 58 લાખ યૂઝર્સ હતા. ફેસબુકે એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, આ કાર્યક્રમ હેઠળ કોઈનો બચાવ કરવામાં આવતો નથી. જે પણ નિર્ણય કરવામાં આવ્યો છે, તે યોગ્ય છે.


(ગુજરાતના લેટેસ્ટ ન્યૂઝ વાંચવા માટે અહીં ક્લિક કરો. અમારા ફેસબુક પેજની મુલાકાત લો. લેટેસ્ટ વીડિયો અને બ્રેકિંગ  ન્યૂઝ માટે  અમારા ટ્વિટર હેન્ડલની મુલાકાત લો. યુટ્યુબ પર લાઇવ ટીવી જોવા માટે અહીં ક્લિક કરો.)


Published by:Vinod Zankhaliya
First published: