Home /News /tech /કામ નહીં કરો તો ગયા કામથી! એકઝાટકે 12000 કર્મચારીઓને છુટા કરી દેશે સોશ્યલ મીડિયા કંપની

કામ નહીં કરો તો ગયા કામથી! એકઝાટકે 12000 કર્મચારીઓને છુટા કરી દેશે સોશ્યલ મીડિયા કંપની

12000 કર્મચારીઓને છુટા કરી દેશે કંપની?

Facebook To Fire Employees: દિગ્ગ્જ સોશ્યલ મીડિયા કંપની ફેસબુકમાંથી એકસાથે 12000 કર્મચારીઓને છુટા કરી દેવામાં આવે તેવી શક્યતા છે.

    કેલિફોર્નિયા: મેટા દ્વારા કથિત રીતે ફેસબુકમાં કર્મચારીઓની છટણી કરવામાં આવી રહી છે. આ છટણીમાં 12,000 કર્મચારીઓ નોકરી ગુમાવી શકે છે. ઇનસાઇડરના અહેવાલ મુજબ, સિનિયર એક્ઝિક્યુટિવ્સ કથિત રીતે અંડરપર્ફોર્મિંગ કર્મચારીઓની છટણી કરી રહ્યા છે.

    15 ટકા સુધીના કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે

    મેટા દ્વારા આગામી સપ્તાહોમાં 15 ટકા સુધીના કર્મચારીઓને છૂટા કરવામાં આવી શકે છે. આનો અર્થ એ થયો કે 12,000 કામદારો ટૂંક સમયમાં જ તેમની નોકરી ગુમાવી શકે છે. મેટાના સ્થાપક અને સીઈઓ માર્ક ઝુકરબર્ગે આ વર્ષે મે મહિનામાં કંપનીના કેટલાક સેગમેન્ટમાં નવા કર્મચારીઓની ભરતી બંધ કરવાની જાહેરાત કરી હતી. આ પછી જુલાઈમાં તેમણે કહ્યું હતું કે કંપની આગામી વર્ષ માટે કર્મચારીઓની સંખ્યા યથાવત રાખવાનું વિચારી રહી છે, પરંતુ ડિજિટલ એડવર્ટાઇઝિંગ બિઝનેસ પર ખરાબ અસરને કારણે કંપનીએ કેટલાક વધુ કડક પગલાં ભરવા પડી શકે છે.

    પ્રથમ દૃષ્ટિએ એવું લાગે કે કર્મચારીઓ માટે કઈક સારું થઈ રહ્યું છે, પણ વાસ્તવમાં તેઓને દબાણપૂર્વક બહાર કાઢવામાં આવી રહ્યા હોવાનું ચર્ચાઇ રહ્યું છે. અગાઉ ફેસબુકે હાયરિંગ ફ્રીઝની જાહેરાત કરી ત્યારથી ફેસબુકના કર્મચારીઓ છટણી માટે તૈયાર છે.

    આ પણ વાંચો: US મા શીખ પરીવારની હત્યાનો આરોપી ઝડપાયો, પૂર્વ કર્મચારીએ જ રચ્યું હતું ષડયંત્ર, કારણ જાણીને લાગશે આંચકો

    છટણી કરવામાં આવે તેવા સંકેત આપ્યા

    મેટાના સ્થાપક અને સીઇઓ માર્ક ઝુકરબર્ગે સ્પષ્ટતા કરી છે કે, ફેસબૂક સમગ્ર બોર્ડમાં હાયરિંગને સ્થગિત કરી રહ્યું છે. આ સાથે ઝુકરબર્ગે વધુ છટણી કરવામાં આવે તેવા સંકેત પણ આપ્યા હતા. અહેવાલો અનુસાર ઝુકરબર્ગે આ કૉમેન્ટ કર્મચારીઓને ઇન્ટરનલ કોલ દરમિયાન કરી હતી.

    ઘણી ટીમો નાની થઈ જશે: ઝુકરબર્ગ

    છેલ્લા મેટા અર્નિંગ્સ કોલ દરમિયાન ઝુકરબર્ગે જણાવ્યું હતું કે, અમે આગામી વર્ષમાં કર્મચારીઓની સંખ્યાના ગ્રોથને સતત ઘટાડવાની યોજના બનાવી રહ્યા છીએ. આપણે તાકાતને અન્ય ક્ષેત્રોમાં ટ્રાન્સફર કરી શકીએ તે માટે ઘણી ટીમો નાની થઈ જશે.

    ખર્ચમાં ઘટાડો કરવા માટે લેવાશે પગલાં

    અહીં ઉલ્લખનિય છે કે, મે મહિનામાં ઝુકરબર્ગે મેટાના ચોક્કસ સેગમેન્ટ્સ સાથે સંકળાયેલી હાયરિંગ ફ્રીઝ કરવાની જાહેરાત કરી હતી. ફેસબુકની પેરેન્ટ કંપની મેટા હાલમાં આર્થિક મંદી વચ્ચે ખર્ચમાં ઘટાડો કરવા માટે કર્મચારીઓમાં ઘટાડો કરી રહી છે અને કેટલાકને કંપનીની અંદર નવી ભૂમિકા શોધવા અથવા નોકરી છોડી દેવા માટે 60 દિવસનો સમય અપાયો છે.



    ફેસબૂક આર્થિક મંદીમાં પ્રવેશ્યું છે અને આ બાબત ડિજિટલ જાહેરાત વ્યવસાયને વ્યાપકપણે અસર કરશે તે વાતનો ઝુકરબર્ગે સ્વીકાર કર્યો છે. ઝુકરબર્ગે જુલાઈમાં જણાવ્યું હતું કે, મોટી ટેક કંપનીઓ કર્મચારીઓને છૂટા કરે છે અને નવી ભરતી સ્થગિત કરે છે. ત્યારે કંપનીની વ્યૂહરચના આગામી વર્ષમાં ધીમે ધીમે કર્મચારીઓની સંખ્યા ઘટાડવાની છે.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Employees, Facebook, Social media

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन