FB પોસ્ટ પર Like,Comment અને Share માંગનારા સાવધાન, કારણ કે..!

ફેસબુક ટૂંક સમયમાં જ એવી પોસ્ટને ડિમોટ કરવાની તૈયારીમાં છે જેમાં યૂઝર્સ પાસે લાઇક, કમેન્ટ કે શેર માટે કહેવામાં આવે છે. ફેસુબકનું કહેવું છે કે, તેની શરૂઆત આ અઠવાડિયાથી જ કરવામાં આવી શકે છે.

ફેસબુક ટૂંક સમયમાં જ એવી પોસ્ટને ડિમોટ કરવાની તૈયારીમાં છે જેમાં યૂઝર્સ પાસે લાઇક, કમેન્ટ કે શેર માટે કહેવામાં આવે છે. ફેસુબકનું કહેવું છે કે, તેની શરૂઆત આ અઠવાડિયાથી જ કરવામાં આવી શકે છે.

  • Share this:
મુંબઇ: ફેસબુક ટૂંક સમયમાં જ એવી પોસ્ટને ડિમોટ કરવાની તૈયારીમાં છે જેમાં યૂઝર્સ પાસે લાઇક, કમેન્ટ કે શેર માટે કહેવામાં આવે છે. ફેસુબકનું કહેવું છે કે, તેની શરૂઆત આ અઠવાડિયાથી જ કરવામાં આવી શકે છે.

ફેસબુક પર આપણે ઘણી એવી પોસ્ટ જોઇ છે જેમાં યુઝર્સને લાઇક, શેર જેવી એક્ટિવિટી કરવાનું કહેવામાં આવે છે. જેમ કે, 'આપ કર્ક રાશિનાં છો તો આને લાઇક કરો'. ફેસબુકની ભાષામાં આવી પોસ્ટને 'engagement bait' કહેવામાં આવે છે. આ પ્રકારે કોઇપણ પોસ્ટની એંગેજમેન્ટ વધારી શકાય છે. આવી પોસ્ટને 'ન્યૂઝ ફિડ' એલ્ગરિધમનો ફાયદો મળે છે.

હવે ફેસબુક આ પ્રકારની પોસ્ટને રોકવાનો પ્રયાસ કરી રહ્યું છે જેની જાણકારી આપતાં ફેસબુકનાં એક બ્લોગ પોસ્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ પ્રકારની માંગણી કરનારી પો્સટ પર ખુબ કમેન્ટ અને લાઇક્સ આવે છે. જેનાંથી અમારી એલ્ગરિધમને ફાયદો થાય છે અને ન્યૂઝ ફિડમાં તે ઉપર આવે છે.

ફેસબુકમાં ઓફરેશન્સ ઇન્ટિગ્રિટી નિષ્ણાંત હેનરી સિલ્વરમેનનું કહેવું છે કે, આવી આર્ટિફિશિયલ રીતે એંગેજમેન્ટ બેટિંગથી રીચ વધારનારી પોસ્ટને ડિમોશન અમે ટૂંક સમયમાં જ શરૂ કરી દઇશું.

એંગેજમેન્ટ બેટને ઓછી કરવા માટે ફેસબુકે ફેક ન્યૂઝ અને જુઠ્ઠી સૂચનાઓ પર લગામ લગાવવાની શરૂઆત કરી છે. તેનાંથી ન્યૂઝ ફીડમાં જોવા મળતા આ પ્રકારની પોસ્ટને આપો આપ ડિમોટ થઇ જશે. તેનાંથી ફેસબુક પર સ્પેમ, છેતરતા અને ક્લિકબેટ કોન્ટેન્ટને રોકવામાં પણ મદદ મળશે.

આ પહેલાં ઓગષ્ટમાં ન્યૂઝ આવી હતી કે ફેસબુકે ફેક ન્યૂઝ અને ખોટી સુચનાઓ પર લગામ લગાવવાની શરૂઆત કરી દીધી છે. ફેસબુકે આવા પેજીસની કમાણી રોકવા માટે એડવર્ટાઇઝમેન્ટ આપવાનું પણ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. જે સતત ફેક ન્યૂઝ શેર કરે છે.

વેબસાઇટ 'ટેકક્રંચ'ની રિપોર્ટ પ્રમાણે, સોશિયલ મીડિયા પ્લેટફર્મ પર જેમ કોઇ ન્યૂઝની વિવાદાસ્પદ ન્યૂઝ તરીકે ઓળખ થશે તેમ તુરંત જ તે લિંકને ફેસબુક દ્વારા આપવામાં આવતી એડવર્ટાઇમેન્ટ મળવાનાં બંધ થઇ જશે.
First published: