લોન્ચ કરાઇ 'Facebook Dating' એપ, જાણો કેવી રીતે કરશે કામ

News18 Gujarati
Updated: September 21, 2018, 12:01 PM IST
લોન્ચ કરાઇ 'Facebook Dating' એપ, જાણો કેવી રીતે કરશે કામ
જો, પ્રોફાઇલની વાત કરીએ તો આમાં માત્ર તમારા નામ અને ઉમરનો ઉપયોગ કરવામાં આવશે. તમે તેની પસંદગી કરી શકો છો કે તમારે તમારા વિશે શું શેર કરવું છે જેમ કે ઉચાઇ , ધર્મ, જોબ વગેર.

જો, પ્રોફાઇલની વાત કરીએ તો આમાં માત્ર તમારા નામ અને ઉમરનો ઉપયોગ કરવામાં આવશે. તમે તેની પસંદગી કરી શકો છો કે તમારે તમારા વિશે શું શેર કરવું છે જેમ કે ઉચાઇ , ધર્મ, જોબ વગેર.

  • Share this:
દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપની ફેસબુકે તાજેતરમાં જાહેરાત કરી હતી કે તે ટૂંક સમયમાં જ તેની ડેટિંગ એપ્લિકેશન શરૂ કરશે. ત્યારબાદ એવા લોકો કે આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, પરંતુ હવે તેઓની રાહ પૂરી થઇ ચુકી છે. કારણ કે ફેસબુકે તેના ફેસબુક ડેટિંગને લોન્ચ કરી દીધુ છે. સૌપ્રથમ તેને કોલમ્બિયામાં લોન્ચ કરવામાં આવી છે અને ત્યારબાદ અન્ય દેશોમાં લોન્ચ કરવામાં આવશે.

ફેસબુકએ મે મહિનામાં તેના વાર્ષિક એફ8 સોફ્ટવેર ડેવલપર કોન્ફરન્સમાં ઓનલાઇન ડેટિંગ માર્કેટમાં પ્રવેશ કરવાની જાહેરાત કરી હતી. ઇવેન્ટમાં એવું કહેવામાં આવ્યું હતું કે આ ડેવલોપિંગ પ્લેટફોર્મ ફેસબુકની અંદર હશે, ત્યારે લોકો સમજી રહ્યા હતા કે ફેસબુક પર જેનું એકાઉન્ટ હશે તેનું ડેટિંગ અકાઉન્ટમાં આપમેળે બની જશે. પરંતુ એવું નથી કે જે વ્યક્તિએ ફેસબુક એકાઉન્ટ બનાવ્યું છે તેની વર્તમાન પ્રોફાઇલ ડેટિંગ પ્રોફાઇલમાં બદલાશે નહીં. ફેસબુક ડેટિંગ માટે તમારે એક અલગ પ્રોફાઇલ બનાવવી પડશે જે તમારી વ્યક્તિગત પ્રોફાઇલથી સંપૂર્ણપણે અલગ હશે. તો ચાલો જાણીએ કે આ કેવી રીતે કામ કરશે ...

ટેકક્રન્ચ મુજબ, ફેસબુક ડેટિંગ 18 વર્ષથી વધુ ઉંમરના ફેસબુક યૂઝર્સ માટે છે અને હાલમાં તે મોબાઇલ માટે જ ઉપલબ્ધ છે. જો તમે વિચારી રહ્યો હોય કે આ કેવી રીતે કામ કરશે તો જાણો તેની કેટલીક સુવિધાઓ.

1- તમારી ડેટિંગ પ્રોફાઇલ અલગ હશે: જો તમે આ તથ્યથી તણાવ અનુભવો છો કે ડેટિંગ પ્રોફાઇલ કર્યા પછી, તમારા મિત્રો અને કુટુંબીજનો જે ફેસબુક પર છે તે વિશે જાણશે, એવુ બિલકુલ નથી. કારણ કે ડેટિંગ પ્રોફાઇલ્સ તમારા ફેસબુક ન્યૂઝ ફીડથી સંપૂર્ણપણે અલગ હશે.2- તમારા પ્રાઇવસી સેટિંગ્સનો પણ કરી શકો છો ઉપયોગ : જો તમે તમારી પ્રોફાઇલ વિશે વાત કરીએ તો આમા માત્ર તમારું નામ અને ઉંમરનો ઉપયોગ કરવામાં આવશે. તમે તેની પસંદગી કરી શકો છો કે તમારે તમારા વિશે શું શેર કરવુ છે જેમ કે ઉચાઇ, ધર્મ, જોબ પર્સનાલિટીથી જોડેયેલ સવાલનો પણ જવાબ આપી શકો છો, જેમ કે “What does your perfect day look like?” આ ઉપરાંત તમે iOS માટે 9 અને એન્ડ્રોઇડ માટે 12 ફોટો અથવા ફિર ડેટિંગના સવાલોના જવાબ આપી શકો છે જે તમારા કન્વર્જેશનને સ્ટાર્ટ કરવામાં મદદ કરશે,તમે 100 કિલોમીટરથી દુર સુધી સેટ કરી શકો છો, ઉપરાંત ડિસ્ટન્સ, ઉમર, ઉંચાઇ, જાતિનો પણ ઉપયોગ કરી શકો છો.

3- કોઈ સ્વાઇપિંગ સુવિધા નહીં હોય: તમારી પ્રોફાઇલ બનાવ્યા બાદ, ફેસબુક ડેટિંગ એક અલ્ગોરિધમનો ઉપયોગ કરીને તમારા માટે મેચ શોધવા માટે કામ કરે છે. આનો અર્થ એ કે તમારે અન્ય ડેટિંગ એપ્લિકેશન્સની જેમ કોઇ સ્વાઇપ કરવાની જરૂર નથી. ફેસબુક તમને એક એવી જગ્યા આપશે જેમાં તમારે માત્ર પસંદગી કરવાની રહેશે. તમારે કોઈપણને પસંદ કરવા માટે રાહ જોવી પડશે નહીં અને તમારે તેના માટે મેસજ પણ નહીં કરવો પડે.

તેના બદલે તમારો મેસેજ તેમના“Interested” ટેબ પર જશે, અને જો તેઓ ફરીથી તમને મસેજ કરશે, તો તમારુ કન્વર્સેશન ટેબ જશે. ફેસબુક ડેટિંગમાં, જ્યારે તમે કોઈની ડેટિંગ પ્રોફાઇલ પર જઇને ઇન્ટ્રેસટેડ પર ક્લિક કરો છો, તો તમાર કન્વર્સેશનને શરૂ કરવા માટે કેટલાક સંદેશાઓ લખો છો. ત્યારબાદ, તે તમારા મેસેજ જોશે અને " “Interested” " વિસ્તારમાં જવાબ આપશે. જો તે તમને જવાબ આપશે તો કન્વર્સેશન આગળ વધે છે.
First published: September 21, 2018, 11:59 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading