માર્ક ઝકરબર્ગે ચાલતા ચાલતા ખરીદ્યું હતું વોટ્સએપ !

News18 Gujarati
Updated: April 11, 2018, 1:13 PM IST
માર્ક ઝકરબર્ગે ચાલતા ચાલતા ખરીદ્યું હતું વોટ્સએપ !

  • Share this:
ફેસબુક સીઇઓ માર્કે ઝકરબર્ગને  ડેટા લીકના કિસ્સામાં છેલ્લા કેટલાક દિવસોથી અનેક જગ્યા પર સ્પષ્ટતા કરવી પડી રહી છે.બુધવારે અમેરિકી સેનેટની સામે હાજર રહી માફી માગવાની હતી.એવામાં આ સમગ્ર વિવાદ વચ્ચે ઝકબરબર્ગના વ્યક્તિત્વ, તેમની કંપની, તેમની જીવનશૈલી, તેમની કામ કરવાની રીત વિશે લોકોના મનમાં એક વખત ફરી જિજ્ઞાસા છે.હોઇ પણ કેમ નહીં, ઝુકરબર્ગની કામ કરવાનની રીત થોડી હટકે તો છે જ.

જણાવા મળ્યુ હતું કે તે તેની ટીમ સાથેની મીટિંગ, બંધ રૂમમાં કરતા ન હતા.તેઓને વોકીંગ-મીટિંગ એટલે કે ચાલતા મીટિંગ કરવાની આદત છે એટલે કે ફેસબુક પર હવે માત્ર લાઇકના જ નહીં, ગુસ્સો, હૃદય, આશ્ચર્ય વગેરેના બટન પણ આપશે,આ નિર્ણય પણ ઝકરબર્ગે કદાચ ચાલતા ચાલતા જ લીધો હશે.અથવા તો ફેસબુક લાઇવ કરવાનો નિર્ણય પણ આ જ પ્રકારની વોકીંગ મીટિંગનુ પરિણામ છે.આપને જણાવી દઇએ કે ઝકરબર્ગે સ્ટીવ જોબ્સની પ્રેરણા લઇ આ પ્રકારની મીટિંગ શરૂ કરી હતી.આમ પણ ચાલતા ચાલતા મીટિંગ કરવી આધુનિક બિઝનેશ પ્રમુખોની વચ્ચે ખૂબ પ્રચલિત છે.વ્યવસાય અને રોજગારથી જોડાયેલ સાઇટ લિન્કડેઇનમાં મીટિંગની આ પદ્ધતિ ખૂબ લોકપ્રિય છે.એપલ કંપનીના સ્થાપક સ્ટીવ જોબ્સની ચાલવાની કસમ ખાતા હતા.એટલુ જ નહીં ટ્વીટરના સ્થાપક જેક ડોર્સી અને અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા પણ 'ચાલતા ચાલતા બેઠક' કરવાના મોટા સમર્થક છે.

હકીકતમાં સતત બેસી રહેવુ શરીર માટે નુકસાનકારક છે.એ જ રીતે વોકીંગ મીટિંગમાં શારીરિક રીતે પ્રમાણમાં ફાયદાકારક તો છે જ. સાથે સાથે તે અનેક પ્રકારની માનસિક અવરોધને પણ દૂર કરે છે.જેમ કે તેના સહકાર્યકરો સાથે અનૌપચારિક થવુ.

લિન્ક્ડઇન કંપનીમાં ચાલતા ચાલતા મીટિંગની પરંપરા આવી રીતે શરૂ થઇ હતી.શરૂઆતમાં આવતા દિવસોમાં કંપની વધતી જતી હતી.ત્યારે તેની પાસે મીટિંગ માટે પૂરતા કોન્ફ્રેન્સ રૂમ ઉપલબ્ધ ન હતા.ત્યારે કોઇ સહકર્મચારીએ સલાહ આપી કે જ્યા સુધી જગ્યાની વ્યવસ્થાન ન થાય ત્યા સુધી ચાલતા-ચાલતા મીટિંગ કરવી યોગ્ય છે.હવે આવી રીતે મીટિંગ કરવી એ એટલી લોકપ્રિય થઇ ગઇ કે કોન્ફરન્સ રૂમ હોવા છતા પણ લોકો તેમા બેસવા પસંદ નથી કરતા.

ચાલવાથી ક્રિએટીવીટીમાં વધારો થાય છે, એટલા માટે કહેવું છે કે સ્ટેનફોર્ડ ગ્રેજ્યુએટ શાળા ઓફ એજ્યુકેશનની મેરીલી ઑપેઝોને જેને પોતાના પ્રોફેસર સાથે આ વિષય પર સંશોધન કર્યુ છે .તેમની શોધમાં ફિલ્ટર રિલીઝ થાય છે.આઈડિયા જે રીતે તમે કોન્ફ્રેન્સ રૂમમાં દબાવીને રાખો છો.તે ચાલતા-ચાલતા પોતાના મગજ દ્વારા બહાર કાઢી શકો છો.
First published: April 11, 2018, 1:10 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading