માર્ક ઝકરબર્ગે તેમના સ્ટાફને iPhone ન વાપરવાનો કેમ કર્યો આદેશ?

News18 Gujarati
Updated: November 16, 2018, 7:36 AM IST
માર્ક ઝકરબર્ગે તેમના સ્ટાફને iPhone ન વાપરવાનો કેમ કર્યો આદેશ?
માર્ક ઝકરબર્ગ (ફાઇલ તસવીર)

હવે પછી કદાચ એપલના સીઈઓ ટીમ કૂક ફેસબુક વિશે કંઈ પણ બોલતા પહેલા 100 વખત વિચાર કરશે.

  • Share this:
કેલિફોર્નિયાઃ હવે પછી કદાચ એપલના સીઈઓ ટીમ કૂક ફેસબુક વિશે કંઈ પણ બોલતા પહેલા 100 વખત વિચાર કરશે. ટીમ કૂકે ફેસબુકની યુઝર્સ પોલીસ અંગે ટિપ્પણી કર્યા બાદ ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે તેમના કર્મચારીઓને એપલની કોઈ પણ પ્રોડક્ટ્સનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપી છે.

રિપોર્ટ્સ પ્રમાણે ફેસબુકની યુઝર પ્રાઇવસી પર ટિપ્પણ કર્યા બાદ માર્ક ઝકરબર્ગે તેમના તમામ એક્ઝિક્યુટિવ્સને આઇફોનનો ઉપયોગ નહીં કરવાની સૂચના આપી દીધી છે. માર્ક ઝકરબર્ગે આઇફોનના બદલે એન્ડ્રોઇડ ડિવાઇસની હિમાયત કરી છે.

એમએસએનબીસી સાથે વાતચીત કરતા એપલના સીઈઓ ટીમ કૂકે ટિપ્પણ કરી હતી કે એપલ તેના યુઝર્સની વ્યક્તિગત જિંદગીમાં માથું નહીં મારે. કારણ કે ગુપ્તતા દરેકનો મૂળભૂત અધિકાર છે. ટીમ કૂકે આવી ટિપ્પણી ફેસબુકના યુઝર્સના ડેટાની થયેલી ચોરીના સંદર્ભમાં કરી હતી. ગત મહિનાઓમાં ફેસબુકના લાખો યુઝર્સનો ડેટા ચોરાયાની માહિતી સામે આવી હતી. આ સમાચાર બાદ અમેરિકન સરકારે ફેસબુક પાસેથી અનેક ખુલાસા માંગ્યા હતા. આ સમાચારથી દુનિયાભરમાં ફેસબુકની ટીકા થઈ હતી. બાદમાં ફેસબુકે પોતાના યુઝર્સના ડેટાની સુરક્ષામાં વધારો કર્યો હતો.

આ પણ વાંચોઃ અમદાવાદઃ ફેસબુક મિત્ર સમલૈંગિક નીકળ્યો, બ્લોક કરતા બીભત્સ તસવીરો પોસ્ટ કરી

અપડેટ કરતી વખતે ફાટ્યો iPhone X

અમેરિકામાં iPhone Xમાં બ્લાસ્ટ થયાનો બનાવ સામે આવ્યો છે. એક યુઝરના જણાવ્યા પ્રમાણે તેના ફોનમાં એ વખતે બ્લાસ્ટ થયો હતો જ્યારે તે ફોનમાં iOS 12.1નું અપડેટ લઈ રહ્યો હતો. યુઝરે જણાવ્યું કે, iOS 12.1 અપડેટ કરતાની સાથે જ ફોનમાંથી ધુમાડો નીકળવા લાગ્યો હતો અને થોડી જ સેકન્ડમાં બ્લાસ્ટ થયો હતો. યુઝરના જણાવ્યા પ્રમાણે બ્લાસ્ટ થયો ત્યારે તે કંપનીના ચાર્જર અને ડેટા કેબલથી જ ફોનને ચાર્જ કરી રહ્યો હતો.યુઝરે ટ્વિટર પર ફોન બ્લાસ્ટ થયાની અમુક તસવીરો શેર કરી હતી અને આ અંગેની જાણકારી આપી હતી. જે પ્રમાણે રહેલ મોહમ્મદ નામનો યુઝર વોશિંગ્ટનના ફેડરલ વેનો નિવાસી છે. રહેલે આ ફોનની દસ મહિના પહેલા ખરીદી કરી હતી. ટ્વિટર પર જાણકારી મળ્યા બાદ એપલે આ અંગે તપાસ શરૂ કરી છે.

રહેલના જણાવ્યા પ્રમાણે કંપનીએ તેના iPhone Xને તપાસ માટે મંગાવ્યો છે. રહેલને જવાબ આપતા એપલે લખ્યું છે કે આ ખરેખર અપેક્ષિત નથી, અમે બહુ જ ઝડપથી આનું સમાધાન લાવીશું. નોંધનીય છે કે આઇફોનમાં બ્લાસ્ટ થયો હોય તેવો આ પ્રથમ બનાવ નથી. આ પહેલા પણ ફોનમાં બ્લાસ્ટ થયાના સમાચાર આવ્યા છે.
First published: November 15, 2018, 5:13 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading