ફેસબુકમાં હવે બ્રાઉઝિંગ હિસ્ટ્રી ડિલિટ કરી શકશો, શરૂ થશે ડેટિંગ સર્વિસ

 • Share this:
  ડેટા લીકના મામલામાં મુશ્કેલીમાં મુકાયેલા ફેસબુકની મંગળવારે વાર્ષિક F8 ડેનલેપર કોન્ફરન્સ શરૂ થઇ ગઇ છે. બે દિવસ ચાલનારી આ કોન્ફરન્સમાં ફેસબુક પોતાના યૂઝર્સ માટે એપ ડેવલોપર્સ માટે ઘણાં દિલચસ્પ ફીચર્સ રજૂ કરશે. આ કોન્ફરન્સમાં ખાસ ધ્યાન યૂઝર્સના ડેટા લીક અને તેમની પ્રાઇવસીની સુરક્ષા કરવાનું છે.

  ફેસબુકના સીઇઓ માર્ક જુકરબર્ગે આ કોન્ફરન્સની શરૂવાત પહેલા એક જોરદાર ફીચર લોન્ચ કરવાની જાહેરાત કરી. જેમાં યુઝર્સ પોતાના ફેસબુકની બ્રાઉઝિંગ હિસ્ટ્રીને સરળતાથી ડિલિટ કરી શકે છે.

  હિસ્ટ્રી અને કુકીઝને ડિલિટ કરવાનું ઓપશન

  એફ8 ડેવલોપર્સ કોન્ફરન્સની શરૂવાત પહેલા ઝકરબર્ગે કહ્યું કે, બ્રાઉઝરમાં તમને પોતાની હિસ્ટ્રી અને કુકીઝને ડિલિટ કરવાનું ઓપશન મળે છે. અમે પણ આવું ફેસબુક માટે બનાવી રહ્યાં છે. જેનાથી તમે પોતાના ફેસબુક એકાઉન્ટની બ્રાઉઝિંગ હિસ્ટ્રીન ડિલિટ કરી શકો છો.

  ફેસબુકમાં ડેટીંગ ફીચર

  ફેસબુક એક ડેટીંગ ફીચર લોન્ચ કરશે. માર્ક ઝકરબર્ગે આની જાણકારી આપતાં કહ્યું કે નવું ટૂલ માત્ર લોકોને જોડવાનું કામ જ નહીં કરે પરંતુ મિનીંગફૂલ લોન્ગ ટર્મ રિલેશનશિપ બનાવવામાં પણ મદદ કરશે. ઝકરબર્ગે કહ્યું કે આ ફીચરને બનાવતી વખતે પહેલેથી જ પ્રાઇવસી અને સિક્યોરિટીનું ધ્યાન રાખશે.

  જો કે તેમણે હજી એ નથી કહ્યું કે યૂઝર્સને આ ફીચર ક્યારે મળશે. માનવામાં આવી રહ્યું છે કે આ બનાવવામાં થોડા મહિનાઓ તો જતાં જ રહેશે.

  અત્યાર સુધી આ ફીચર્સની થઇ જાહેરાત
  -પોતાની બધી એપને ફરીથી રિવ્યુ કરી શકશે ફેસબુક
  -ઈન્સ્ટાગ્રામમાં મળશે વીડિયો કોલિંગ ફીચર
  -ફેસબુક મેસેન્જરમાં એડ થયા સ્પેનિશ ટ્રાન્સલેટર ફીચર
  -ઓક્યૂલસ ગો મોબાઇલ હેડસેટ થયું લોન્ચ
  -વિવાદિત કોમેન્ટને ફિલ્ટર કરશે ઇન્સ્ટાગ્રામ
  Published by:Kaushal Pancholi
  First published: