JioPhoneમાં મળશે ફેસબૂકને સપોર્ટ kaiOS માટે બનાવવામાં આવી ખાસ એપ

News18 Gujarati
Updated: February 13, 2018, 7:09 PM IST
JioPhoneમાં મળશે ફેસબૂકને સપોર્ટ kaiOS માટે બનાવવામાં આવી ખાસ એપ
રિપોર્ટ્સની માનીયે તો જિયોફોનમાં ખુબજ નજીકનાં સમયમાં ફેસબૂક સપોર્ટ આપવામાં આવશે
News18 Gujarati
Updated: February 13, 2018, 7:09 PM IST
 

મુંબઇ: રિલાયન્સ જિયો ફોનમાં હવે ફેસબૂક પણ ચાલશે. કંપનીએ ઘણાં સમય પહેલાંથી જ ફેસબૂક સાથે આ ફોનમાં ફેસબૂક એપ આપવા માટે વાતચીત કરી રહી હતી. રિલાયન્સ જિયો ફોનમાં હાલમાં KaiOS આપવામાં આવ્યું છે.

રિપોર્ટ્સ પ્રમાણે, ફેસબૂકે હવે KaiOS માટે એપ તૈયાર કરી લીધી છે. અને ટૂક સમયમાં તેને જિયો ફોનમાં ઇન્સ્ટોલ કરવામાં આવે છે. આપને જણાવી દઇએ કે, KaiOSએ દુનિયાભરમાં એક કરોડ યૂઝર્સ છે અને જિયો ફોનમાં પણ જોવા મળશે. પણ તે ડેવલોપર્સ પર પણ નિર્ભર છે. કે તેઓ એપમાં ક્યારથી તે શરૂ કરે છે.

રિપોર્ટ્સની માનીયે તો જિયોફોનમાં ખુબજ નજીકનાં સમયમાં ફેસબૂક સપોર્ટ આપવામાં આવશે.

જિયો ફોન માટે બનાવવામાં આવેલા ખાસ ફેસબૂક એપમાં પુશ નોટિફિકેશન, વીડિયોઝ અને લિંકને સપોર્ટ કરવામાં આવ્યો છે. જેનાંથી અન્ય કોન્ટેન્ટ ઓપન કરી શકાશે. આ ફિચર ફોન છે તેથી ફેસબૂક એપને ઓપ્ટિમાઇઝ
કરવામાં આવી છે. અને કર્સર ફંક્શન આપવામાં આવ્યું છે. કારણ કે આ ટચ ફોન નથી. તેમાં કિપેઇડ છે. તેથી યૂઝરને ફેસબૂક સર્ફિંગમાં સરળતા રહે.

ફેસબૂક મોબાઇલ પાર્ટનર્શિપ્સનાં વાઇસ પ્રેસિડન્ટ ફ્રાંસિસ્કો વેરેલાએ કહ્યું, અમે જીઓ સાથે પાર્નટરશિપ કરને ઉત્સાહિત છીએ અને લાખો લોકોએ જિયો ફોન દ્વારા ફેસબૂકનું એક્સેસ આપવામાં આવશે. જિયો જેવાં પાર્ટનર્સ સાથે કામ કરીને અમે ઇચ્છીએ છીએ કે સૌ કોઇને કનેક્ટેડ રહેવાનો અવસર મળવો જ જોઇએ.
First published: February 13, 2018
વધુ વાંચો
अगली ख़बर