બદલાઈ ગયું Facebookનું નામ, જાણો હવે કયા નામથી ઓળખાશે આ પ્લેટફોર્મ

માર્ક ઝુકરબર્ગે ફેસબુકનું નામ બદલી નાખ્યું છે. (ફાઈલ ફોટો)

Facebook announces name changes to Meta: ફેસબુકના CEO માર્ક ઝુકરબર્ગએ (Mark Zuckerberg) ગુરુવારે ફેસબુકના વાર્ષિક સંમેલનમાં આની જાહેરાત કરી, જ્યાં તેમણે મેટાવર્સ માટે પોતાના વિઝન અંગે પણ જણાવ્યું. ઝુકરબર્ગે કહ્યું આપણા ઉપર એક ડિજિટલ દુનિયા બની છે જેમાં વર્ચુઅલ રિયલિટી હેડસેટ અને એઆઈ સામેલ છે.

 • Share this:
  સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક (Facebook)ની હોલ્ડિંગ કંપનીનું નામ બદલાઈ (Facebook announces name changes to Meta) ગયું છે. હવે તેને ‘મેટા’ (Meta)ના નામથી ઓળખવામાં આવશે. છેલ્લા કેટલાંક સમયથી સતત એ સમાચાર હતા કે ફેસબુક રિ-બ્રાન્ડિંગ કરવાનું છે. કંપનીના ચીફ એક્ઝીક્યુટીવ ઓફિસર (CEO) માર્ક ઝુકરબર્ગએ (Mark Zuckerberg) ગુરુવારે ફેસબુકના વાર્ષિક સંમેલનમાં આની જાહેરાત કરી, જ્યાં તેમણે મેટાવર્સ માટે પોતાના વિઝન અંગે પણ જણાવ્યું. ઝુકરબર્ગે કહ્યું, ‘આપણા ઉપર એક ડિજિટલ દુનિયા બની છે જેમાં વર્ચુઅલ રિયલિટી હેડસેટ અને એઆઈ સામેલ છે. અમે માનીએ છીએ કે મેટાવર્સ મોબાઈલ ઈન્ટરનેટની જગ્યા લેશે.’

  નવી હોલ્ડિંગ કંપની મેટા ફેસબુક તેની સૌથી મોટી સહાયક કંપની, સાથે ઇન્સ્ટાગ્રામ, વ્હોટ્સએપ અને વર્ચુઅલ રિયલિટી બ્રાન્ડ ઓકુલસ જેવી એપનો સમાવેશ કરશે. ફેસબુકે મેટાવર્સ પ્રોજેક્ટમાં 2021માં 10 અબજ ડોલરનું રોકાણ કર્યું હતું. તાજેતરમાં બહાર પાડવામાં આવેલી અર્નિંગ રિપોર્ટમાં કંપનીએ જાહેરાત કરી હતી કે તેનું વર્ચુઅલ રિયલિટી સેગમેન્ટ એટલું મોટું થઈ ગયું છે કે હવે તે પોતાના ઉત્પાદનોને બે શ્રેણીઓમાં વિભાજીત કરી શકે છે.

  નામ બદલવા ઉપરાંત કંપનીમાં રોજગારની તકો પણ વધવાની છે. કંપનીએ જાહેરાત કરી હતી કે મેટાવર્સ માટે તેને હજારો લોકોની જરૂરત છે. વર્તમાનમાં કંપની દસ હજાર લોકોને રોજગાર આપવાની તૈયારીમાં છે.

  એ શ્રેણીઓમાં ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, મેસેન્જર અને વ્હોટ્સએપ સહિત ‘ફેમિલી ઓફ એપ્સ’ અને એઆર અને વીઆર સાથે-સાથે કોઇપણ હાર્ડવેર સહિત ‘રિયલિટી લેબ’ ઉત્પાદન સામેલ છે.

  આ પણ વાંચો: Mumbai Cruise Drug Case: બોમ્બે હાઈકોર્ટે આર્યન ખાનને આપ્યા જામીન, પણ આજે જેલ મુક્ત નહીં થાય

  2004માં ઝુકરબર્ગે કહી હતી આ વાત

  2004માં ફેસબુક બનાવનારા માર્ક ઝુકરબર્ગે કહ્યું હતું કે ફેસબુકનું ભવિષ્ય મેટાવર્સ કોન્સેપ્ટમાં છે. મેટાવર્સ મતલબ એક વર્ચુઅલ-રિયલિટી સ્પેસ, જેમાં યુઝર કમ્પ્યુટરથી જનરેટ કરેલા વાતાવરણમાં એકબીજાને કનેક્ટ કરી શકે. કંપનીનું ઓકુલસ વર્ચુઅલ રિયલિટી હેડસેટ્સ અને સર્વિસીઝ એ જ વિઝનને સાકાર કરવાનું માધ્યમ છે.

  ઝુકરબર્ગે જુલાઈમાં એક વખત કહ્યું હતું કે તેઓ ઈચ્છે છે કે આવનારા વર્ષોમાં લોકો તેને સોશ્યલ મીડિયા કંપનીના બદલે એક મેટાવર્સ કંપની તરીકે જુએ.

  આ પણ વાંચો: ઇન્સ્ટાગ્રામ યૂઝર્સ આનંદો! લાંબા સમયથી જેની રાહ જોવાતી હતી તે ફીચર લૉંચ

  યુઝર્સ પર શું અસર થશે?

  ફેસબુકની આ જાહેરાતથી ઓરિજનલ એપ અને સર્વિસ જેમ છે એમ જ ચાલતી રહેશે. તેમાં કોઈ ફેરફાર નહીં થાય. આ કંપનીની રિ-બ્રાન્ડિંગ છે અને કંપનીના બાકી પ્રોડક્ટ્સ જેમકે વ્હોટ્સએપ (WhatsApp) અને ઇન્સ્ટાગ્રામ (Instagram)ને કંપનીના નવા બેનર હેઠળ લાવવાની યોજના છે. અત્યારસુધી વ્હોટ્સએપ, ઇન્સ્ટાગ્રામને ફેસબુકના પ્રોડક્ટ કહેવામાં આવે છે, પણ ફેસબુક પોતે એક પ્રોડક્ટ છે.
  Published by:Nirali Dave
  First published: