FBમાં થશે મોટા બદલાવ, યૂઝર્સ FB પર વધારે સમય નહીં રહે: ઝકરર્બગ

News18 Gujarati
Updated: January 13, 2018, 9:03 AM IST
FBમાં થશે મોટા બદલાવ, યૂઝર્સ FB પર વધારે સમય નહીં રહે: ઝકરર્બગ
News18 Gujarati
Updated: January 13, 2018, 9:03 AM IST
દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા વેબસાઈટ ફેસબુક હવે પહેલા હતુ તેવુ થવા જઈ રહ્યું છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરર્બગે જાહેર કર્યું છે કે હવે ફેસબુકના ન્યૂઝ ફીડ પર તમને તમારા મિત્રો અને તેમની સાથે જોડાયેલ કોન્ટેક્ટ વધારે જોવા મળશે. ઝકરર્બગે કહ્યું કે હાલ જ મને ફેસબુક યુઝર્સથી ફીડબેક મળ્યા છે કે તેમને પબ્લિક કન્ટેન્ટ, બિઝનેસની પોસ્ટ, બ્રાંડ અને મીડિયાથી તેમની પર્સનલ મોમેન્ટસમાં મુશ્કેલી થઈ રહી છે.

ઝકરર્બગે કહ્યું કે ગત વર્ષોમાં ફેસબુક પર વીડિયો અને પબ્લિક કન્ટેન્ટ વધી ગયા છે. પરંતુ હવે ફેસબુક પર મિત્રો અને પરિવારના પોસ્ટથી વધારે પબ્લિક પોસ્ટ આવી જાય છે. ન્યૂઝ ફીડનું બેલેન્સ ફેસબુક દ્વારા કરાયેલ મહત્વપૂર્ણ કામોથી શિફ્ટ થઈ ગયું છે કે જેનાથી લોકો એકબીજા સાથે જોડાયેલા છે.

માર્ક ઝકરર્બગે પોતાની પોસ્ટમાં કહ્યું કે, અમે જવાબદારી સાથે લોકોને આ વાત માટે નિશ્ચિત કરવા માંગીએ છીએ કે અમારી સર્વિસ ન માત્ર મજા માટે છે પરંતુ તે લોકોના સારા માટે પણ છે. ઝકરર્બગે સ્પષ્ટ વાત કરતા કહ્યુ હતું કે આવનાર સમયમાં તમમે ફેસબુકના ન્યૂઝ ફીડમાં ઘણાં બદલાવ જોવા મળશે.

તેમણે તે પણ કહ્યું કે, મને આશા છે કે આ વર્ષે તમારો વધારે સમય ફેસબુકમાં નહીં જાય ઓછા સમયમાં તમને ગમતી અને મહત્વપૂર્ણ પોસ્ટ મળશે. અમે આશા રાખીએ છીએ કે યૂઝર્સ માટે સારો અને લોન્ગ ટર્મ બિઝનેશ માટે પણ સમય સારો આવશે.

શું થશે બદલાવ?
ઝકરર્બગે કહ્યું કે, અમે એ પ્રિડીક્ટ કરી લઈશું કે કઈ પોસ્ટ અને મિત્રો સાથે તમે ઈન્ટરેક્ટ કરવા માંગો છો અને તે તમારી ફીડમાં વધારે દેખાડાશે.
શું અપડેટની સાથે ફેસબુક એ પોસ્ટને પણ પ્રાથમિકતા આપવાની તૈયારીમાં જેના પર લોકો કામની વાત કરી શકે છે. એવી પોસ્ટ જેના પર લોકોનો મતભેદ હોઈ તેને પણ પ્રાથમિકતા આપવામાં આવશે. અપડેટ પછી પણ યૂઝર્સ તેમના ફોલો કરેલા પેજને ટોપ પર જોઈ શકશે. પેજ કન્ટેન્ટ દેખાતા બંધ નહીં થાય પરંતુ હવે ન્યૂઝ ફીડ પર પહેલાથી ઓછા પેજના કન્ટેન્ટ દેખાશે.
First published: January 12, 2018
વધુ વાંચો
अगली ख़बर