Home /News /tech /Digital Fight: મેટા અને સ્નેપચેટએ પણ માન્યું, સોશિયલ મીડિયાનું ભવિષ્ય છે Tik Tok

Digital Fight: મેટા અને સ્નેપચેટએ પણ માન્યું, સોશિયલ મીડિયાનું ભવિષ્ય છે Tik Tok

ટિક ટોકનો છે જમાનો

Tik Tok is Future: ફેસબુકે ટિકટોક જેવા અમુક ફીચર (Features) કોપી કરીને ઉમેર્યા છે. તો બીજી તરફ ઇન્સ્ટાગ્રામ (Instagram)માં પણ રીલ્સ (Reels) ફીચર પણ લોન્ચ કર્યુ છે. ફેસબુકમાં પણ શોર્ટ વિડીયોનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

  લોકો ખાસ કરીને મિલેનિયલ્સ અને જનરેશન ઝેડ, સોશિયલ મીડિયા પર વિડિયો જુએ છે, ત્યારે મેટા (Meta) અને સ્નેપચેટ (Snapchat) બંનેએ સંકેત આપ્યો છે કે, સોશિયલ મીડિયાનું ભાવિ ચાઈનીઝ શોર્ટ વીડિયો મેકિંગ એપ ટિકટોક (TikTok) જેવું છે. એક અર્નિંગ કોલમાં સ્નેપના સીઈઓ ઈવાન સ્પીગેલે (Snapchat CEO Evan Spiegel) કહ્યું કે, સ્નેપચેટ પર મિત્રોની સ્ટોરીઓ જોવામાં ઓછો સમય પસાર થઈ રહ્યો છે. જોકે, ભારતમાં ટીકટોક ભલે બેન હોય, પરંતુ અમેરિકામાં તેનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે. જેની સીધી અસર ફેસબુક (Facebook) પર પડી રહી છે. કારણ કે લોકો હવે ફેસબુક પર ઓછો સમય વિતાવી રહ્યા છે.

  ઉલ્લેખનીય છે કે ફેસબુકે ટિકટોક જેવા અમુક ફીચર (Features) કોપી કરીને ઉમેર્યા છે. તો બીજી તરફ ઇન્સ્ટાગ્રામ (Instagram)માં પણ રીલ્સ (Reels) ફીચર પણ લોન્ચ કર્યુ છે. ફેસબુકમાં પણ શોર્ટ વિડીયોનો ટ્રેન્ડ ખૂબ ઝડપથી વધી રહ્યો છે.

  સ્નેપચેટના આ ફીચરની ફેસબુકે કરી કોપી- સ્નેપચેટ સૌથી પહેલા સ્ટોરી ફોર્મેટ માર્કેટમાં લાવ્યું હતું. જેમાં યુઝર્સ ફોટોઝ અને વીડિયો શેર કરી શકે છે અને બાદમાં અમુક સમય પછી તે આપમેળે ડીલીટ થઇ જાય છે. સ્નેપચેટના આ ફીચરને મેટાએ વોટ્સએપ, ફેસબુક અઅને ઇન્સ્ટાગ્રામ પર કોપી કર્યુ હતું.

  મહામારી બાદ સ્ટોરીઝમાં ઉછાળાની અપેક્ષા- સ્પીગલે ગુરૂવારે વિશ્લેષકોને જણાવ્યું કે, ફ્રેન્ડ સ્ટોરી પોસ્ટ કરવી અને જોવાનું વલણ મહામારી બાદ લોકોમાં ઘટ્યું છે. પહેલા એવું લાગતું હતું કે, લોકડાઉન અને મહામારી ઓછી થયા બાદ લોકોની લાઇફ નોર્મલ થશે અને સ્ટોરીઝમાં ઉછાળો જોવા મળશે. પરંતુ એવું કંઇ જ થયું નહીં. તેની જગ્યાએ લોકો સ્નેપચેટ પર વધુ વીડિયોઝ જોવા લાગ્યા.આપને જણાવી દઇએ કે સ્નેપચેટ સ્ટોરીઝ શરૂઆતમાં ખૂબ પ્રચલિત હતી. પરંતુ હવે આ ટ્રેન્ડ બદલતા લોકો કોરોના બાદ સ્ટોરીઝ પર વધુ સમય વિતાવી રહ્યા નથી.

  ફેસબુકે પણ ટીકટોકને માન્યું ભવિષ્ય- તેમણે આ અઠવાડિયે મેટાના અર્નિંગ કૉલ દરમિયાન મેટાના સીઈઓ માર્ક ઝકરબર્ગે કહ્યું હતું કે, TikTok ઝડપથી વધી રહ્યું છે. હાલ લોકો પાસે પોતાનો સમય કેવી રીતે પસાર કરવો તે અંગે ઘણી પસંદગીઓ છે અને TikTok જેવી એપ્સ ખૂબ જ ઝડપથી વિકસી રહી છે.

  ફેસબુકના યુઝર્સમાં પ્રતિદિન 10 લાખનો ઘટાડો- ફેસબુકને હાલમાં જ મોટો ઝટકો લાગ્યો છે. આ વખતે કંપનીને ભારે નુકસાન થયું છે. 18 વર્ષમાં પહેલી વખત આવું થયું કે ફેસબુકને લોકો ઝડપથી ટાળીને દૂર થઇ રહ્યા છે અને દરરોજ 10 લાખથી વધુ યુઝર્સ ઘટી રહ્યા છે. ટિકટોક જેવા ફીચર્સ ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર આપવા છતા કંપની હરીફાઈમાં હારી ગઇ છે.

  ટિકટોક પર યુઝર્સ વધારી રહ્યા છે ખર્ચ- ટિકટોકમાં વૈશ્વિક યુઝર્સ પોતાનો ખર્ચ વધારી રહ્યા છે. યુઝર્સે ગત વર્ષે મોબાઇલ એપમાં લગભગ 2.3 બિલિયન ડોલર ખર્ચ કર્યા, જેમાં તેના ચાઇનીઝ સ્થાનિકીકરણ ડોયિનનું આઇઓએસ વર્ઝન પણ સામેલ છે. સેન્સર ટાવરના રીપોર્ટ અનુસાર, આ આંકડો 2020માં 1.3 બિલિયન ડોલરથી 77 ટકા પ્રતિ વર્ષનો વૃદ્ધિદર નોંધાવી રહ્યો છે.

  ઉલ્લેખનીય છેકે ભારત સરકારે ચીન સાથે સીમા સંઘર્ષ વધતા લોકપ્રિય શોર્ટ ફોર્મ વીડિયો એપ ટિકટોકની સાથે અનેક ચાઇનીઝ એપ પર પ્રતિબંધ મૂક્યો છે.
  Published by:Margi Pandya
  First published:

  Tags: Facebook, Snapchat, Tiktok

  विज्ञापन
  विज्ञापन