ન્યૂઝ18 ગુજરાતી : બુધવાર રાતથી દુનિયભારમાં ફેસબુક ડાઉન થઈ ગયું હતું. જે 12 કલાક બાદ ફરીથી શરૂ થયું હતું. આ દરમિયાન ફેસબુક યુઝર્સ કમેન્ટ કરી શકતા ન હતા અને લાઇક પર ક્લિક નથી કરી શકતા ન હતા. ફેસબુક પર કોઈ પોસ્ટ પણ થઈ રહી ન હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે રાત્રે આશરે 9.30 વાગ્યાથી ફેસબુક ડાઉન છે. અમુક યૂઝર્સ ફરિયાદ કરી રહ્યા છે કે તેઓ કોઈ પણ પોસ્ટ પર ઇમોજી નથી મોકલી શકતા. ફેસબુક તરફથી કહેવામાં આવ્યું છે કે તેમને આ સમસ્યા અંગે જાણ છે તેમજ તેઓ આ સમસ્યાને ઝડપથી દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સાથે જ ફેસબુક તરફથી એવું પણ કહેવામાં આવ્યું છે કે આ સાયબર અટેક નથી.
downdetector.comના જણાવ્યા પ્રમાણે બુધવારે રાત્રે 9.30 વાગ્યે ભારતમાં ફેસબુક ડાઉન થઈ ગયું હતું. તેની થોડી જ મિનિટોમાં ઇન્સ્ટાગ્રામ પણ ડાઉન થઈ ગયું હતું. ફેસબુક મેસેન્જરને પણ આની અસર પહોંચી છે. અનેક લોકોએ ફરિયાદ કરી છે કે તેઓ મેસેજ નથી મોકલી શકતા. એટલું જ નહીં અમુક યૂઝર્સે ફોનમાં તકલિફ હોવાનું માનીને એપ્લિકેશન રિમૂવ કરી હતી. આ લોકો ફરીથી તેમના એકાઉન્ટમાં લોગીન નથી ખરી શકતા.
ટ્વિટર પર ફેસબુક યૂઝર્સે જણાવ્યું કે તેઓ તસવીર અપલોડ નથી કરી શકતા, એટલું જ નહીં પહેલાથી હયાત હોય તેવી તસવીરો બદલી પણ નથી શકતા.
ફેસબુકનું ટ્વિટ
We’re aware that some people are currently having trouble accessing the Facebook family of apps. We’re working to resolve the issue as soon as possible.
અમુક યૂઝર્સ કહી રહ્યા છે કે ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને ડાઉન છે. સાથે અમુક યૂઝર્સે એવું પણ લખ્યું છે કે ટ્વિટર હંમેશા ચાલુ રહે છે તે ક્યારેય બંધ નથી થતું.
Facebook, whatsapp & instagram down ?? Twitter ur doing a good job 🙏🏼