Home /News /tech /ફેસબુકની વધુ 'ખામી' આવી સામે, 1.4 કરોડ યુઝર્સની પ્રાઇવેટ પોસ્ટ થઈ જાહેર

ફેસબુકની વધુ 'ખામી' આવી સામે, 1.4 કરોડ યુઝર્સની પ્રાઇવેટ પોસ્ટ થઈ જાહેર

પ્રતિકાત્મક તસવીર

    ગુરુવારે સોશિયલ નેટવર્કિંગ વેબસાઇટ ફેસબુકે પોતાના સોફ્ટવેરમાં એક ખામી હોવાનો સ્વીકાર કર્યો છે. આ ખામીને કારણે 1.4 કરોડ યુઝર્સની પ્રાઇવેટ પોસ્ટ જાહેર થઈ ગઈ હતી. આ ક્ષતિથી જે લોકોએ પોતાની વોલ પર પ્રાઇવેટ પોસ્ટ કે અમુક યુઝર્સ માટે જ પોતાની પોસ્ટ કરી હતી તે પણ જાહેર થઈ ગઈ હતી.

    નોંધનીય છે કે તાજેતરમાં જે ડેટા લીકના બનાવો બન્યા છે ત્યાર બાદ ફેસબુક અનેક મુશ્કેલીનો સામનો કરી રહી છે. પાંચ કરોડ ફેસબુક યુઝર્સનો ડેટા હેક કરવામાં આવ્યો હોવાના સમાચાર બાદ આ અઠવાડિયામાં એવા ન્યૂઝ આવ્યા હતા કે ફેસબુક સ્માર્ટફોન બનાવતી અનેક કંપનીઓને ડેટા પૂરો પાડી રહી છે.

    ફેસબુકના મુખ્ય પ્રાઇવસી અધિકારી ઇરીન ઇગને એક નિવેદનમાં કહ્યું હતું કે, "અમારા ધ્યાનમાં એક ક્ષતિ આવી છે, જેના કારણે લોકો ફેસબુક પોસ્ટ કરી રહ્યા હોય છે ત્યારે તેઓની ઇચ્છા ન હોવા છતાં તેની પોસ્ટ તમામ લોકો માટે જાહેર થઈ જાય છે.

    ફેસબુકના જણાવ્યા પ્રમાણે 18મી મેથી 27મી મેના રોજ આ ખામી જોવા મળી હતી. આ સમય દરમિયાન તેઓ ફોટો શેર કરવાની નવી ટેક્નિકનો અમલ કરી રહ્યા હતા. જેના કારણે લોકો જે પોસ્ટ અમુક ઓડિયન્સ માટે કરી રહ્યા હતા તે જાહેર જનતા માટે પોસ્ટ થઈ જતી હતી.

    ફેસબુકે કહ્યું હતું કે તેમણે 22મી મેના રોજ આ સમસ્યા દૂર કરી દીધી હતી, પરંતુ જે લોકોની પોસ્ટ જાહેર થઈ ચુકી છે તેમાં તેઓ પરિવર્તન કરી શક્યા ન હતા. ફેસબુક હવે આ ખામીનો ભોગ બનેલા લોકોને નોટિફિકેશન મોકલી તેમની પોસ્ટનો રિવ્યૂ કરવાની સૂચના આપશે.

    ઓફિસરે વધુમાં કહ્યું હતું કે, "જે લોકોએ 18મી મે પહેલા પોસ્ટ કરી હતી તેને કોઈ ચિંતા કરવાની જરૂર નથી. તેમની પોસ્ટને કોઈ અસર નથી પહોંચી. હવે આ સમસ્યા દૂર થઈ ગઈ છે આથી લોકો પહેલાની જેમ પોતાની પોસ્ટ કરી શકે છે. આ ભૂલ બદલ અમે માફી માંગીએ છીએ."
    Published by:Vinod Zankhaliya
    First published:

    Tags: Bug, Facebook

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन