અરે વાહ! વિડિયો માટે ફેસબૂકમાં આવ્યું ખાસ સેક્શન, આ રીતે કરશે કામ

News18 Gujarati
Updated: August 26, 2018, 11:33 AM IST
અરે વાહ! વિડિયો માટે ફેસબૂકમાં આવ્યું ખાસ સેક્શન, આ રીતે કરશે કામ
ફેસબૂક પર જે પેઇઝને યૂઝર્સ ફોલો કરે છે તેમના વિડિયોઝ આ સેક્શનમાં જોવા મળશે.

ફેસબૂક પર જે પેઇઝને યૂઝર્સ ફોલો કરે છે તેમના વિડિયોઝ આ સેક્શનમાં જોવા મળશે.

  • Share this:
ફેસબુકે તેની એપ્લિકેશન માટે એક નવું ફિચર 'વોચલિસ્ટ' લોન્ચ કર્યું છે. ફેસબુક વોચ એક એવુ ફિચર છે જે ખાસ કરીને વિડિયો જોવા માટે રજૂ કરવામાં આવ્યુ છે. આ સુવિધા યુએસમાં ગયા વર્ષે ઉપલબ્ધ કરવામાં આવી હતી અને ભારતમાં તેનું પરીક્ષણ ઓગસ્ટમાં શરૂ થયું હતું.

આ નવા સેકશનમાં અલગ-અલગ ક્રિએટર્સ અને પબ્લિશરને નિયમિત કન્ટેન્ટ જોવા મળશે. ફેસબૂક પર જે પેઇઝને યૂઝર્સ ફોલો કરે છે, તેમના માટે વિડિયો અહી જોવા મળશે. સાથે જ આ પ્લેટફોર્મ પર યૂઝર્સને ફોલો માટે પેઝથી મળતા કન્ટેન્ટનો પણ ઓપ્શન મળશે.

ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે જણાવ્યું હતું કે અમારી ફેબ્રુઆરીની કમાણીમાં વિડિયો મુખ્ય યોગદાન છે. તેમણે જણાવ્યું હતું કે વોચ સેક્શન મા્ત્ર હાજર પબ્લિશરના જનરેટ કરેલા કન્ટેન્ટ માટે જ નહીં, પરંતુ ઓરિઝનલ શોર્સ પર પણ ફોકસ કરશે. ફેસબૂકે જણાવ્યુ કે છેલ્લા વર્ષે કંપનીએ 70 અજબ ઓરિઝનલ કંન્ટેન્ટ પર ખર્ચ કર્યો હતો.

આવુ છે Watchlist સેક્શન
જો તમે ઇંન્ટરફેસ જુઓ, તો તે બે વિભાગોમાં છે, ‘Watchlist’ અને ‘Top videos for you’. વોચલિસ્ટમાં છ પેઇઝ છે. જ્યા યૂઝર ફોલો કરે છે. આમાં ‘see all’ બટન પર ટેપ કરી પબ્લિશરનુ પૂરુ લિસ્ટ જોવા મળશે. તેના Watchlist મા કિસ પબ્લિશરનો વિડિયો પહેલા જોવો છે તો તેને યૂઝર પોતાના હિસાબથી કસ્ટમાઇઝ પણ કરી શકે છે.

આ ઉપરાંત, બીજો વિભાગ‘Top videos for you’માં તે પેઇઝના વિડિયો શો થાય છે, જે પેઇઝને યૂઝર્સે ફોલો કર્યા છે. વિડિયોની સાથે વ્યૂઝના નંબર પણ જોવા મળશે. સાથે જ બટનમાં Save the video, hide post અને moreનો ઓપ્શન જોવા મળશે.
First published: August 26, 2018, 11:31 AM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading