9 એપ્સ ચોરી રહી હતી ફેસબુકનો પાસવર્ડ, અહીં જાણો એકાઉન્ટ કઈ રીતે રાખશો સુરક્ષિત

FB અકાઉન્ટ સુરક્ષિત રાખવાની ટિપ્સ

સિક્યોરિટી એનાલિસ્ટના મત મુજબ વાયરસ ધરાવતી આ એપ્લિકેશન ખતરનાક સોફ્ટવેરના રૂપે ફેલાઈ હતી. તેને 5,856,010 વખત ઇન્સ્ટોલ કરાઈ હતી.

  • Share this:
ફેસબુક સહિતના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આજે લોકોની જીવનશૈલીનો ભાગ બની ગયા હોવાથી પ્રાઇવેસીનો પ્રશ્ન પણ ઉભો થયો છે. ત્યારે ડોકટર વેબ માલવેર (Doctor Web Malware) એનાલિસ્ટે તાજેતરમાં જ 10 Malicious App શોધી કાઢી છે. જે ફેસબુક યુઝર્સના લોગઇન અને પાસવર્ડને ચોરી કરી રહી છે. આ 10માંથી 9 એપ્લિકેશન તો ગૂગલ પ્લેસ્ટોર પર ઉપલબ્ધ હતી.

સિક્યોરિટી એનાલિસ્ટના મત મુજબ વાયરસ ધરાવતી આ એપ્લિકેશન ખતરનાક સોફ્ટવેરના રૂપે ફેલાઈ હતી. તેને 5,856,010 વખત ઇન્સ્ટોલ કરાઈ હતી.

કંપની દ્વારા રિપોર્ટ કરાયા બાદ આ 9 એપ્સને ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી લીધી હતી. જોકે, તમારો ફેસબુક ડેટા ખતરામાં પડવાની શક્યતા છે. તો ચાલો આજે આપણે ફેસબુક એકાઉન્ટને સુરક્ષિત રાખતી પદ્ધતિઓ અંગે ચર્ચા કરીયે.

ફેસબુક પાસવ4 ચેન્જ કરો: સૌથી પહેલા તમે ફેસબુક પાસવર્ડને બદલી નાખો. મુશ્કેલ પાસવર્ડનો ઉપયોગ કરો. ઉદાહરણ તરીકે 12345678 કે qwerty123 જેવા પાસવર્ડનો ઉપયોગ ન કરો.

Facebookનો પાસવર્ડ આવી રીતે બદલો

-- ફેસબુકના Settingsમાં જાવ. ત્યાં Security સિલેક્ટ કરો. જ્યાં તમને Login વિકલ્પ મળશે. તેના પર ક્લિક કરો.

-- અહીં Login સેક્શન નીચે Change Password બટન પર ટેપ કરો

-- અહીં તમારો કરન્ટ પાસવર્ડ અને નવો પાસવર્ડ નાખો. હવે Save Changes પર ક્લિક કરો

તમામ ડિવાઇસમાંથી આવી રીતે કરો Logout

જો તમે તમારો પાસવર્ડ બદલ્યો હોય તો હવે તમારે તમારે બધી ડિવાઇસમાંથી લોગ આઉટ કરીને ફેસબુકમાંથી લોગ આઉટ કરવું પડશે. જેના માટે તમારે નીચે આપેલા સ્ટેપ્સને અનુસરવા પડશે.

સૌથી પહેલા Facebook Settings પર જાવ. હવે Security પર ટેપ કરો અને Login વિકલ્પ પર જાવ.

Logged in સેક્શનમાં નીચે Show More બટન પર જાવ

હવે અહીં Logout of all sessions પર ક્લિક કરો
First published: