Facebookના 60 હજાર યુઝર્સનો ડેટા થયો લીક, જાણો કેવી રીતે

Facebookના 60 હજાર યુઝર્સનો ડેટા થયો લીક

યુક્રેનના બે યુવકોએ ઓનલાઇન ક્વિઝના માધ્યમથી લગભગ 60 હજારથી વધુ યુઝર્સનો ડેટા લીક કર્યો છે

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: સોશિયલ નેટવર્કિગ સાઇટ ફેસબુકે માહિતી આપતાં જણાવ્યું કે, યુક્રેનના બે યુવકોએ ઓનલાઇન ક્વિઝના માધ્યમથી લગભગ 60 હજારથી વધુ યુઝર્સનો ડેટા બ્રાઉઝર એક્સટેન્શન ઇન્સ્ટોલ કરાવી લીક કર્યો છે. જે બાદ ફેસબુકે આ બન્ને યુવકો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરાવી છે. જોકે, જે યુઝર્સનો ડેટા લીક થયો છે, તેમાં મોટાભાગના યુઝર્સ રૂસના છે.

    ધ ડેલી બીસ્ટ અનુસાર, એન્ડ્ર્યુ ગોબ્રેકોવ અને ગ્લેબ સ્લક્વેસ્કીએ ફેસબુક ન્યૂઝ ફીડ પર પોતાની જાહેરાત બતાવવા માટે બ્રાઉઝર એક્સટેન્શનનો ઉપયોગ કર્યો છે. સાથે જ ફેસબુકે કહ્યું છે કે, કીવમાં રહેનારા આ બન્ને યુવકોએ કેલિફોર્નિયા અને એન્ટી હેકિંગ કાયદાનું ઉલ્લંઘન કર્યું છે. ઉપરાંત તેમણે ફેસબુકના નિયમોનું પણ ઉલ્લંઘન કર્યું છે. જેના કારણે તેમની સામે કેસ ચલાવવામાં આવશે.

    ફેસબુકે કહ્યું કે, એક્સટેન્શન ઇન્સ્ટોલ કરતી વખતે એપ યુઝર્સે પોતાના બ્રાઉઝર સાથે સમાધાન કર્યું અને એને એવી રીતે તૈયાર કરવામાં આવ્યું હતું કે, જ્યારે પણ એપ યુઝર્સ ફેસબુક અથવા કોઇપણ સોશિયલ નેટવર્કિંગ સાઇટ પર જાય તો તે દરમિયાન તેમની માહિતી લીક થઇ જાય અને તેમને અનઓથોરાઇઝ્ડ જાહેરાત દેખાય.

    મળતી માહિતી અનુસાર, આ બન્ને યુવકો વેબ સન ગ્રુપ નામની કંપનીમાં કામ કરે છે. આવામાં ફેસબુકે દાવો કર્યો છે કે, બન્નેએ મળીને કુલ ફેસબુક યુઝર્સ દ્વારા લગભગ 63 હજાર બ્રાઉઝર્સનો ઉપયોગ કર્યો છે. જેનાથી ફેસબુકને 75 હજાર ડોલર એટલે કે 52 લાખ રૂપિયાનું નુકસાન થયું છે.

    આ પણ વાંચો: જબરદસ્ત ફ્રન્ટ કેમેરા સાથે લોન્ચ થશે Vivoનો આ ફોન, જાણો કિંમત

    ઉલ્લેખનીય છે કે, હાલમાં જ સોશિયલ નેટવર્કિંગ સાઇટ ફેસબુકના સીઇઓ માર્ક ઝકરબર્ગે એક બ્લોગ પોસ્ટમાં કહ્યું કે, ફેસબુક યુઝર્સના ડેટાને સિક્યોર કરવાનું પ્લાનિંગ કરી રહ્યું છે. ઝકરબર્ગે તેમની પોસ્ટમાં લખ્યું છે કે, અનક્રિપ્શન ફેસબુકના ફ્યુચર માટે જરૂરી પોઇન્ટ્સમાંથી એક છે. જે બાદ એવી આશા સેવાઇ રહી છે કે, ફેસબુક ટૂંક સમયમાં જ પોતાનું ફોકસ પબ્લિક પોસ્ટની જગ્યાએ તેની મેસેઝીંગ એપ પર અનક્રિપ્શન અને ઇફર્મલ કોમ્યુનિકેશન પર કરશે.
    Published by:Azhar Patangwala
    First published: