આ બજેટ સ્માર્ટફોનમાં પણ આવ્યો 'ફેસ અનલોક' ફિચર

 • Share this:
  સ્માર્ટફોન માટે આજે ફેસ અનલોક એક નવો ટ્રેડિંગ ફિચર બની ગયો છે. હવે ધીરે-ધીરે મોબાઈલ બનાવનાર કંપનીઓ આ ફિચરને પોતાના ફોનમાં રોલ આઉટ કરાવી રહી છે. Honor પણ પોતાના સ્માર્ટફોન 9 Liteમાં ફેસઅનલોક રજૂ કરી રહી છે કંપની ઓવર ધ ટોપ અપડેટ દ્વારા આમાં ફેસ અનલોક ફિચર શરૂ થઈ ગયું છે. આ ફિચર 5 માર્ચથી બધા માટે ઉપલબ્ધ કરાવી દેવામાં આવશે.

  હુવાવે સેલ્સના વાઈસ પ્રેસિડે્ટ પી. સંજીવનું કહેવું છે કે, ફેસ અનલોક ફિચરથી લેસ Honor 9 lite બજેસ સ્માર્ટફોન છે. જણાવી દઈએ કે, એપલ iphone Xના લોન્ચ બાદ ફેસ આઈડી માટે ટચ આઈડીને હટાવી દેવામાં આવી છે, વનપ્લસે પોતાના સ્માર્ટફોન OnePlus 5Tમાં અનલોક ફિચર રજૂ કર્યો છે.  આ ફોન EMUI 8.0 પર બેસ્ડ એન્ડ્રોઈડ 8.0 Oreo પર કામ કરે છે. આમાં 5.65 ઈંચ (1080X2160 પિક્સલ) ફુલ HD+ ડિસ્પલે આપવામાં આવી છે. આ સ્માર્ટફોન Hisilicon Kirin 659 SoC પ્રોસેસર આપેલું છે.  Honor 9 Liteમાં ડ્યુઅલ ફ્રન્ટ અને ડ્યુઅલ રિયર કેમેરો આપવામાં આવ્યો છે. આમાં રિયર કેમેરામાં PDAF ઓટોફોક્સ અને LED ફ્લેશ સાથે 13 એમપી + 2-મેગાપિક્સલનું ડ્યુઅલ રિયર કેમેરા છે. આનું ડ્યુઅલ ફ્રન્ટ કેમેરો પણ 13 એમપીનો છે.  જેની કિંમત 10,999 રૂપિયા છે. આના બીજા વેરિએન્ટમાં 4GB રેમ અને 64GB ઈન્ટરનલ સ્ટોરેજ છે, જેની કિંમત 14,999 રૂપિયા છે.
  Published by:Mujahid Tunvar
  First published: