Redmiના આ ફોન પર રૂ. 1000નું ડિસ્કાઉન્ટ, 12 હજાર સુધીની એક્સચેન્જ ઓફર

News18 Gujarati
Updated: January 22, 2019, 10:29 AM IST
Redmiના આ ફોન પર રૂ. 1000નું ડિસ્કાઉન્ટ, 12 હજાર સુધીની એક્સચેન્જ ઓફર
આ ફોનમાં એક્સચેન્જ ઑફર સાથે મળી રહ્યું છે, ખાસ ડિસ્કાઉન્ટ

ફિલપકાર્ટ પર ચાલી રહેલા રિપબ્લિક ડે સેલમાં આ ફોન પર ખાસ ઑફર આપવામાં આવી છે, જાણો શું છે ઑફર.

  • Share this:
ન્યૂઝ 18 ગુજરાતી: ફ્લિપકાર્ટ શિયોમીના ફોન રેડમી નોટ - પ્રોને સસ્તામાં ખરીદવાની તક આપી રહ્યું છે. 20મી જાન્યુઆરીથી ઈ-કોમર્સની વેબસાઇટ ફ્લિપકાર્ટ પર રિપબ્લિક ડે સેલ ચાલી રહ્યું છે, આ સેલમાં આ લેટેસ્ટ ફોનની ઑફર આપવામાં આવી છે, ત્યારે જાણો 23મી જાન્યુઆરી સુધી યોજાનારા આ સેલમાં મળી રહેલા ફોન વિશે.

સેલમાં શિયોમીનો Redmi Note 6pro પર ફ્લેટ રૂપિયા 1,000ના ડિસ્કાઉન્ટ બાદ રૂપિયા 12,999ની પ્રારંભિક કિંમત પર આ ફોન ખરીદી શકાય છે. આ સાથે રૂપિયા 12,000 સુધીની એક્સચેન્જ ઑફર પણ આપવામાં આવી રહી છે. ગ્રાહક ધારે તો આ ફોન દર મહિને રૂપિયા 432ના EMI પર ખરીદી શકે છે.

Redmi Note 6 Prove ફીચર્સ

Redmi Note 6 Procex FHD+ (2280/1080P) રેઝોલ્યૂશન સાથે 6.26 ઈંચની ડિસપ્લે છે જેનો ઓફસેટ રેશિયો 19.9 છે. આ ફોનમાં 2.5Dનો ગોરિલ્લા ગ્લાસ પ્રોટેક્શન છે. આ સ્માર્ટ ફોનમાં ક્વૉલકૉમ સ્નેપડ્રેગન 636 પ્રોસેસર છે. આ સાથે સ્ટોરેજને 256GB સુધી વધારી શકાય છે.

ફોનમાં 4,000 mAHની બેટરી આપવામાં આવી છે. આ ફોનનો રેર કૅમેરા 12 મેગાપિક્સલનો છે, જ્યારે સેલ્ફી માટે 20 મેગાપિક્સલ અને 2 મેગાપિક્સલનના કૅમેરા આપવામાં આવ્યો છે. આ સ્માર્ટફોન MIUI 10 પર ઓપરેટ થશે જે એન્ડ્રૉઇડ 8.1 Oreo આધારિત છે.
First published: January 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...