નવી દિલ્હી. પહેલી માર્ચથી દેશભરમાં કોવિડ-19ની વિરુદ્ધ વેક્સીનેશન (Vaccination Against Coronavirus) અભિયાનનું બીજું ચરણ શરૂ થઈ ગયું છે, જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના અને ગંભીર રોગોથી પીડાતા 45 વર્ષથી વધુ ઉંમરના લોકોને વેક્સીન આપવામાં આવશે. સરકારે વેક્સીનને ટ્રેક કરવા (Vaccine Tracking) અને તેના માટે રજિસ્ટ્રેશન કરાવવા માટે Co-WIM એપની ઘોષણા પણ કરી, જેને Co-WIN 2.0 પણ કહેવામાં આવી રહી છે. ભારતમાં વેક્સીનેશનની પ્રક્રિયા (Vaccination Process)નું મોનિટરિંગ આ એપ અને પોર્ટલના માધ્યમથી કરવામાં આવી રહ્યું છે. જે લોકોને વેક્સીનના બે શોટ મળી જશે, તેમને Co-WIN 2.0 પોર્ટલ કે પછી આરોગ્ય સેતુ એપથી કોવિડ-19 સર્ટિફિકેટ મળી જશે.
16 જાન્યુઆરીથી શરુ થયેલા વેક્સીનેશન અભિયાન હેઠળ પહેલા ફ્રન્ટલાઇન વર્કરોને વેક્સીન આપવામાં આવી અને હવે બીજું ચરણ શરૂ થયું છે. હાલ Co-WINના માધ્યમથી વેક્સીનેશનને લઈને કેટલીક વાતો સ્પષ્ટ છે, પરંતુ આ પોર્ટલના પેનલના ચેરમેન આર. એસ. શર્માએ News18 સાથેની ખાસ વાતચીતમાં તેના વિશેની જરૂરી વાતો જણાવી.
ભારતમાં વેક્સીન માટે કેવી રીતે રજિસ્ટ્રેશન કરાવી શકાય?
પહેલી કે બીજી માર્ચથી પાત્રતા ધરાવતી વ્યક્તિ પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકશે. શર્માએ જણાવ્યું કે, Co-WIN એપ, આરોગ્ય સેતુ એપ કે પછી Co-WINની વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરાવી શકાય છે. શર્મએ વધુમાં જણાવ્યું કે જ્યાં સુધી આ પ્રકારના રજિસ્ટ્રેશન સિસ્ટમની લોકપ્રિયતા નહીં વધે ત્યાં સુધી લોકો વ્યક્તિગત રીતે રજિસ્ટ્રેશન પણ કરાવી શકે છે.
રજિસ્ટ્રેશન માટે કયા દસ્તાવેજો જરૂરી છે?
સરકારે એ સ્પષ્ટ કરી દીધું છે કે મોબાઇલ નંબરના માધ્યમથી તમે જ્યારે રજિસ્ટ્રેશન કરાવશો ત્યારે ઓટીપી મળશે. આ ઓટીપીથી તમે રજિસ્ટ્રેશન કરી શકશો. રજિસ્ટ્રેશન દરમિયાન આપનું નામ, ઉંમર, લિંગ અને ઓળખ પત્રની વિગતો રજૂ કરવી પડશે અને આ ઓળખ પત્ર વેક્સીન સેન્ટર પર લઈને જવું પડશે. જે લોકો 45 વર્ષથી વધુ ઉંમરના છે, તેમને રજિસ્ટ્રેશન દરમિયાન પોતાની ગંભીર સ્વાસ્થ્ય સ્થિતિ સંબંધી મેડિકલ સર્ટિફિકેટ પણ અપલોડ કરવું પડશે.
કેટલા લોકો રજિસ્ટ્રેશન કરી શકશે?
Co-WIN એપ પર પરિવારના ચાર સભ્યોનું રજિસ્ટ્રેશન થઈ શકે છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે જો આરોગ્ય સેતુ એપ હાલ ઉપલબ્ધ છે તેના માધ્યમથી પણ આ પ્રકારના જ ફાયદા મળશે. આ એપમાં હાલ Co-WIN સેક્શન જોડવામાં આવ્યું છે, જે યૂઝર્સને વેક્સીન સંબંધિત સર્ટિફિકેટ વગેરેની જાણકારી અને આંકડા આપશે. આપના મોબાઇલમાં જો લાંબા સમયથી આ એપ છે તો આપ તેને અપડેટ કે નવેસરથી ડાઉનલોડ કરી શકો છો.
શર્માએ જણાવ્યું કે , Co-WIN એપના માધ્યમથી લોકો માત્ર વેક્સીનની તારીખ અને વેક્સીન સેન્ટર પસંદ કરી શકશે. પરંતુ કઈ વેક્સીન લેવી તે તેની પસંદગી નહીં કરી શકાય.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર