Home /News /tech /શું તમને ખબર છે? WhatsAppના એન્ક્રિપ્ટેડ મેસેજ પણ સુરક્ષિત નથી

શું તમને ખબર છે? WhatsAppના એન્ક્રિપ્ટેડ મેસેજ પણ સુરક્ષિત નથી

જુના ઍન્ડ્રોઇડ વર્ઝન પર ખતરો

વોટ્સએપમાં ડિફોલ્ટ વિક્લપ એવો હોય છે કે તમારી ફાઇલ એક્સટર્નલ સ્ટોરેજ (મેમરી કાર્ડ)માં સેવ થાય.

જો તમે એવું માની રહ્યા છો કે વોટ્સએપ અને ટેલીગ્રામ જેવી મેસેજિંગ એપ્લિકેશનની ફાઇલો સંપૂર્ણ રીતે સુરક્ષિત છે તો તમે ખોટું માનો રહ્યા છો. સિમેન્ટેકના સંશોધકોએ જણાવ્યું કે આ એપની સેવ કરવામાં આવેલી ફાઇલ પર પણ અટેક કરવામાં આવી શકે છે.

ધ વર્જના રિપોર્ટ પ્રમાણે આ પ્રકારની ફાઇલોને સામાન્ય રીતે ઇન્ટરનલ સ્ટોરેઝ કે પછી એક્સટર્નલ સ્ટોરેજમાં સેવ કરવામાં આવે છે. એક્સટર્નલ (મેમરી કાર્ડ)માં સેવ થયેલી ફાઇલો પર માલવેર અટેક થઈ શકે છે. જ્યારે ઇન્ટરનલ સ્ટોરેજને ફક્ત એ જ એપ્લિકેશન દ્વારા એક્સેસ કરી શકાય છે, જ્યારે એક્સટર્નલ સ્ટોરેજને બીજી એપ્લિકેશનથી પણ એક્સેસ કરી શકાય છે. વોટ્સએપમાં ડિફોલ્ટ વિક્લપ એવો હોય છે કે તમારી ફાઇલ એક્સટર્નલ સ્ટોરેજ (મેમરી કાર્ડ)માં સેવ થાય, જ્યારે ટેલીગ્રામમાં "સેવ ટુ ગેલેરી" વિકલ્પ પસંદ કરેલો હોય ત્યારે આવું થાય છે.

આ પણ વાંચો : હવે સરકારી કર્મચારીઓ ઓફિસમાં નહીં ચલાવી શકે ફેસબૂક-વોટ્સએપ

આ પ્રકારના અટેકને "મીડિયા ફાઇલ જેકિંગ" કહેવામાં આવે છે. આ પ્રકારનો એક્સેસ મેળવવા માટે કોઈ પણ હેકરને ફક્ત એક વાયરસગ્રસ્ત એપની જરૂર હોય છે. એટલે સુધી કે કોઈ હેકર તમારા ફોનમાંથી મોકલવામાં આવી રહેલા મેસેજને પણ યૂઝરની જાણકારી વગર બદલી શકે છે.

ધ વર્જના જણાવ્યા પ્રમાણે વોટ્સએપ પ્રવક્તાએ જણાવ્યું કે તેની સ્ટોરેજ સિસ્ટમમાં બદલાવ કરવાથી મીડિયા ફાઇલ શેર નહીં થઈ શકે અને નવી પ્રાઇવસી પોલીસી નહીં લેવી પડે. પ્રવક્તાએ કહ્યું કે મીડિયા સ્ટોરેજને લઈને વોટ્સએપ અત્યાર સુધીને સૌથી ઉત્તમ પદ્ધતિને અનુસરે છે.
First published:

Tags: Telegram, Whatsapp