Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? Tesla સીઈઓના ટ્વીટથી ખળભળાટ
Elon Muskને રહસ્યમય મૃત્યુનો ડર? Tesla સીઈઓના ટ્વીટથી ખળભળાટ
એલન મસ્કે ટ્વિટ કરીને તેના રહસ્યમય મૃત્યુની શંકા વ્યક્ત કરી છે.
Elon Musk Tweet: મસ્કે ટ્વિટમાં કહ્યું છે કે, ‘જો મારું રહસ્યમય પરિસ્થિતિમાં મૃત્યુ થાય છે તો એ જાણીને સારું લાગ્યું.’ જો કે, મસ્કની આ ટ્વિટનો સ્પષ્ટ અર્થ નથી સમજી શકાયો, પરંતુ તેને રશિયન સેના સાથે જોડવામાં આવી રહ્યું છે.
Elon Musk Tweet: વિશ્વના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ અને ટેસ્લા (Tesla)ના સીઈઓ એલન મસ્ક (Elon Musk) દરરોજ ટ્વિટર પર ધમાલ મચાવી રહ્યા છે. જ્યારથી એલન મસ્ક દ્વારા ટ્વિટર હસ્તગત કરવાની વાત સામે આવી છે ત્યારથી ટ્વિટર (Twitter) અને એલન મસ્ક બંને ચર્ચાનો વિષય બન્યા છે. મસ્કે ટ્વિટરને 44 અબજ ડોલરમાં ખરીદવાની વાત કરી છે, તો આ ડીલ ટૂંક સમયમાં પૂર્ણ થવાની આશા છે. આજે મસ્કે ટ્વિટ કરીને તેના રહસ્યમય મૃત્યુની શંકા વ્યક્ત કરી છે.
મસ્કે ટ્વીટમાં કહ્યું કે ‘જો રહસ્યમય સંજોગોમાં મારું મૃત્યુ થાય તો એ જાણીને સારું લાગ્યું' જો કે મસ્કના આ ટ્વીટનો અર્થ સ્પષ્ટ રીતે સમજી શકાયો નથી, પરંતુ તેને રશિયન સેના સાથે જોડવામાં આવી રહ્યો છે. મસ્કની ટ્વીટને 1 લાખ 10 હજારથી વધુ લોકોએ રીટ્વીટ કરી છે, 7 લાખ 58 હજારથી વધુ લોકોએ લાઈક કરી છે અને લગભગ 72 હજાર લોકોએ આ ટ્વિટ પર કમેન્ટ કરી છે.
If I die under mysterious circumstances, it’s been nice knowin ya
તમને જણાવી દઈએ કે થોડા સમય પહેલા એલન મસ્કે એક પોસ્ટ શેર કરી હતી, જે કોઈ સ્ટેટમેન્ટનો સ્ક્રીનશોટ લાગે છે જે કથિત રીતે રોસ્કોસ્મોસના ડિરેક્ટર જનરલ દિમિત્રી ઓલેગોવિચ રોગોઝિને રશિયન મીડિયાને આપેલું સ્ટેટમેન્ટ હતું. આમાં રશિયાના રોગોઝિને એલન મસ્કને યુક્રેનિયન સૈન્યને કમ્યુનિકેશન ડિવાઇસ આપવા અંગે ધમકી આપી હતી. રોસ્કોસ્મોસના વડાએ કથિત રીતે રશિયન મીડિયાને જણાવ્યું હતું કે મારીયુપોલમાં મસ્કનું સેટેલાઇટ કોન્સ્ટેલેશન યુક્રેન સેનાને ઇન્ટરનેટ એક્સેસ પ્રદાન કરી રહ્યું છે.
આ બંને ટ્વીટથી એવી અટકળો લગાવાઈ રહી છે કે મસ્કને યુક્રેનને યુદ્ધમાં મદદ કરવાને લઇને ધમકીઓ મળી રહી છે. થોડા દિવસો પહેલા, મસ્કે ટ્વિટર પર કેટલાક યુઝર્સના ઉપયોગ માટે ચાર્જ લગાવવા વિશે પણ ટ્વિટ કર્યું હતું. મસ્ક ઘણીવાર ટ્વિટરની પોલિસીની ટીકા કરતા રહે છે, હવે જોવાનું એ રહે છે કે ટ્વિટર ખરીદની ડીલ પૂર્ણ થયા બાદ મસ્ક ટ્વિટરમાં કેવી રીતે ફેરફાર કરી શકે છે.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર