Home /News /tech /આ બધાને કાઢી મૂકો...એલન મસ્કના આદેશે મેનેજરને ઉલટી કરાવી દીધી

આ બધાને કાઢી મૂકો...એલન મસ્કના આદેશે મેનેજરને ઉલટી કરાવી દીધી

એલન મસ્કનો આદેશ

ELON MUSK & TWITTER: ટ્વીટરના નવાબોસ એલન મસ્ક દ્વારા કંપનીના કર્મચારીઓને અડધા કરવાના નિર્ણયના ભાગરૂપે સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્દેશ સાંભળ્યા બાદ ટ્વીટર મેનેજરને ઉલટી થઈ ગઈ.

    એલન મસ્કના ટ્વીટર ખરીદ્યાં પછી ટ્વીટર અંગે રોજ ચોંકવનારી ખબરો બહાર આવે છે અને વિવાદો રોજ વધતા જઈ રહ્યા છે. એક નવા અહેવાલમાં જાણવા મળ્યું છે કે નવાબોસ એલન મસ્ક દ્વારા કંપનીના કર્મચારીઓને અડધામાં ઘટાડવાના નિર્ણયના ભાગરૂપે સેંકડો કર્મચારીઓને કાઢી મૂકવાનો નિર્દેશ સામ્ભલ્યા બાદ ટ્વીટર મેનેજરને ઉલટી થઈ હતી.

    ગ્રાફિક વિગતો દ્વારા ટ્વીટરની ગંભીર સ્થિતિનું વર્ણન કરતા ન્યૂ યોર્ક ટાઈમ્સે એલન મસ્ક દ્વારા સોશિયલ મીડિયા જાયન્ટના $44 બિલિયનમાં ટેકઓવર પછી 36 વર્તમાન અને ભૂતપૂર્વ ટ્વીટર કર્મચારીઓ સાથે વાત કરી.

    અહેવાલમાં જણાવાયું છે કે જેમાંથી કેટલાકે અખબારને જણાવ્યું હતું કે ઘણા કર્મચારીઓએ આંતરિક સ્લેક ચેનલ દ્વારા સામૂહિક છટણી વિશે જાણ્યું હતું, જ્યાં HR અને લીગલ ટીમોએ 2 નવેમ્બરના રોજ આ પગલાં અંગે ચર્ચા કરી હતી. આ મેસેજમાં સૂચિત હતું કે 3,738 જેટલા કર્મચારીઓની છટણી કરવામાં આવી શકે છે. જે બાદ તરત જ કર્મચારીઓ વિદાય લેવા લાગ્યા અને માહિતી પ્રસરવા લાગી.

    અહેવાલમાં જણાવાયું છે કે, "એક એન્જિનિયરિંગ મેનેજરનો મસ્કના સલાહકારો અથવા ટવીટરના કર્મચારીઓની ભાષામાં કહીએ તો ‘ગુંડાઓ’ દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. તે લોકોએ તેને સેંકડો લોકોની એક યાદી આપી હતી, જેમાં તેણે આ લોકોને એક સાથે નોકરીએથી કાઢી મુકવાનો આદેશ હતો. આ સાંભળી તે કર્મચારીએ તેના પગ પાસે કચરાપેટીમાં ઉલટી કરી દીધી હતી.”

    આગળ રિપોર્ટ જણાવે છે કે જેઓ કર્મચારીઓ છટણીમાંથી બચી ગયા હતા, તેઓને ઓફિસમાં સૂઈ જવું પડતું, કારણ કે તેઓ મસ્કના ઓર્ડરને પહોંચી વળવા માટે કઠોર સમયપત્રક પર કામ કરતા હતા.

    આ પણ વાંચો: ટ્વિટર ખાડે જશે? એલન મસ્કે વ્યક્ત કરી નાદાર જાહેર થવાની સંભાવના, જુઓ શું કારણ આપ્યું

    અખબારે જણાવ્યું હતું કે એલન મસ્કે કર્મચારીઓને કહ્યું હતું કે "જે લોકો હાર્ડ કોર મેહનત કરવા અને જીતવા માટે રમવા સક્ષમ છે, તેમના માટે ટ્વીટર એક સારી જગ્યા છે. પરંતુ જેઓ તૈયાર નથી, હું તેમની સ્થિતિ સંપૂર્ણપણે સમજુ છું, પરંતુ પછી ટ્વીટર તમારા માટે નથી.”



    સત્તા સંભાળ્યા પછી એલન મસ્કે તેની નવી સબ્સ્ક્રિપ્શન સર્વિસ, ટ્વીટર બ્લુ અંતર્ગત બ્લુ ટીક વેરિફિકેશન ચેક માર્ક માટે 8 ડોલરની ફી વસુલવા જેવી વિવાદાસ્પદ ફેરફારોની શ્રેણી રજૂ કરી છે. શુક્રવારે આ કાર્યક્રમ સ્થગિત કરવામાં આવ્યો હતો.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Elon musk, Mobile and tech, Twitter, ટ્વિટર

    विज्ञापन
    विज्ञापन