Home /News /tech /Electric Vehicles: કઈ રીતે કામ કરે છે ઈલેક્ટ્રિક વાહનની બેટરી? એક ક્લિકમાં જાણો તમામ વિગત

Electric Vehicles: કઈ રીતે કામ કરે છે ઈલેક્ટ્રિક વાહનની બેટરી? એક ક્લિકમાં જાણો તમામ વિગત

These are the 5 cheapest electric cars

Electric vehicle Battery: ઇલેક્ટ્રિક કાર ચલાવવી પેટ્રોલ-ડીઝલ કારની સરખામણીએ સસ્તી હોય છે. આ સિવાય ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ આપણા પર્યાવરણ માટે પણ લાભદાયી છે.

નવી દિલ્હી: ઓટોમોબાઈલ ઈન્ડસ્ટ્રી (Automobile Industry)માં પ્રતિદિન નવી ટેક્નોલોજી (New Technology)ની લહેર છવાઇ રહી છે. તેવામાં ભારતીય બજારમાં પણ ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles in India)ની માંગ સતત વધી રહી છે. પેટ્રોલ-ડીઝલના ભાવોમાં થઇ રહેલો વધારો તેના માટે જવાબદાર હોઇ શકે છે. ઇલેક્ટ્રિક કાર ચલાવવી પેટ્રોલ-ડીઝલ કારની સરખામણીએ સસ્તી હોય છે. આ સિવાય ઇલેક્ટ્રિક વાહનોનો ઉપયોગ આપણા પર્યાવરણ માટે પણ લાભદાયી છે. ઇલેક્ટ્રિક બેટરી (Electric Battery) સંચાલિત વાહનો ઓટોમોબાઇલ ક્ષેત્રમાં સૌથી મોટી ક્રાંતિ ગણાવી શકાય. મોટાભાગની તમામ ઓટોમોબાઇલ બ્રાન્ડ્સે આ ક્ષેત્રમાં ઝંપલાવ્યું છે. તો આ કઇ રીતે કાર્ય કરે છે (How it Works)? વિશે તમારે શું જાણવાની જરૂર છે? વગેરે વિષય પર વાત કરીએ.

ઇલેક્ટ્રિક વાહનો શું છે અને કઇ રીતે કરે છે કામ?

ઇલેક્ટ્રિક વાહન કાં તો લિથિયમ-આયન બેટરી પેક અથવા નિકલ-મેટલ હાઇડ્રાઇડ દ્વારા સંચાલિત હોય છે. લિથિયમ-આયન બેટરી મોટાભાગે મોબાઇલ ફોનની જેમ જ કામ કરે છે. તેથી જ એપલ કે સેમસંગ જેવી મોટાભાગની મોટી કંપનીઓ આ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. સૌથી પ્રાથમિક તબક્કામાં બેટરીમાં અનેક અલગ અલગ સેલ્સ હોય છે જેને એક સાથે પેક કરવામાં આવે છે, જેથી બેટરીને એક ચેસની અંદર ફીટ કરી શકાય. બેટરી એકમની ઉર્જા ક્ષમતા માપવા માટે વપરાતા એકમને કિલોવોટ-અવર (અથવા kWh) કહેવાય છે. આ વસ્તુને તમે એક રન-ઓફ-ધ-મિલ ઇન્ટર્નલ કોમ્બ્યુશન એન્જીન તરીકે વિચારો. તેથી ઇલેક્ટ્રિક વાહનોની બેટરીની ક્ષમતા જેટલી વધુ હશે, તેટલી જ વધુ રેન્જ મળશે અને તેટલો જ પાવર વધુ મળશે.

તે કેટલી ટકાઉ છે?

લાંબા સમય સુધી ચાલતી ICE કારોને જોતા ટ્રાન્જીશનનો આ એક ભાગ હજુ સુધી ધાર્યા પ્રમાણે સ્મૂથ નથી. જોકે, એક તથ્ય તે પણ છે કે, ઇવીએસમાં પેટ્રોલ કે ડીઝલથી ચાલતા એન્જીનની સરખામણીમાં ઓછા મૂવિંગ પાર્ટ્સ હોય છે. તેથી તમને રીપેરના ખર્ચાઓ ઓછા લાગશે અને ઇલેક્ટ્રિક વ્હીકલ્સને વધુ ટકાઉ બનાવશે. જોકે, તે બેટરી પેકની ક્ષમતા પણ આધારિત છે.

બેટરીની લાઇફ

ઉદાહરણ તરીકે ટાટા મોટર્સ હાલમાં જ લોન્ચ કરેલ Tigor EV પર બેટરી પેક અને મોટર પર આઠ વર્ષ કે 1,60,000 કિ.મી.ની વોરન્ટી પ્રદાન કરે છે. જોકે, આ કોઇ ચિંતાનો વિષય નથી. પરંતુ મોટાભાગના વિશેષકોનું માનવું છે કે મોટાભાગે ઇલેક્ટ્રિક વાહનોની બેટરી લાઇફ 10 વર્ષની આસપાસ હોવી જોઇએ. પરંતુ હજુ પણ હવામાન, રસ્તાની સ્થિતિ અને બેટરી પેકની ગુણવત્તા જેવા ઘણા પરીબળો છે, જે ઇલેક્ટ્રિક કારની ઉંમરને વધારી દેશે. જ્યાં સુધી રેન્જની વાત છે, તો બેટરી જેટલી મોટી હશે, તેટલી વધુ શક્તિ અને રેન્જ ઇવીમાંથી મળી શકશે.

શા માટે કિંમતો વધુ છે?

સૌ પ્રથમ તો બેટરી પેક્સ ખૂબ મોટા હોય છે. બીજી વાત કે આ ટેક્નોલોજી બજારમાં હજુ પણ નવી છે અને હજુ વધુ આધુનિક અને પ્રોગ્રેસ તરફ છે. આ સિવાય સૌથી મહત્વનું પરીબળ છે કે ઇલેક્ટ્રિક કારને ડ્રાઇવ કરતી સમયે કોઇ ઉત્સર્જન થતું નથી. લિથિયમ-આયન બેટરી પેક બનાવવાની પ્રક્રિયા અને કાર હજુ પણ અશ્મિભૂત ઇંધણોથી ચાલતા ઉદ્યોગો પર નિર્ભર છે. તેથી હાલ પેટ્રોલથી ચાલતા વાહનોની સાપેક્ષમાં ઇલેક્ટ્રિક વાહનો થોડા મોંઘા છે.

આ પણ વાંચો: શું ઇલેક્ટ્રિક વાહનો ભરોસાપાત્ર હોય છે? એક અભ્યાસમાં સામે આવ્યા ચોંકવનારા તારણો

ક્યારે વસાવવી જોઇએ આ કાર?

આ સવાલ થોડો અઘરો છે. કારણ દેશમાં સારા ઇવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર આવવા સુધી રાહ જોવી વધુ સલાહભર્યુ છે. જેમાં એક સારું R&D, વધુ ચાર્જીંગ સ્ટેશન, ભારતીય માર્ગો પર EVનું યોગ્ય ટેસ્ટિંગ અને અન્ય પરીબળો સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Automobile, Battery, Electric vehicles, EV, કાર, ટેકનોલોજી

विज्ञापन
विज्ञापन