Home /News /tech /

Hero, OLA ને પછાડી Okinawa બની ભારતની નંબર 1 ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બ્રાન્ડ

Hero, OLA ને પછાડી Okinawa બની ભારતની નંબર 1 ઇલેક્ટ્રિક ટુ વ્હીલર બ્રાન્ડ

ઓકિનાવા (Okinawa)ના જૂન 2022 વેચાણના કિસ્સામાં નંબર ઇલેક્ટ્રીક ટુ વ્હીલર બ્રાન્ડ રહી

દેશના 8 ટોચના ઇલેક્ટ્રિક વાહન (Electric vehicle) ઉત્પાદકોએ કુલ 38,693 એકમોનું વેચાણ કર્યું હતું. વેચાણની દ્રષ્ટિએ હીરો ઇલેક્ટ્રિક (Hero Electric) ત્રીજા નંબરે છે. હીરો ઈલેક્ટ્રીકએ જૂન 2022માં 6,486 યુનિટ વેચ્યા હતા. મે મહિનામાં હીરોના માત્ર 2,739 યુનિટ વેચાયા હતા. ઓલા (OLA) 5,689 યુનિટ સાથે ચોથા નંબરે સરકી ગઈ છે.

વધુ જુઓ ...
    હાલ લોકો ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે. અને ઇલેક્ટ્રિક વાહનોના વેચાણમાં પણ ખૂબ વઘારો થતો જોવા મળી રહ્યો છે. ભારતમાં મંથ ઓન મંથ (MoM)ના સંદર્ભમાં ઈલેક્ટ્રિક ટુ વ્હીલરના વેચાણ (Sales of electric two wheelers)માં 9.89 ટકાનો વધારો થયો છે. દેશના 8 ટોચના ઇલેક્ટ્રિક વાહન (Electric vehicle) ઉત્પાદકોએ કુલ 38,693 એકમોનું વેચાણ કર્યું હતું. આ આંકડા જૂન 2022ના છે. તે જ સમયે, મે 2022 માં કુલ 35,212 યુનિટ્સનું વેચાણ થયું હતું. ભારતમાં ઇલેક્ટ્રિક ટુ વ્હીલર (Electric two wheeler) સેગમેન્ટ ધીમે ધીમે વધી રહ્યો છે અને ગ્રાહકો પરંપરાગત ટુ વ્હીલરને બદલે ઇલેક્ટ્રિક વાહનો તરફ વળી રહ્યા છે.

    ઓકિનાવા (Okinawa) સૌથી વધુ ઈલેક્ટ્રિક ટુ-વ્હીલર્સ વેચવાની બાબતમાં નંબર વન પર રહ્યું. કંપનીએ જૂનમાં 6,976 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. જોકે, મેની સરખામણીએ કંપનીના વેચાણમાં 21.51 ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો. બીજા નંબરે એમ્પીયર હતું, જેણે 6,534 યુનિટ વેચ્યા હતા. મેની સરખામણીમાં કંપનીએ 1,005 યુનિટ વધુ વેચ્યા હતા. મે 2022માં એમ્પીયરના 5,529 યુનિટ વેચાયા હતા.

    નંબર 3 પર હીરો ઇલેક્ટ્રિક
    વેચાણની દ્રષ્ટિએ હીરો ઇલેક્ટ્રિક (Hero Electric) ત્રીજા નંબરે છે. હીરો ઈલેક્ટ્રીકએ જૂન 2022માં 6,486 યુનિટ વેચ્યા હતા. મે મહિનામાં હીરોના માત્ર 2,739 યુનિટ વેચાયા હતા.

    આ પણ વાંચો: ભારતમાં લોન્ચ થઇ સસ્તી ઇલેક્ટ્રિક બાઈક, સિંગલ ચાર્જમાં દોડશે 100 કિમી

    ઓલા ચોથા નંબરે સરકી
    ઓલા (OLA) 5,689 યુનિટ સાથે ચોથા નંબરે સરકી ગઈ છે. જૂનમાં ઓલાના માત્ર 5,698 યુનિટ વેચાયા હતા. ઓલાના વેચાણમાં 34.47 ટકાનો ઘટાડો જોવા મળ્યો છે.

    આ પણ વાંચો: 2022 TVS Radeon: TVS એ લોન્ચ કરી બેસ્ટ માઈલેજવાળી બાઈક, જાણો કિંમત અને ફિચર્સ

    TVS iCube (હોલસેલ) પાંચમા નંબરે

    TVS iCube (હોલસેલ) પાંચમા નંબરે હતી. કંપનીએ જૂન 2022માં 4,667 યુનિટ્સનું વેચાણ કર્યું હતું. મે મહિનામાં કંપનીએ 2,637 યુનિટ વેચ્યા હતા. સેઇલે જૂનમાં 76.98 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. છઠ્ઠા નંબરે એથર એનર્જી 3,797 યુનિટ સાથે હતી. અથરના વેચાણમાં મેની સરખામણીમાં 22.56 ટકા વેચાણ જોવા મળ્યું હતું. રિવોલ્ટ 2,419 યુનિટ્સ વેચીને સાતમા નંબરે રહ્યો. રિવોલ્ટે પણ સકારાત્મક વેચાણ નોંધાવ્યું હતું અને મેની સરખામણીમાં 52 ટકા વધુ એકમોનું વેચાણ કર્યું હતું. જોય ઇબાઇક્સ (જથ્થાબંધ) 2,125 એકમો સાથે છેલ્લે આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Auto news, Electric bike, Electric vehicle

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन