Home /News /tech /

ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા પર મળશે સબસીડી

ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા પર મળશે સબસીડી

સરકારના આ નિર્ણયથી હિમાદ્રી કેમિકલને ઘણો ફાયદો થશે. કંપનીને ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલરની માંગ વધારવાથી ફાયદો થશે...

સરકારના આ નિર્ણયથી હિમાદ્રી કેમિકલને ઘણો ફાયદો થશે. કંપનીને ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલરની માંગ વધારવાથી ફાયદો થશે...

દિલ્હી સરકાર જૂના બીએસ-2 સ્ટેંડર્ડ ટૂ-વ્હીલરને ફેઝ આફટ કરવા નવી યોજના લઈ આવી રહી છે. આ યોજના પ્રમાણે, ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલર ખરીદવા પર 30 હજાર સુધીની સબસિડી આપવામાં આવશે. આ સબસિડી બીએસ-2 સ્ટેડર્ડ વાળા ટૂ-વ્હીલર ખરીદનાર લોકોને મળશે. તમને જણાવી દઈએ કે દિલ્હીમાં બીએસ-2 માન્યતાવાળા લગભગ 35 લાખ ટૂ-વ્હીલર્સ છે. આ સબસિડી ગ્રીન ફંડમાંથી આપવામાં આવશે.

સરકારના આ નિર્ણયથી હિમાદ્રી કેમિકલને ઘણો ફાયદો થશે. કંપનીને ઈલેક્ટ્રીક ટૂ-વ્હીલરની માંગ વધારવાથી ફાયદો થશે. હિમાદ્રી કેમિકલ એક માત્ર ઘરેલું કંપની છે. લિથિયમ આયન બેટરીમાં એડવાન્સ કાર્બનનો ઉપયોગ થાય છે. લિથિયમ બેટરી માટે એડવાન્સ કાર્બનની માંગ વધી રહી છે, કંપનીની યોજના 2020 સુધી પોતાની ક્ષમતા વધારી 20000 ટન કરવા જઈ રહી છે.

આ સિવાય જણાવી દઈએ કે, ભારત, દુનિયાનું સૌથી મોટુ ટૂ-વ્હીલર માર્કેટ છે. દિગ્ગજ ઓટોમોબાઈલ કંપનીઓ ઈન્ડીયન માર્કેટમાં એન્ટ્રી કરી બિઝનેસ વધારવા માંગ છે. ટૂ-વ્હીલર કંપનીઓ 2018માં નવા અને પાવરફૂલ સ્કૂટર લઈ આવવાની તૈયારીમાં છે. એટલે કે, 150સીસીથી લઈ 300સીસી સુધીના સ્કુટર બજારમાં આવી શકે છે.
First published:

Tags: Auto, Delhi goverment, Electric two wheeler, Electric vehicle, India marcket, દિલ્હી

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन