Home /News /tech /Electric car મોબાઈલ ફોન કરતા વધુ ઝડપથી ચાર્જ થશે, 10 મિનિટમાં 90% ચાર્જ થઈ જશે બેટરી

Electric car મોબાઈલ ફોન કરતા વધુ ઝડપથી ચાર્જ થશે, 10 મિનિટમાં 90% ચાર્જ થઈ જશે બેટરી

યુએસ રિસર્ચ ટીમ આ કામ કરી રહી છે.

ઈલેક્ટ્રિક કાર (Electric car)ની સૌથી મોટી સમસ્યા ચાર્જિંગ (Charging Time)માં લાગતો સમય છે. પરંતુ, હવે સંશોધકો જે દિશામાં કામ કરી રહ્યા છે, ચાર્જિંગની સમસ્યા સંપૂર્ણપણે દૂર થઈ શકે છે.

    Electric car charger: ઈલેક્ટ્રિક વાહનો (Electric vehicle)ને દુનિયાભરમાં ખૂબ પસંદ કરવામાં આવી રહ્યાં છે. પરંતુ, આની સાથે સૌથી મોટો પડકાર છે ચાર્જ કરવામાં લાગતો સમય. ઈલેક્ટ્રિક કારના ચાર્જિંગ ટાઈમ વિશે પણ સતત ચર્ચા થતી રહે છે. કારણ કે, જેઓ લાંબા અંતરની મુસાફરી કરે છે તેઓ ચાર્જિંગમાં લાગતા સમયને લઈને ખૂબ જ ચિંતિત હોય છે.

    આવા સમયે કેટલાક અમેરિકન રિસર્ચર્સે બેટરી ચાર્જ કરવાની એવી અનોખી રીત અપનાવી છે, જેના પછી કારની બેટરી 10 મિનિટમાં 90% ચાર્જ થઈ જશે. જો કે, આ ટેક્નોલોજીને જમીન પર ઉતરવામાં અને હવે બજારમાં આવવામાં લગભગ 5 વર્ષ લાગી શકે છે.

    ઇલેક્ટ્રિક કારનું માર્કેટ બદલાશે


    વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ ટેક્નોલોજીને લાગુ કરવામાં સમય લાગી શકે છે, પરંતુ જ્યારે તે માર્કેટમાં આવશે ત્યારે તે ઈલેક્ટ્રિક કારના માર્કેટને બદલી નાખશે. તેનાથી પ્રેરિત થઈને ઘણા લોકો ઈલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી શકે છે. આ અભ્યાસનું નેતૃત્વ ઇડાહો નેશનલ લેબોરેટરીના એરિક ડુફેક દ્વારા કરવામાં આવ્યું હતું. તેઓ કહે છે કે અમે લક્ષ્યની નજીક છીએ. તમે તેને ટૂંક સમયમાં ગેસ પંપ પર જોશો.

    આ પણ વાંચો: આ Electric cars ભારતમાં થશે લોન્ચ, શાનદાર ફિચર્સ સાથે કિંમત પણ હશે ઘણી ઓછી, જુઓ તસવીરો

    ઝડપી ચાર્જિંગ જરૂરી છે


    હાલમાં ઈલેક્ટ્રિક કારને અલગ-અલગ રીતે ચાર્જ કરવામાં આવી રહી છે. તે પણ અલગ અલગ સમય લે છે. ઉદાહરણ તરીકે, ઇલેક્ટ્રિક વાહનને ચાર્જ કરવામાં સૌથી ધીમી તકનીક 40-50 કલાક લે છે, જ્યારે સૌથી ઝડપી તકનીક 20 મિનિટથી 1 કલાકમાં 80% ચાર્જ કરી શકે છે.

    આ પણ વાંચો: Tata Nexon EV Jet વેરિઅન્ટ લોન્ચ, જુઓ કિંમત અને ફીચર્સ

    બેટરીને નુકસાનથી બચાવવા માટે


    જો કે, બેટરીને ઝડપી ચાર્જ કરવામાં સૌથી મોટો પડકાર એ છે કે તે બેટરીને નુકસાન પહોંચાડે છે. તેનાથી બેટરીમાં વિસ્ફોટ થઈ શકે છે. તેની ઉંમર ઘટી શકે છે અને કામગીરીને અસર થઈ શકે છે. આને ધ્યાનમાં રાખીને, ડ્યુફેક અને તેમની ટીમ બેટરીને ઝડપથી ચાર્જ કરવાની અને તેની અસર કેવી રીતે ન થાય તેના પર કામ કરી રહી છે. આ માટે તેઓ 2 હજારથી 3 હજાર સુધીનો ડેટા ચેક કરી રહ્યા છે. સંશોધકની આ ટેક્નોલોજીથી ઇલેક્ટ્રિક વ્હીકલ માર્કેટમાં તેજી આવી શકે છે. ઓછા સમયમાં, મોટી વસ્તી ઇલેક્ટ્રિક વાહનો તરફ આગળ વધી શકે છે. જોઈએ આ ટેક્નોલોજી ક્યારે માર્કેટમાં આવે છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Auto news, Electric car, Electric vehicles

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन