Home /News /tech /

electric bike: જલ્દી જ માર્કેટમાં આવી રહી છે 200Km રેન્જવાળી ઇલેકટ્રીક બાઇક, જાણો કિંમત અને ડિટેલ્સ

electric bike: જલ્દી જ માર્કેટમાં આવી રહી છે 200Km રેન્જવાળી ઇલેકટ્રીક બાઇક, જાણો કિંમત અને ડિટેલ્સ

કંપનીએ આ બાઇકનું નામ ઓબેન રોર (Oben Ror) રાખ્યું છે

Electric Vehicle - આ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ભારતમાં આવતા મહિને લોન્ચ કરવામાં આવશે. તેની ડિલીવરી જૂનના નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે

નવી દિલ્હી: મોબિલિટી સ્ટાર્ટઅપ કંપની Oben EV ભારતીય બજારમાં તેની પ્રથમ ઇલેક્ટ્રિક બાઇક (electric bike)લોન્ચ કરવા જઈ રહી છે. કંપનીએ આ બાઇકનું નામ ઓબેન રોર (Oben Ror) રાખ્યું છે. આ ઇલેક્ટ્રીક બાઇકની ખાસ વાત એ છે કે, તે સિંગલ ચાર્જમાં 200 કિમીની રેન્જ આપશે. આ હાઇ-સ્પીડ ઇલેક્ટ્રિક મોટરસાઇકલ ભારતમાં આવતા મહિને લોન્ચ કરવામાં આવશે. તેની ડિલીવરી જૂનના નાણાકીય વર્ષ 2022ના બીજા ક્વાર્ટરમાં શરૂ થશે.

Oben EV એ બાઇકની કેટલીક વિશિષ્ટતાઓ જાહેર કરી છે. જે મુજબ, આ બાઇક 100 kmph ની ટોપ સ્પીડ પર દોડી શકશે. જો કે, આ મર્યાદા આઇડલ કંડીશન્સ માટે જ છે. જેનો અર્થ છે કે, વાસ્તવિક ટોપ સ્પીડ ઓછી પણ હોય શકે છે. છતાં, તે સ્પષ્ટીકરણના સંદર્ભમાં આ ઇલેક્ટ્રીક બાઇક ઘણાં કોમ્પિટિટર્સને ટક્કર આપશે.

આ બાઇકની ખાસિયતો વિશે વાત કરીએ તો તેમાં Oben EV ની એપ, એક કલર LCD કન્સોલ, LED ટાઇટ અને સ્માર્ટફોન કનેક્ટિવિટી મળશે. આ બાઇક ખૂબ સારી દેખાતી ડિઝાઇન સાથે આવશે (ઓછામાં ઓછા રેન્ડર્સમાં).

આ પણ વાંચો - Audi Q7 Facelift ભારતમાં લોન્ચ, બોલ્ડ લૂક સાથે છે એડવાન્સ ફીચર, જાણો કેટલી છે કિંમત

બાઇકની કિંમત શું ?

Oben EV ઈ-બાઈકની કિંમત આશરે રૂ. 1.2-1.5 લાખ (એક્સ-શોરૂમ) હોવાની અપેક્ષા છે. આ કિંમત સાથે, રોર ઇલેક્ટ્રિક બાઇક ચોક્કસપણે EV સેગમેન્ટમાં એર ટાઈટ બનાવશે. કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, તે માત્ર 3 સેકન્ડમાં 0-40 કિમી પ્રતિ કલાકની ઝડપ પકડી શકે છે. ફાસ્ટ ચાર્જરની મદદથી આ બાઈક 2 કલાકમાં ફૂલ ચાર્જ થઈ જાય છે. જો કે કંપનીએ હજુ સુધી તેની ચાર્જિંગ ક્ષમતા અંગે કોઈ માહિતી આપી નથી. એક માઈનસ પોઈન્ટ છે કે ફિક્સ્ડ બેટરી RoR સાથે ઉપલબ્ધ હશે, એટલે કે બેટરી સ્વેપિંગની કોઈ સિસ્ટમ હશે નહીં.

આ સાથે જ કંપનીએ તેની બે વર્ષની યોજનાનું પણ અનાવરણ કર્યું છે. જે મુજબ 2 વર્ષમાં દર 6 મહિને એક નવી પ્રોડક્ટ લોન્ચ કરવામાં આવશે. ઓબેન ઈલેક્ટ્રીકના સહ-સ્થાપક મધુમિતા અગ્રવાલે જણાવ્યું હતું કે, “ઓબેન ઈલેક્ટ્રીક મલ્ટિ-લેવલ ટેસ્ટિંગ, ટકાઉપણું, સલામતી અને કનેક્ટિવિટી સાથે સેગમેન્ટમાં પ્રવેશવા માટે તૈયાર છે.

કંપનીએ બાઇકને બનાવવા અને સ્ટાર્ટઅપ ચલાવવા માટે $1.5 મિલિયન (આશરે રૂ. 11.15 કરોડ) એકત્ર કર્યા છે. ઓબેન ઇવીએ ના સહ-સ્થાપક મધુમિતા અગ્રવાલે, જણાવ્યું હતું કે, “અમે સીડ ફંડને વધારવા માટે ખૂબ જ ઉત્સાહિત છીએ કારણ કે, આ ફંડ અમને સંપૂર્ણપણે સ્વદેશી મોટરસાઇકલ સાથે બજારમાં પ્રવેશવામાં અને ડિલિવરી કરવામાં મદદ કરશે, જેમાં આવતા છ મહિનામાં ગ્રાહકો માટે વાહનોનો પહેલો સેટ તૈયાર થઇ જશે."
Published by:Ashish Goyal
First published:

Tags: Electric bike, Tech

આગામી સમાચાર