હવે એક SMSથી ચેક કરો વોટર લિસ્ટમાં પોતાનું નામ, આવી છે પ્રોસેસ

હવે એક SMSથી ચેક કરો વોટર લિસ્ટમાં પોતાનું નામ, આવી છે પ્રોસેસ

મતદાતાઓને વોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવાથી છુટકારો આપવા માટે ચૂંટણી પંચ ટોલ ફ્રી નંબર જાહેર કરશે

 • Share this:
  ચૂંટણી પંચે 2019માં મતદાન વધારવા માટે તૈયારીઓ શરુ કરી દીધી છે. મતદાતાઓને વોટર લિસ્ટમાં પોતાનું નામ જાણવા માટે સરકારી ઓફિસના ધક્કા ખાવાથી છુટકારો આપવા માટે ચૂંટણી પંચે એક ટોલ ફ્રી નંબર 1950 જાહેર કરનાર છે. આ નંબર ઉપર એક SMS કરીને એ જાણકારી મેળવી શકાશે કે તમારુ નામ વોટર લિસ્ટમાં છે કે નથી.

  આવી રીતે જાણો નામ
  25 જાન્યુઆરીએ નેશનલ વોટર્સ-ડેના પ્રસંગે ટોલ ફ્રી નંબર 1950 લોન્ચ કરવામાં આવશે. આ નંબર પર EPIC નંબર નાખવાથી નામ, સરનામું અને બુથ વગેરેની બધી જાણકારી મળી જશે. આ નંબર ઉપર કોલ કરીને કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારની સૂચના, પ્રતિક્રિયા, સલાહ અને ફરીયાદ કરી શકે છે. આ નંબર ઉપર કોલ કરતા પહેલા પોતાના જિલ્લાનો કોડ લગાવવો પડશે.

  આ પણ વાંચો - હવે ફોન ઉપાડવા રૂપિયા 75 ચુકવવા પડશે!

  કોલ સેન્ટરનો સમય
  શરુઆતમાં આ કોલ સેન્ટર સવારે 10 થી સાંજે 5 વાગ્યા સુધી કામ કરશે. જ્યારે લોકસભા ચૂંટણીની નોટિફિકેશન જાહેર થયા પછી આ સવારે 9 થી રાતના 9 વાગ્યા સુધી કામ કરશે. બધી ટેલિકોમ કંપનીઓના નંબર પર ટોલ ફ્રી નંબર 1950 પર કોલ કરી શકાશે. આ માટે તમામ ઓપરેટર્સને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ નંબર પર આવેલી ફરિયાદોને એનજીએસ પોર્ટલ ઉપર નોંધવા માટે કર્મચારીઓની નિમણુક કરવામાં આવશે.
  Published by:Ashish Goyal
  First published: