EeVe India લાવી રહ્યું છે શાનદાર ઇલેક્ટ્રિક સ્કૂટર, સિંગ ચાર્જમાં ચાલશે 130km

ઈલેક્ટ્રીક સ્કૂટર

અગ્રણી સ્ટાર્ટઅપ કંપની EeVe ઇન્ડિયાએ ગયા વર્ષે પોતાના બે સ્કૂટર Ahava અને Atreo બજારમાં લોન્ચ કર્યા હતા

  • Share this:
    નવી દિલ્હી : 2021ની શરૂઆતથી ભારતમાં ઇલેક્ટ્રિક વ્હીકલ સેગમેન્ટમાં તેજી જોવા મળી રહી છે. આ ઇલેક્ટ્રિક રેસનો ભાગ બનવા માટે સ્ટાર્ટઅપ કંપનીઓ પણ બજારમાં પ્રવેશ કરી રહી છે. અગ્રણી સ્ટાર્ટઅપ કંપની EeVe ઇન્ડિયાએ ગયા વર્ષે પોતાના બે સ્કૂટર Ahava અને Atreo બજારમાં લોન્ચ કર્યા હતા. કંપનીએ તેના આહવા સ્કૂટરની કિંમત 55,900 રૂપિયા અને એટ્રેયોની કિંમત 64,900 રૂપિયા નક્કી કરી છે. કંપની હવે ભારતમાં તેનું નવું ઇલેક્ટ્રિક સ્કૂટર Soul લોન્ચ કરવાની તૈયારી કરી રહી છે.

    કાર અને બાઇકમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, ઇવી ઇન્ડિયાએ તેના નવા ઇલેક્ટ્રિક સ્કૂટર માટે ભારતના ઓટોમોટિવ રિસર્ચ એસોસિએશન ઓફ ઈન્ડિયા (ARAI) ની મંજૂરી લીધી છે. EeVe ઈન્ડિયાના સહ-સ્થાપક અને દિગ્દર્શક હર્ષ ડિડવાનીયાએ જણાવ્યું હતું કે, આ સ્કૂટર ઇલેક્ટ્રિક સ્કૂટર સેગમેન્ટમાં અસરકારક સાબિત થશે. આ ઇલેક્ટ્રિક સ્કૂટર મજબૂત પાવર સાથે આવશે, જે યુઝર્સને વધુ સારી ડ્રાઇવિંગ રેન્જ આપશે.

    આ પણ વાંચોભાગ્યની ક્રૂર મજાક, લગ્ન પહેલા જ વરરાજાનું મોત, ડોડિયા પરિવારમાં ખુશીના અવસરે જ માતમ છવાયો

    કંપનીનું કહેવું છે કે, કોરોના મહામારીની બીજી લહેરના કારણે આ સ્કૂટરના કમ્પોનેન્ટ્સ સપ્લાય કરવામાં કેટલીક મુશ્કેલીઓ આવી રહી છે. જો તેના કમ્પોનન્ટ્સ સપ્લાયનું કામ સમયસર કરવામાં આવે તો કંપની આ સ્કૂટરને આવતા જૂન મહિનામાં લોન્ચ કરી શકે છે.

    આ પણ વાંચો - કેવી રીતે રોકી શકાશે Coronaની ત્રીજી લહેર? કેન્દ્રના વૈજ્ઞાનિક સલાહકારે જણાવ્યું

    મીડિયા અહેવાલો અનુસાર, આ ઇલેક્ટ્રિક સ્કૂટરની ટોચની સ્પીડ પ્રતિ કલાક 70 કિલોમીટર હશે. આ સ્કૂટર એક જ ચાર્જ પર 130 કિમી સુધીની ડ્રાઇવિંગ રેંજ પ્રદાન કરી શકે છે. કંપનીનું કહેવું છે કે, અમે આ સ્કૂટર બનાવવા માટે 100 ટકા સ્થાનિક કમ્પોનેન્ટ્સ ઉપયોગ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. હાલમાં, કંપની તેને બનાવવા માટે 45 ટકા સ્થાનિક કમ્પોનેન્ટ્સનો ઉપયોગ કરી રહી છે.

    આ પણ વાંચોરાજકોટ : જાગનાથ પ્લોટમાંથી ઝડપાયું કુટણખાનું, માતા કુટણખાનું ચલાવતી દીકરો ગ્રાહકો શોધી લાવતો

    EeVe India પાસે બે નવા ઇલેક્ટ્રિક સ્કૂટર્સ સિવાય તેની ઉત્પાદન શ્રેણીમાં અન્ય ચાર મોડેલો છે. આમાં 4U, વિન્ડ, your અને કંપનીના અગાઉના ફ્લેગશિપ મોડેલ, Xenia શામેલ છે.
    Published by:kiran mehta
    First published: