એન્ડ્રોઇડ સ્માર્ટફોન કે ટેબલેટમાં QR કોડ સ્કેન કરવાની રીત, માત્ર આ સરળ સ્ટેપ્સ અનુસરો

QR કોડ સ્કેનિંગ

Scan QR code: પિક્સલ 5 જેવા કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં કેમેરા એપ્લિકેશનમાં લેન્સ આપવામાં આવે છે. આ માટે સ્ક્રીનની નીચેની સાઈડ આપવામાં આવેલામોડ્સ પર ટેપ કરો ત્યારપછી લેન્સ ઓપન થશે.

  • Share this:
મુંબઈ: છેલ્લા એકાદ દાયકામાં QR કોડની લોકપ્રિયતા ખૂબ જ વધી ગઈ છે. હવે તો રેસ્ટોરન્ટની બારીઓ પર, બસ સ્ટોપ પર, સ્ટોર્સમાં અને બુક્સમાં પણ QR કોડ (QR code) જોવા મળે છો. QR કોડના કારણે ખાસ વેબસાઈટ (Website)માં જવામાં સરળતા રહે છે. અત્યારે એન્ડ્રોઇડ સ્માર્ટફોન (Android smartphone) કે ટેબલેટમાં આપવામાં આવતા ડિફોલ્ટ કેમેરા અથવા ગૂગલ લેન્સ એપની મદદથી તમે QR કોડને સ્કેન કરી શકો છો. QR કોડ સ્કેન કર્યા બાદ તમે URLને ઓપન કે શેર કરી શકો છે.

અહીં એન્ડ્રોઇડમાં QR કોડ કઈ રીતે સ્કેન કરવું તેની ટેક્નિક આપવામાં આવી છે. QR કોડ સ્કેન કરવા માટે તને મોબાઈલના સાદા કેમેરાનો પણ ઉપયોગ કરી શકો છો.

1) તમારી એન્ડ્રોઇડ ડીવાઈસમાં આપવામાં આવેલ કેમેરા એપને ઓપન કરો

2) હવે QR કોડ ફ્રેમમાં આવે તે રીતે કેમેરો રાખો. આવું કરવાથી તરત જ તમને URL જોવા મળશે. તમને ફ્રેમની બોટમમાં કોડ દેખાશે. ત્યારબાદ તમે તેના પર ક્લિક કરીને URL ખોલી શકો છો.

3) તમારો કેમેરો QR કોડ ઓળખી ના શકે તો તમે કેમેરાને સ્વિચ ઑફ અને સ્વિચ ઑન કરી પ્રયત્ન કરી શકો છો. આ ઉપરાંત તમારે કેમેરાની ફ્રેમમાં QR કોડ વ્યવસ્થિત આવે તેનું ધ્યાન પણ રાખવું પડશે.

4) આટલું કર્યા બાદ પણ QR કોડ સ્કેન ન થાય તો તમે ગૂગલ લેન્સનો ઉપયોગ કરી શકો છો. આ એપ્લિકેશન થકી તમે કેમેરાથી વેબ સર્ચ કરી શકો છો. આ એપ્લિકેશનના કારણે તમે સ્કેન કરેલા QR કોડ માટે અન્ય વિકલ્પો પણ ખુલી જશે.

પિક્સલ 5 જેવા કેટલાક એન્ડ્રોઇડ ફોનમાં કેમેરા એપ્લિકેશનમાં લેન્સ આપવામાં આવે છે. આ માટે સ્ક્રીનની નીચેની સાઈડ આપવામાં આવેલામોડ્સ પર ટેપ કરો ત્યારપછી લેન્સ ઓપન થશે. તમે આ એપ પ્લે સ્ટોરમાંથી ડાઉનલોડ કરી શકો છો.

આ પણ વાંચો: લેપટોપનું કી-બોર્ડ કામ ન કરતું હોય તો શું કરવું? અપનાવો આ ટીપ્સ

ગૂગલ લેન્સનો ઉપયોગ

1) લેન્સ ઓપન કરી તમારા કેમેરાથી QR કોડ ફ્રેમમાં લાવો. જેથી તે આપોઆપ સ્કેન થઈ જશે.

2) હવે તમારી સામે URL આવશે. તે URL પર ક્લિક કરી શકો છો. તમે નીચેની સાઈડ જોવા મળતા મેગ્નિફિકેશન ગ્લાસ દ્વારા અન્ય વિકલ્પનો ઉપયોગ પણ કરી શકો છો. તમને ત્રણ વિકલ્પ જોવા મળશે.

QR કોડ સ્કેન કર્યા બાદ મળી આવતી URLને કોપી કરી તેને અન્ય સ્થાને પેસ્ટ કરી શકાય છે. તને આ URL ટેક્સ્ટ મેસેજ, ઈમેઈલ કે અન્ય એપમાં પણ મોકલી શકો છો.

આ પણ વાંચો:  ભારતનો સૌથી પ્રસિદ્ધ પાસવર્ડ '123456' નહીં પરંતુ અન્ય છે! જાણો પાસવર્ડ પર થયેલા સંશોધનનું તારણ

અહીં ઉલ્લેખનીય છે કે, આ પદ્ધતિનો ઉપયોગ કર્યા પછી પણ QR કોડ સ્કેન ન થઈ શકે તો, QR કોડમાં ક્ષતિ હોય શકે છે.
Published by:Vinod Zankhaliya
First published: