Android અને Windows ડિવાઈસમાં FaceTime કોલ કેવી રીતે જોઈન કરવો?

જો તમે iPhone વાપરી રહ્યા છો અને લેટસ્ટ iOS 15માં અપગ્રેડ કર્યો છે, તો જે લોકો પાસે એપ્પલ ડિવાઈસ નથી તેને પણ તમે કોલ કરી શકો છો

જો તમે iPhone વાપરી રહ્યા છો અને લેટસ્ટ iOS 15માં અપગ્રેડ કર્યો છે, તો જે લોકો પાસે એપ્પલ ડિવાઈસ નથી તેને પણ તમે કોલ કરી શકો છો

  • Share this:
FaceTime Tips: પહેલા જે લોકો પાસે આઈફોન (iPhone) અથવા એપ્પલ ડિવાઈસ (Apple Devices) હતા, તેમાં જ માત્ર ફેસટાઈમ કોલ (FaceTime Call) પર વાત થઈ શકતી હતી. જે લોકો પાસે Apple ડિવાઈસ નથી, તે લોકો સાથે પણ iOS 15ની મદદથી ફેસટાઈમ કોલ પર વાત થઈ શકે છે. પરંતુ જો તમે એવું વિચારી રહ્યા છો કે, ફેસટાઈમ એપ્લિકેશન એન્ડ્રોઈડ (Android Devices) અને વિન્ડોઝ ડિવાઈસ (Windows Devices) પર પણ આવી રહી છે, તો આ વાત તદ્દન ખોટી છે.

જે વ્યક્તિ પાસે iOS 15 આઈફોન હોય તે વ્યક્તિ અથવા જેના આઈફોનમાં લેટેસ્ટ ફીચર હોય તે વ્યક્તિ ફેસટાઈમ કોલ કરી શકે છે. કોલ કરનાર વ્યક્તિ લિંક બનાવીને શેર કરીને કોલમાં જોઈન થવા માટે ઇન્વાઈટ કરી શકે છે. જે લોકો પાસે એપ્પલ ડિવાઈસ નથી, તે લોકો કોઈ પણ ડિવાઈસમાં વેબ બ્રાઉઝરમાં લિંકને એક્સેસ કરી શકે છે અને કોલમાં જોઈન થઈ શકે છે.

જો તમે iPhone વાપરી રહ્યા છો અને લેટસ્ટ iOS 15માં અપગ્રેડ કર્યો છે, તો જે લોકો પાસે એપ્પલ ડિવાઈસ નથી તેને પણ તમે કોલ કરી શકો છો. તે માટે તમારે આ સ્ટેપ ફોલો કરવા પડશે.

આ પણ વાંચો, Tinder લોન્ચ કરવા જઈ રહ્યું છે વર્ચ્યુઅલ ઇન-એપ કરન્સીઃ રિપોર્ટ

ફેસટાઈમ લિંક ક્રિએટ કરો (Create FaceTime Link)

Step 1 - તમારા iPhoneમાં ફેસટાઈમ એપ ઓપન કરો.
Step 2 - એપ ઓપન કર્યા બાદ તમને ‘ક્રિએટ લિંક’ અને ‘ન્યૂ ફેસટાઈમ’ એમ બે બટન જોવા મળશે. તેમાંથી ‘ક્રિએટ લિંક’ બટન પર ક્લિક કરો.
Step 3 - એક મેનૂ ઓપન થશે અને ‘ફેસટાઈમ લિંક’માં નામ એડ કરવાનું કહેશે. આ લિંકને નામ આપો.
Step 4 - મેનૂમાં શેરીંગ કરવાના ઓપ્શન હશે. તમે લિંક કોપી કરીને SMS અથવા અન્ય એપ્લિકેશનનો ઉપયોગ કરીને લિંક શેર કરી શકો છો.
Step 5 - જે વ્યક્તિને એડ થવા માટે તમે લિંક શેર કરી હતી, તે પહેલા તમે પણ કોલમાં એડ થઈ શકો છો. તમે જે લિંક શેર કરી છે તેના પર ક્લિક કરો ત્યારબાદ જોઈન ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ વેઈટીંગ રૂમમાં અન્ય વ્યક્તિ જોઈન થાય ત્યાં સુધી વેઈટ કરો.
Step 6 - આ લિંક પરથી વ્યક્તિ કોઈપણ ડિવાઈસ પર વેબ બ્રાઉઝરનો ઉપયોગ કરીને કોલમાં જોઈન થઈ શકે છે. જે વ્યક્તિ પાસે એપ્પલ ડિવાઈસ છે, તે વ્યક્તિ આ લિંક ઓપન કરશે તો આ લિંક ફેસટાઈમ એપમાં ખુલશે.

આ પણ વાંચો, Facebook ઠપ થયા બાદ Mark Zuckerbergને મોટું નુકસાન, થોડાક કલાકોમાં ગુમાવ્યા 600 કરોડ ડૉલર

ફેસટાઈમ લિંક જોઈન કરો (Join FaceTime Link)

Step 1 - શું તમે એન્ડ્રોઈડ અથવા વિન્ડોઝનો ઉપયોગ કરી રહ્યા છો અને ફેસટાઈમ કોલ લિંક રિસીવ થઈ છે? તમે સરળતાથી વેબ બ્રાઉઝરમાં લિંક ઓપન કરીને સરળતાથી કોલમાં જોઈન થઈ શકો છો.
Step 2 - જો તમે એન્ડ્રોઈડ ફોન યૂઝ કરી રહ્યા છો, તો તમારું બ્રાઉઝર અપડેટ હોવું જરૂરી છે. જો તમને વ્હોટ્સએપ, SMS અથવા E-mailથી લિંક મળી છે, તો તે લિંક પર ક્લિક કરો, ત્યારબાદ જે ઓપ્શન આવે તેમાંથી Google Chrome પર ક્લિક કરો.
Step 3 - તમને તમારું નામ પૂછવામાં આવશે, તેમાં તમારું નામ એન્ટર કરો અને ત્યારબાદ કન્ટીન્યૂ પર ક્લિક કરો.
Step 4 - ત્યારબાદ તમને એક મેસેજ જોવા મળશે કે, “Waiting to let you in.” જ્યારે તમારા કોલને જોઈન કરવા માટે રિક્વેસ્ટ એક્સેપ્ટ કરવામાં આવશે ત્યારબાદ તમે કોલમાં જોઈન થઈ જશો.
First published: