Tech Tips: શું તમારા લેપટોપનું કી-બોર્ડ કામ નથી કરી રહ્યું? તો અપનાવો આ ટીપ્સ

લેપટોપ કિ-બોર્ડ

Tech Tips: આપણા બધામાં આ ટેવ તો સામાન્ય રીતે હોય છે. જ્યારે પણ ગેજેટમાં કોઈ પ્રોબ્લેમ જોવા મળે તો તરત તેને રિસ્ટાર્ટ કરીએ છીએ. લેપટોપમાં પણ આ રસ્તાનો ઉપયોગ થઈ શકે છે.

  • Share this:
મુંબઈ: કોરોના પછી કદાચ જ એવો કોઈ વ્યક્તિ હશે જે લેપટોપ અથવા ડેસ્કટોપનો ઉપયોગ નહીં કરતો હોય. ટેક્નોલોજી (technology)ના આ સમયમાં આપણે આ ગેજેટ્સ પર સંપૂર્ણ રીતે આધારિત થઈ ગયા છીએ. એવામાં ઘણી વખત આપણા ગેજેટ્સ (Gadgets) ખરાબ થઈ જાય છે અને કામ અટકી પડે છે. જ્યારે તમારા લેપટોપનું કી બોર્ડ (Laptop Keyboard) ખરાબ થઈ જાય તો તમે શું કરો છો? તમે જરૂર રિપેર સેન્ટર જતા હશો અથવા તો આસપાસની કોઈ દુકાન પર જતા હશો. ત્યાં તમારુ કીબોર્ડ તો સારું થઈ જશે પણ તમારે પૈસા ચૂકવવા પડી શકે છે. ત્યારે તમે તમારા લેપટોપની કીઝને જાતે જ ફિક્સ કરી શકો તે માટે કેટલીક ટેક્નિક્સ લઈને આવ્યા છીએ. તો ચાલો જાણીએ આ હેક્સ વિશે.

જો તમારા લેપટોપનું કીબોર્ડ બંધ થઈ જાય તો શું કરવું?

આપણે કંઈક કામ કરી રહ્યાં હોઈએ અને આપણા લેપટોપનું કીબોર્ડ અચાનક જ રિસ્પોન્સ કરવાનું બંધ કરી દે અથવા તો બંધ પડી જાય તેવું ઘણી બધી વખત થતું હોય છે. તમારી સાથે પણ આવું કંઈક થાય છે તો તમારે ગભરાવવાની જરૂર નથી. તમારી પાસે વિન્ડોઝ કે મેકબુક કોઈ પણ લેપટોપ હોય બગડેલા કીબોર્ડને રિપેરિંગ સેન્ટરમાં લઈ જતા પહેલા તમારે એક વખત કસ્ટમર સર્વિસીસમાં ફોન કરી ટ્રબલશૂટિંગ ટીપ્સ (Troubleshoot tricks) ટ્રાય કરવી જોઈ. આવું કરવાથી તમારી સમસ્યાનો ઉકેલ આવી જાય તેવું બની શકે છે. ઘણીબધી વખત આવું જોવા પણ મળે છે.

લેપટોપને રિસ્ટાર્ટ કરો

આપણા બધામાં આ ટેવ તો સામાન્ય રીતે હોય છે. જ્યારે પણ ગેજેટમાં કોઈ પ્રોબ્લેમ જોવા મળે તો તરત તેને રિસ્ટાર્ટ કરીએ છીએ. લેપટોપમાં પણ આ રસ્તાનો ઉપયોગ થઈ શકે છે. એક વખત લેપટોપને બંધ કરીને ફરી ચાલું કરવું. આવું કરવાથી લેપટોપની મેમરી ઈરેઝ થાય છે, જેને કારણે તમામ પ્રોગ્રામ અને ડ્રાઈવ્સ પણ રિસ્ટાર્ટ થાય છે. કોઈ પણ અન્ય ઉપાય અજમાવતા પહેલા તમારે એક વખત તમારા મેકબુક (Macbook) અથવા લેપટોપને રિસ્ટાર્ટ કરી જોવું જોઈએ. આવું કરવા માટે તમારે કીબોર્ડની જરૂર નહી પડે, માટે આ કરવું અઘરું પણ નથી.

કીબોર્ડ સાફ કરો

કેટલીક વખત જ્યારે કીબોર્ડ ખરાબ થાય તો આપણે તેને સિરીયસ હાર્ડવેર પ્રોબ્લેમ સમજી લેતા હોઈએ છીએ. પણ હકીકતમાં તેવું કંઈ હોતું નથી. ઘણી વખત માત્ર અમુક કી બરાબર કામ કરતી નથી અથવા તો બંધ થઈ જાય છે, એવામાં કીની નીચે માટી અને કચરો હોઈ શકે છે. જેથી તે બરાબર ફંક્શન કરતી નથી.

જો તમને પણ એવું લાગે છે કે ડર્ટ અને કચરાને કારણ તમારી કી ફંક્શન કરતી નથી તો માઈક્રોફાઈબર બ્રશ અથવા નરમ કપડાં વડે તમે કીબોર્ડને સાફ કરી તેમાં રહેલા માટી અને કચરાને સાફ કરી શકો છો. આ સાથે જ તમે રબિંગ આલ્કોહોલનો પણ ઉપયોગ કરી શકો છો.. જેની મદદથી કચરો અને ડર્ટ સાફ કરી શકાય છે. આ સાથે જ તમે બ્લોડ્રાયર અથવા બ્લોવરની મદદથી પણ કીબોર્ડ સાફ કરી શકો છો.

શું કોઈ હાર્ડવેર ઈશ્યૂ છે?

અત્યારસુધી તમે જે પણ હેક્સ ટ્રાય કર્યા જો તેનાથી પણ તમારું કીબોર્ડ ફિક્સ ન થાય તો એ વાત સાબિત થાય છે કે, કીબોર્ડના હાર્ડવેરનામ પ્રોબ્લેમ છે. સોફ્ટવેર પ્રોબ્લેમ પણ હોઈ શકે છે. જો વિલ્ડોઝ સ્ટાર્ટ થયા પહેલા કીપોર્ડ બરાબર ચાલતું હોય અને પછી બંધ થાય તો આ સોફ્ટવેર પ્રોબ્લેમ છે, જો આવું કંઈક ન હોય તો આ હાર્ડવેર ઈશ્યું છે. જો આ હાર્ડવેર ઈશ્યુ હોય અને રિસોલ્વ ન થાય તો તમારે રિપેકિંગ સેન્ટરમાં લેપટોપ લઈ જવાની ફરજ પડશે. આ સિવાય તમે કેટલાક સ્ટેપ્સ ફોલો કરીને તેને ફિક્સ કરી શકો છો.

આ પણ વાંચો:  ભારતનો સૌથી પ્રસિદ્ધ પાસવર્ડ '123456' નહીં પરંતુ અન્ય છે! જાણો પાસવર્ડ પર થયેલા સંશોધનનું તારણ

>> Start બટન પર ક્લિક કરી Settings ઓપન કરો.
>> Settings search boxમાં "Recovery" ટાઈપ કરો, ત્યારબાદ રીઝલ્ટમાં Recovery options પસંદ કરો.
>> Advanced startupસિલેક્શનમાં Restart now પસંદ કરો.
>> લેપટોર રીબૂટ થયા પછી screen ઓપ્શનમાં Troubleshoot સિલેક્ટ કરો.
>> Troubleshoot સ્ક્રીન પર Advanced options પસંદ કરો.
>> Advanced optionsસ્ક્રીનમાં Command Prompt પસંદ કરો.
>> command prompt ઓપન થયા બાદ તમારા કીબોર્ડને ચેક કરો.
>> કીબોર્ડના drivers અને settings ચેક કરો

જો તમારા કીબોર્ડમાં કોઈ હાર્ડવેર ઈશ્યૂ નથી તો આ સોફ્ટવેર ઈશ્યૂ હોઈ શકે છે. તે રિસોલ્વ કરવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરો.

Windows લેપટોપ માટે આ કરો:

>> સ્ટાર્ટ સર્ચ બોક્સમાં "Device manager" સર્ચ કરી તેના પર ક્લિક કરો
>> કીબોર્ડમાં લેફ્ટ એરો ક્લિક કરી સેક્શન એક્સપાન્ડ કરો.
>> કીબોર્ડ ઓપ્શન પર રાઈટ ક્લિક કરો અને Uninstall device સિલેક્ટ કરો.
>> આ પછી રીબૂટ કરવાથી તમારા લેપટોપમાં Windows જાતે જ લેટેસ્ટ driver ઈન્સ્લટો કરશે.

MacBook માટે આ કરો:

>> એપલ લોગો પર ક્લિક કરીSystem Preferences સિલેક્ટ કરો.
>> Accessibility પર ક્લિક કરો.
>> ડાબી બાજુના નેવિગેશન પેનમાં સ્ક્રોલ કરી Keyboard ઓપ્શન સિલેક્ટ કરો.
>> જો Enable Slow Keysસિલેક્ટ કરેલ હોય તો તેને હટાવો.
>> તમારું કીબોર્ડ લેઆઉટ યોગ્ય છે કે નહી તેની ચકાસણી કરો

જો તમારા ટાઈપ કરવામાં ભૂલ આવતી હોય અથવા તો તે વ્યવસ્થિત ટાઈપ ન થતું હોય તો તમારા કીબોર્ડ લે આઉટને ચેક કરો અને જો યોગ્ય ન હોય તો તેને બરાબર કરો.

Windows લેપટોપ:

>> Start પર ક્લિક કરીSettings ઓપન કરો.
>> Settingsમાં Time & Language ઓપન કરો.
>> ડાબી બીજુના પેનમાં Language સિલેક્ટ કરો.
>> Preferred languagesમાં English (United States) અથવા અન્ય યોગ્ય લેગ્વેજની પસંદગી કરો.
>> યોગ્ય ભાષાની પસંદગી કર્યા પછી Options પર ક્લિક કરો.
>> પસંદ કરેલ કીબોર્ડ તમારા કીબોર્ડથી મેળ ખાતું હોય તે વાતની ખાતરી કરો.

આ પણ વાંચો: ગૂગલનો ધડાકો: Google Payમાં આવશે ‘Hinglish’ વિકલ્પ, બોલીને પૈસા ટ્રાન્સફર કરી શકાશે!

Mac હોય તો:

>> જમણી બાજુન મેનુ બારમાં System Preferences સિલેક્ટ કરો.
>> Keyboard સિલેક્ટ કરો.
>> હવે Input Sources પર ક્લિક કરો.
>> ખાતરી કરો કે તેમાં યોગ્ય ભાષા પસંદ કરેલ છે, જો તેવું ન હોય તો Show input menu in menu barમાં યોગ્ય ભાષા પસંદ કરો
>> એક્સટર્નલ કીબોર્ડ પ્લગ કરો.

આ તમામ રસ્તા અપનાવ્યા પછી પણ જો તમારુ કીબોર્ડ યોગ્ય રીતે કામ નથી કરતું તો તમે તમારા લેપટોપમાં એક્સટર્નલ કીબોર્ડ પ્લગ કરી શકો છો. જો તમારુ લેપટોપનું કીબોર્ડ કોઈ પણ કારણોસર સરખું કામ નથી કરતું તો પણ આ કીબોર્ડ યોગ્ય કામ કરશે. કીબોર્ડ રિપેર કરાવવા માટે તમે સર્વિસ સેન્ટરની મુલાકાત પણ લઈ શકો છો.
Published by:Vinod Zankhaliya
First published: