જો તમે ઇન્સ્ટાગ્રામ (Instagram) યુઝર છો અને આ સોશિયલ નેટવર્કિંગ સાઇટ (Social networking site) નો ઉપયોગ કરો છો. તો તમારે તેનો ઉપયોગ માત્ર મનોરંજન માટે ન કરવો જોઈએ, તમે ઇન્સ્ટાગ્રામથી પૈસા પણ કમાઈ (earn money from instagram) શકો છો. જો તમારી પાસે ઘણા બધા ફોલોવર્સ (Followers) ન હોય તો પણ તમે કમાણી કરી શકો છો. તમને 1,000 ફોલોઅર્સમાં પણ પૈસા મળી શકે છે.
ઈનફ્લુએન્સર બનીને કરો કમાણી
તમે ઇન્સ્ટાગ્રામ પર ઈન્ફલ્યુએન્સર બનીને પૈસા કમાઈ શકો છો. તમને જણાવી દઈએ કે એક Influencer તે વ્યક્તિ છે, જેણે તેના સોશ્યલ એકાઉન્ટ પર નિયમિત રીતે સાચી માહિતી શેર કરીને પોતાનું સ્થાન બનાવ્યું છે. Influencer પાસે સારા ફોલોઅર્સ હોય છે અને તેઓ તેમના દર્શકોને પ્રોડક્ટ્સ ખરીદવા માટે મનાવવા સક્ષમ છે. અહીં જો તમારા હજારો ફોલોઅર્સ પ્રભાવિત થાય છે, તો તમે સોશિયલ મીડિયા ઈનફ્લુએન્સર છો. તેના દ્વારા તમે કોઈ બ્રાંડ સાથે મળીને તમારા પેજ પર તેના ઉત્પાદનને પ્રમોટ કરીને પૈસા કમાઈ શકો છો.
તમે એફિલિએટ (Affiliate) માર્કેટિંગ દ્વારા પણ કમાણી કરી શકો છો. તે એક રીતે ઈનફ્લુએન્સર જેવું જ છે. જો કે, તે કોઈ બ્રાન્ડ માટે વધુ પ્રતિબદ્ધ હોય છે. આમાં, તમારે બ્રાન્ડને પ્રોત્સાહન આપવા કરતાં તેના ઉત્પાદનને વેચવા પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું પડશે. આ તમને ખૂબ પૈસા કમાવી આપી શકે છે. આ માટે તમને તમને પ્રોડક્ટની લિંક મળશે. જેને પોસ્ટ કરીને તમે તમારા ફોલોઅર્સને તેને ખરીદવા વિનંતી કરી શકો છો. જેના દ્વારા તમને દરેક ખરીદી પર કમિશન મળે છે.
તમે અહીં ફોટોગ્રાફીમાંથી પણ પૈસા કમાઈ શકો છો. આ માટે તમારે તમારા ફોટા તમારા ઇન્સ્ટાગ્રામ પર વેચવા પડશે. આ સિવાય તમે તેના પર કલાના ચિત્રો, વિડિઓઝ અને એનિમેશન, પેઇન્ટિંગ, સેલ્ફીઝ અને અન્ય પ્રકારની વિઝ્યુઅલ કન્ટેન્ટ બતાવી શકો છો. આ માટે તમે વોટરમાર્ક સાથે સારો ફોટો અપલોડ કરી શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર