Home /News /tech /

Earn money: ઇન્સ્ટાગ્રામ આપી રહ્યું છે પૈસા કમાવાનો મોકો, આવ્યું નવું ફીચર- જાણો કેવી રીતે થશે કમાણી

Earn money: ઇન્સ્ટાગ્રામ આપી રહ્યું છે પૈસા કમાવાનો મોકો, આવ્યું નવું ફીચર- જાણો કેવી રીતે થશે કમાણી

ઇન્સ્ટાગ્રામનું નવું ફીચર

Earn money from Instagram: આ ફીચરમાં સબ્સક્રાઇબર લાઇવ્ઝ, સબ્સક્રાઇબર સ્ટોરીઝ અને સબ્સક્રાઇબર બેઝ જેવા વિશેષ કન્ટેન્ટ માટે ફોલોઅર્સે મહિને અમુક રકમ ચૂકવવી પડશે.

    નવી દિલ્હી: ઇન્સ્ટાગ્રામ (Instagram) એક નવું ફીચર લાવી રહ્યું છે. આ નવું ફીચર કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાના ફોલોઅર્સ પાસેથી એક્સક્લુઝિવ કન્ટેન્ટ (Exclusive content) માટે પૈસા ચાર્જ કરવાની સુવિધા આપશે. ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન (Instagram Subscription) કન્ટેન્ટ ક્રિએટર્સને પોતાના કન્ટેન્ટ માટે પૈસા કમાવવાનો મોકો આપશે. આ ફીચર ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર આપવામાં આવશે. ઇન્સ્ટાગ્રામે (Earn money from Instagram) બુધવારે એક બ્લૉગ મારફતે આ અંગેની જાહેરાત કરી હતી. બ્લૉગમાં લખવામાં આવ્યું છે કે આ ફીચર અમેરિકામાં નાના પાયે શરૂ કરવામાં આવી રહ્યું છે. જેમાં 10 એથલીટ, ક્રિએટર્સ, પ્રભાવશાળી વ્યક્તિ અને ચર્ચિત ચહેરા સામેલ છે. આગામી થોડા મહિનાઓમાં આ ફીચર્સને વધારે લોકો માટે રજૂ કરવામાં આવશે.

    આ ફીચરમાં સબ્સક્રાઇબર લાઇવ્ઝ, સબ્સક્રાઇબર સ્ટોરીઝ અને સબ્સક્રાઇબર બેઝ જેવા વિશેષ કન્ટેન્ટ માટે ફોલોઅર્સે મહિને અમુક રકમ ચૂકવવી પડશે. ઇન્સ્ટાગ્રામના પેરેન્ટ કંપની મેટાએ કહ્યુ કે, તેનો ઉદેશ્ય કન્ટેન્ટ બનાવનાર વ્યક્તિએ કમાણીનો માધ્યમ પૂરું પાડવાનો છે. તેઓ ઇન્સ્ટાગ્રામ પ્લેટફોર્મને કમાણીનું સાધન બનાવી શકે છે.

    ઇન્સ્ટાગ્રામે શું લખ્યું?

    ઇન્સ્ટાગ્રામે પોતાના બ્લૉગમાં કહ્યુ કે, ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન સાથે ક્રિએટર્સ પોતાની સાથે જોડાયેલા ફોલોઅર્સ સાથે પોતાના સપંર્કને ખૂબ સારો બનાવી શકે છે. આના માધ્યમથી તેઓ નિયમિત કમાણી કરી શકે છે.

    આ (ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન) ક્રિએટર્સને તેમની સાથે સૌથી વધારે જોડાયેલા ફોલોઅર્સને એક્સક્લુઝિવ લાઇવ્ઝ અને સ્ટોરીઝ સુધી પહોંચ આપીને વધારે કમાણી કરવામાં મદદ કરશે. મેટા માલિક અને સીઈઓ માર્ક ઝકરબર્ગે (Mark Zuckerberg) એક ફેસબુક પોસ્ટમાં લખ્યું છે કે, આ ફીચર ઇન્સ્ટાગ્રામ સબ્સક્રિપ્શન પોતાની સાથે સૌથી વધારે જોડાયેલા ફોલોઅર્સ પાસેથી પૈસા કમાવવાનો મોકો આપશે. કન્ટેન્ટ ક્રિએટર્સ માટે આવા બીજા ટૂલ્સ પણ બનાવવામાં આવશે.

    રેવન્યૂ શેરિંગનો ઉદેશ્ય નહીં

    આ સાથે જ મેટા તરફથી એવી સ્પષ્ટતા કરવામાં આવી છે કે 2023 સુધી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ બંને પર સબ્સક્રિપ્શન પર રેવન્યૂ શેરિંગનો કોઈ પ્લાન નથી.

    Patreon અને OnlyFans જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મની વધી રહેલી લોકપ્રીયતા વચ્ચે સોશિયલ મીડિયા દિગ્ગજ કન્ટેન્ટ ક્રિએટર્સને પૈસા કમાવાનો મોકો આપી રહ્યું છે.

    આ પણ વાંચો: Instagram બન્યું વધારે યૂઝર ફ્રેન્ડલી: જાણો લાઇવ વીડિયો શેડ્યુલિંગ કરવાની સરળ રીત

    ફેસબુકે 2020માં પોતાનું સબ્સક્રિપ્શન ફીચર રજૂ કર્યું હતું. એ વખતે તેને ફેન સબ્સક્રિપ્શન કહેવામાં આવતું હતું. ટ્વિટરે ગયા વર્ષે પોતાની સબ્સક્રિપ્શન સેવા શરૂ કરી હતી. હવે ઇન્સ્ટાગ્રામ પણ આ કડીમાં સામેલ થઈ ગયું છે.
    Published by:Vinod Zankhaliya
    First published:

    આગામી સમાચાર