Home /News /tech /ઓનલાઇન ટ્રાફિકનો દંડ કેવી રીતે ભરશો? e-Challan ભરવાના વાંચી લો દરેક સ્ટેપ્સ
ઓનલાઇન ટ્રાફિકનો દંડ કેવી રીતે ભરશો? e-Challan ભરવાના વાંચી લો દરેક સ્ટેપ્સ
ટ્રાફિક ચલણ-દંડની ઓનલાઈન ચૂકવણી
How to Pay Traffic Challan: ટ્રાફિક કાયદા (Traffic law)નું ઉલ્લંઘન કરનારાઓના નામ પર આવેલા ઈ-ચલણ (e-Challan) તમે ગમે ત્યાંથી સરળતાથી ઓનલાઈન ભરી શકે છે. અહીં અમે તમને દરેક સ્ટેપ્સ જણાવીશું.
ભારતમાં ટ્રાફિક (Traffic) ઉલ્લંઘન ખૂબ જ સામાન્ય છે. જો તમે તમારા જીવનમાં કોઈપણ પ્રકારનું વાહન ચલાવ્યું હોય, તો કોઈ સમયે તમે ટ્રાફિકના નિયમો (Traffic law)નું ઉલ્લંઘન કર્યું હોવાની સંભાવના છે. મોટાભાગે આપણે ચલણના પતાવટમાં સામેલ અસુવિધાજનક અને લાંબા સમય સુધી ચાલતી પ્રક્રિયાને કારણે ટ્રાફિક ચલણ ચૂકવતા નથી. જો કે, આ ડિજિટલ યુગ (digital age)માં ટ્રાફિક દંડ ભરવા માટે લાંબી લાઈનોમાં ઉભા રહેવું હવે ભૂતકાળ બની ગયું છે. કેન્દ્ર સરકારે ટ્રાફિક કાયદાના વધુ સારા અમલ માટે ઈ-ચલણ (e-Challan) સિસ્ટમ દાખલ કરી છે.
હવે ટ્રાફિક કાયદા (Traffic law)નું ઉલ્લંઘન કરનારાઓના નામ પર આવેલા ઈ-ચલણ (e-Challan) તમે ગમે ત્યાંથી સરળતાથી ઓનલાઈન ભરી શકશે. ઈ-ચલાન સિસ્ટમમાં યુઝર-ફ્રેન્ડલી વેબસાઈટ છે, જે નાગરિકોને તેમના ચલનની વિગતો દાખલ કરવામાં અને તેમની સુવિધા અનુસાર તેમનું ચલણ ચૂકવવામાં મદદ કરશે.
ઈ-ચલાન એ દંડ વસૂલવા માટે જારી કરાયેલા ચલણોનું ઈલેક્ટ્રોનિક સંસ્કરણ છે. અગાઉ, કોઈપણ ટ્રાફિક ઉલ્લંઘન માટે ભૌતિક રસીદ જારી કરવામાં આવતી હતી જ્યારે નવી સિસ્ટમમાં, રસીદની ઇલેક્ટ્રોનિક નકલ મોકલવામાં આવશે.
ઈ-ચલણ પ્રણાલીની રજૂઆત માટે સરકારનું પ્રાથમિક લક્ષ્ય ભારતીય નાગરિકો માટે પારદર્શિતા વધારવા અને સેવાઓમાં સુધારો કરવાનો છે. વધુમાં, CCTV સક્ષમ ઈ-ચલણ સિસ્ટમ ભારતમાં માર્ગ અકસ્માતોની સંખ્યા ઘટાડવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
ઈ-ચલણ ઓનલાઈન ભરવા માટે દરેક રાજ્યની પોતાની વેબસાઈટ છે અને કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયે (Union Ministry of Road Transport and Highways) ટ્રાફિકના ઉલ્લંઘન માટે આ ઓનલાઈન પેમેન્ટ (online payment) સિસ્ટમ દાખલ કરી છે.
સ્ટેપ 2 - તમારો ચલણ નંબર, વાહન નંબર અથવા ડ્રાઇવિંગ લાઇસન્સ નંબર દાખલ કરો. તે પછી તમારે મુખ્ય પૃષ્ઠ પર કેપ્ચા કોડ દાખલ કરવાની જરૂર છે અને પછી વિગતો મેળવો પર ક્લિક કરો.