વધુ શુધ્ધ હવા અને સાઈલન્ટ ફેન સાથે ડાયસનના બે નવા એર પ્યુરીફાયર થયા લોન્ચ, જોઇ લો તેની વિશેષતાઓ

Technology news: નવા કુલ પ્યુરીફાયર અને હોટ + કુલ પ્યુરીફાયર હવામાંથી 99.95 ટકા અશુદ્ધતાઓને દુર કરવા સક્ષમ છે. જે 0.1 માઈક્રો સાઈઝના પાર્ટીકલ્સ પર પણ કારગર છે.

Technology news: નવા કુલ પ્યુરીફાયર અને હોટ + કુલ પ્યુરીફાયર હવામાંથી 99.95 ટકા અશુદ્ધતાઓને દુર કરવા સક્ષમ છે. જે 0.1 માઈક્રો સાઈઝના પાર્ટીકલ્સ પર પણ કારગર છે.

  • Share this:
ડાયસન ઈન્ડિયાએ (Dyson India) પોતાના પોર્ટફોલિયોથી બે ન્યુ જનરેશન એર પ્યૂરીફાયર લોન્ચ કરવાની (Dyson India new Air Purifier) જાહેરાત કરી છે. જેમાં ડાયસન પ્યૂરીફાયર કૂલ અને પ્યૂરીફાયર હોટ + કૂલ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી છે. આ બંને પ્યૂરીફાયર તેમના પહેલેથી જ અવેલેબલ પ્યૂરીફાયર કૂલ અને પ્યૂરીફાયર હોટ + કૂલ જેવા જ દેખાય છે. જોકે, કંપનીનો દાવો છે કે આ નવા પ્યૂરીફાયર વ્યુહાત્મક એન્જીનિયરિંગ અપડેટ સાથે સારા ફીચર્સનું એક પેકેજ છે. આ પ્યૂરીફાયરમાં કરવામાં આવેલા મહત્વના ફેરફાર અંગે વાત કરતા ડાયસનનું કહેવું છે કે, તેમાં હવાના લિકેજને ધટાડવાના પ્રયત્ન કરવામાં આવ્યા છે. જેથી વધુ સારો એર પ્યૂરીફિકેશનનો અનુભવ કરી શકાય, સાથે જ તેના શાંત એર આઉટપુટને કારણે તેના વપરાશકર્તાઓ એક વધુ સારી ગુણવત્તાવાળા એર પ્યૂરીફાયરનો આનંદ લઈ શકશે.

નવી સુવિઆઓમાં આ પ્યૂરીફાયરમાં એર પાથ-વેમાં સુધારો કરવામાં આવ્યો છે. ડાયસન કુલ પ્યુરીફાયર અને ડાયસન હોટ એન્ડ કુલ પ્યુરાફાયર રી-એન્જીનીયર્ડ એરફ્લો પાથ વે સાથે લોન્ચ કરવાનો કંપની દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે. કંપનીનું કહંવું છે કે પુર્ણત: સીલબંધ HEPA 13 ફિલ્ટરેશની પ્રક્રિયા કરે છે. બેટર સિલિંગ લુઝ ફિલ્ટર ફિટિંગને કારણે ફિલ્ટરને બાયપાસ કરી દેતી પ્રદુષિત અને અનફિલ્ટર્ડ હવાને રોકે છે, એર આઉટપુટમાં પણ આ જ બાબત લાગુ પડે છે. જે અશુદ્ધ અને ગંદી હવાને પ્યુરીફાઈડ એરફ્લોમાં પાછી આવતી રોકે છે. ડાયસનના સ્પોક્સ પર્સન તરફતી આપવામાં આવેલા નિવેદન પ્રમાણે આ નવી સિલીંગ ટેક્નોલોજીને કારણે નવા કુલ પ્યુરીફાયર અને હોટ + કુલ પ્યુરીફાયર હવામાંથી 99.95 ટકા અશુદ્ધતાઓને દુર કરવા સક્ષમ છે. જે 0.1 માઈક્રો સાઈઝના પાર્ટીકલ્સ પર પણ કારગર છે.

ડાયસને વધુમાં દાવો કર્યો છે કે તેની રિ-એન્જિનિયર્ડ સીલિંગ માત્ર તેના ફિલ્ટર્સને જ નહીં, પરંતુ સમગ્ર મશીનને લાગુ પડે છે અને તેના પ્યોરીફાયરના HEPA H13 ને પ્રમાણપત્ર પણ આપ્યું છે. કંપનીનું કહેવું છે કે, "ડાયસન એન્જિનિયરોએ સંપૂર્ણ રીતે સીલ કરેલ મશીન હાંસલ કરવા માટે ફોરેન્સિક અભિગમ અપનાવ્યો, વધારાના 24 ક્રિટિકલ પોઈન્ટ પર હાઈ પ્રેશર સીલ બનાવ્યા, જેથી ગંદી હવા ફિલ્ટર્સને બાયપાસ કરવાથી અને અશુધ્ધોને પાછી હવામાં લઈ જતી રોકી શકાય.

નોઈસ રીડક્શન આઉટરુટ અંગે કંપનીનો દાવો છે કે આઉટપુટ એર અને પ્યુરીફાયરની બોડી વચ્ચે કોન્ટેક્ટ પોઈન્ટની ઘટાડાને કારણે હવે નવા પ્યુરીફાયર કુલ અને પ્યૂરીફાયર હોટ + કૂલમાં 20 ટકા ઓછો અવાજ કરે છે. કંપનીનું કહેવું છે કે, "ડાયસન એન્જિનિયરોએ છિદ્ર (સ્લોટ કે જેમાંથી હવા મશીનની બહાર નીકળે છે)માં ફેરફાર કરીને એકંદરે એરફ્લો પાથને શુદ્ધ કર્યો અને તેની જીયોમેટ્રીમાં પણ સુધારો કર્યો છે. જો કે આ પ્યુરીફઆયરમાં એર મલ્ટીપ્લાયર ટેકનોલોજી, બ્લેડલેસ પંખા અને હીટિંગ ટેકનોલોજી સાથે અન્ય મોટાભાગની અન્ય સુવિધાઓ પહેલાથી યથાવત છે.

આ પણ વાંચો - થઈ જાવ તૈયાર, આવી રહી છે Tata Punch Micro SUV: ઓછી કિંમતમાં મળશે શાનદાર ફીચર્સ

ડાયસન પ્યુરિફાયર કૂલની કિંમત 45,900 રૂપિયા છે, જ્યારે પ્યુરિફાયર હોટ+કૂલની કિંમત 55,900 રૂપિયા છે, આ બંને પ્રોડક્ટ્સ બ્લેક અને વ્હાઈટ કલર ઓપ્શન્સમાં ઉપલબ્ધ છે. ગ્રાહકો આ એરપ્યુરીફાયરને ડાયસનની ઓફિશિયલ વોબસાઈટ સિવાય એમેજોન અને ફ્લિપકાર્ટ પરથી પણ ખરીદી શકે છે, સાથે જ રિલાયન્સ આઉટલેટ્સ અને કેટલાક સિલેક્ટેડ ક્રોમા સ્ટોર્સમાં પણ તે ઉપલબ્ધ હશે. બેંગ્લોર, ચેન્નાઈ, ગુરુગ્રામ, ચંડીગઢ, હૈદ્રાબાદ, દિલ્લી, મુંબઈ અને પુણેમાં કંપની આઉટલેટ્સમાં ઓખલાઈન પણ આ પ્યુરીફાયર ખરીદી શકાશે.
Published by:Kaushal Pancholi
First published: