Home /News /tech /

Lockdown: ફેસબુક, યૂટ્યૂબ નહીં સૌથી વધુ આ પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમી રહ્યા છે લોકો

Lockdown: ફેસબુક, યૂટ્યૂબ નહીં સૌથી વધુ આ પ્લેટફોર્મ પર ઓનલાઇન ગેમ રમી રહ્યા છે લોકો

ડિજિટલ જાયન્ટ કંપનીઓને પછાડી આ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકડાઉનમાં લોકોએ વધુ ગેમિંગની મઝા માણી

ડિજિટલ જાયન્ટ કંપનીઓને પછાડી આ ગેમિંગ પ્લેટફોર્મ પર લોકડાઉનમાં લોકોએ વધુ ગેમિંગની મઝા માણી

    અમદાવાદઃ કોવિડ-19 (COVID-19) મહામારીમાં લાગુ લૉકડાઉનને કારણે મોટાભાગના લોકો ઘરે બેસીને ઓનલાઇન ગેમિંગ (online gaming) દ્વારા પોતાનો સમય પસાર કરી રહ્યા છે. એપ્રિલ મહિના દરમિયાન ફેસબુક ગેમિંગ (facebook gaming)ના કલાકોમાં 238 ટકાનો વધારો નોંધાયો છે. ત્યારબાદ લાઇવ ગેમ સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ ટ્વિચ (twitch)નું સ્થાન આવે છે, જેમાં ગેમિંગના કલાકોમાં 101 ટકા અને યૂટ્યૂબ (Youtube) વ્યૂઅરશિપમાં 65 ટકાનો વધારો જોવા મળ્યો છે.

    લાઇવ સ્રીં મિંગ ડેટા એનાલિસિસ પ્લેટફોર્મ સ્ટ્રીમએલીમેન્ટ અને આર્સેનલના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ગેમિંગમાં સૌથી વધુ કલાક કયા પ્લેટફોર્મ પર પસાર કરે છે. તેમાં સૌથી ઉપર ટ્વિચનું નામ આવે છે, જેને 1.65 અબજ કલાક જોવામાં આવે છે. બીજી તરફ યૂટ્યૂબને 46.1 કરોડ કલાક અને ફેસબુક ગેમિંગને 29.1 કરોડ કલાક (એપ્રિલ 2019માં માત્ર 8.6 કરોડ કલાક હતા) સુધી જોવામાં આવે છે.

    જોકે, સૌથી ઓછો વધારો માઇક્રોસોફ્ટ મિક્સરમાં જોવા મળ્યો, જેના ગેમિંગના કલાકોમાં માત્ર 0.2 ટકાનો વધારો જોવા મળ્યો. ફેસબુકે વ્યક્તિગત વિકાસના મામલામાં સૌથી મહત્વપૂર્ણ છલાંગ લગાવી છે, તેને પોતાના સ્ટેન્ડઅલોન ગેમિંગ એપને જાહેર કર્યા અને અનેક સફળ સેલિબ્રિટી ટૂર્નામેન્ટની મેજબાની કરવાથી ઘણો લાભ થયો છે.

    આ પણ વાંચો, Reliance Jioએ રજૂ કર્યો 999 રૂપિયાનો Quarterly Plan, મળશે આ ફાયદા

    ઇવ-સ્ટ્રીમિંગ સોફ્ટવેર સેવા સ્ટ્રીમલેબ્સના નવા આંકડાઓ મુજબ, યૂટ્યૂબના 1.1 અજબ કલાક અને ટ્વિચના 3.1 અબજ કલાક જોવાની તુલનામાં 2020ના પહેલા ક્વાર્ટરમાં ફેસબુક ગેમિંગ સ્ટ્રીમિંગ પ્લેટફોર્મને લગભગ 55.4 કરોડ કલાક જોવામાં આવી.

    ફેસબુકે ગયા મહિને એન્ડ્રોઇડ માટે ગૂગલ પ્લે સ્ટોર પર પોતાની ગેમિંગ એપ લૉન્ચ કરી હતી. ફેસબુક ગેમિંગ એપ મફત છે, આ ઉપરાંત તેની પર લાખો લોકો પોતાના સ્માર્ટફોનથી લાઇવ ગેમ જોઈ અને સ્ટ્રીમ કરી શકે છે.

    આ પણ વાંચો, Airtelનો 100 રૂપિયાથી પણ સસ્તો પ્લાન! મળે છે અનલિમિટેડ કૉલિંગ અને ડેટા પણ
    Published by:Mrunal Bhojak
    First published:

    Tags: Facebook, Lockdown, Online Gaming, Youtube, ટેક ન્યૂઝ, સ્માર્ટફોન

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन