Home /News /tech /

Ducatiએ 20 લાખ રૂપિયામાં લોન્ચ કરી આ પાવરફુલ બાઈક, જાણો ફિચર્સ

Ducatiએ 20 લાખ રૂપિયામાં લોન્ચ કરી આ પાવરફુલ બાઈક, જાણો ફિચર્સ

Ducatiએ ભારતમાં Panigale V4 અને V4S લોન્ચ કરી છે. ભારતમાં આ ગાડિઓની એક્સ શોરૂમ કિંમત 20.53 લાખ અને 25.29 લાખ રૂપિયા છે. Ducati ઇન્ડિયાએ આ સુપકબાઈકનું બુકિંગ શરૂ કરી દીધુ છે. જો કે આ બાઈકની ડિલીવરી જુલાઈ 2018થી શરૂ થશે. 2018માં Panigale V4ની માત્ર 20 યૂનિટ્સ જ ભારતમાં ઉપલબ્ધ થશે. જે કસ્ટમર્સ આ બાઈક ખરીદવા માગતા હોય તેઓ 31 મે પહેલા બુક કરાવી શકે છે. જ્યારે Panigale V4 ખરીદનાર પહેલા 2 કસ્ટમર્સને એક સ્પૉન્સર્ડ Ducati રાઈડિંગ એક્સપીરિયન્સ રેસટ્રેક કોર્ટ મળશે. આ રેસટ્રેક કોર્સ જુન 2018માં મલેશિયાના સેપૈંગ મોટોજીપી સર્કિટમાં યોજાશે.

6 મહિના પહેલા શરૂ થયું બુકિંગ
Ducati ઇન્ડિયાના મેનેજિંગ ડાયરેક્ટર સર્ગઈ કૈનોવાસનું કહેવું છે. 'ભારતમાં આ વર્ષેની આ પહેલી જાહેરાત છે. ભારતમાં આ મોટરસાઈકલની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યાં છે. EICMAમાં તેની જાહેરાત બાદ અમને ઘણી જ ઇન્કવાયરીઝ મળી છે. અને એ જ કારણ છે કે અમે 6 મહિના પહેલા ભારતમાં બુકિંગ શરૂ કરી દીધું છે.' Panigale V4 Ducatiનું પહેલું પ્રોડક્શન છે. જેમાં 4 સિલિન્ડર એન્જીન છે.

સૌથી પાવરફુલ બાઈક છે Panigale V4
Panigale V4 પોતાના સેગમેન્ટની સૌથી પાવરફુલ બાઈક છે. શાનદાર ડિઝાઈન, લાઈટ મટીરિયલનો ઉપયોગ અને નવી ફ્રેમ સાથે આ બાઈકનો વજન 195 કિલોગ્રામ છે. Ducatiની Panigale V4 ન માત્ર પરફોર્મન્સનું ધોરણ નક્કી કરે છે. પંરતુ નવા એક્ટિવ ધોરણો અને વ્હીકલ ડાયનામિક્સ કંટ્રોલ પર ઘણુ ફોક્સ કરવામાં આવ્યું છે. આ બાઈકમાં ઇલેક્ટ્રોનિક પેકેજ છે. ઇલેક્ટ્રોનિક પેકેજમાં ABS કોર્નિરિંગ EVO, Ducati ટ્રેક્શન કંટ્રોલ EVO, Ducati સ્લાઈડ કંટ્રોલ, Ducati વ્હીલ કંટ્રોલ, Ducati પાવર લોન્ચ, Ducati ક્વિક શિફ્ટ અપ એન્ડ ડાઉન અને એન્જીન બ્રેક કંટ્રોલ EVO સામેલ છે.
Published by:Nisha Kachhadiya
First published:

Tags: Auto news, Motorcycle

આગામી સમાચાર