Home /News /tech /

Driving License ઘરે બેઠા કરાવી શકાશે રિન્યુ, જુઓ કેવી રીતે કરશો અરજી?

Driving License ઘરે બેઠા કરાવી શકાશે રિન્યુ, જુઓ કેવી રીતે કરશો અરજી?

ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુ કરવા માટે તમને 30 દિવસનો સમય મળે છે.

અહીં અમે તમને એવી રીત જણાવી રહ્યા છીએ, જેના દ્વારા તમે RTO ઑફિસમાં જયા વિના કોઈપણ મુશ્કેલી વિના તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) રિન્યુ કરાવી શકો છો. આ માટે તમારે https://parivahan.gov.in/parivahan પર અરજી કરવાની રહેશે.

    તમે RTO ઑફિસમાં ગયા વિના જ તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ (Driving License) રિન્યુ કરાવવા માગો છો. તો તમે પરિવહન મંત્રાલય (Ministry of Transport)ની અધિકૃત વેબસાઇટની મુલાકાત લઈને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ (Driving licence renew) કરી શકો છો. આ માટે તમારે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા પડશે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ ઘરે બેઠા જ બની જશે.

    આ માટે તમારે https://parivahan.gov.in/parivahan પર અરજી કરવાની રહેશે. ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થયા પછી, તેને રિન્યુ કરવા માટે 30 દિવસનો સમય મળે છે. જો તમે આ સમયગાળા પછી નવીકરણ માટે અરજી કરો છો, તો તમારે દંડ ચૂકવવો પડશે જે ડ્રાઇવિંગ લાયસન્સના પ્રકાર પર આધારિત છે.

    આ દસ્તાવેજો હોવા જરુરી
    ડ્રાઇવિંગ લાયસન્સના રિન્યુઅલ માટે કેટલાક મહત્વપૂર્ણ દસ્તાવેજો જેવા કે એક્સપાયર થયેલ ડ્રાઇવિંગ લાઇસન્સ, પાસપોર્ટ સાઇઝનો ફોટો અને આધાર કાર્ડનો ફોટો અપલોડ કરવો પડશે. તે પછી, 30 દિવસની અંદર, તમારી પાસે તમારા ઘરના સરનામા પર પોસ્ટ ઓફિસ દ્વારા નવું ડ્રાઇવિંગ લાઇસન્સ હશે. તમને જણાવી દઈએ કે તમારે તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ રિન્યુ કરાવવા માટે કેવી રીતે પ્રક્રિયા કરવી પડશે.

    40 વર્ષથી વધુ ઉંમરના લોકોએ આ કામ કરવાનું રહેશે
    જો તમારી ઉંમર 40 વર્ષથી વધુ છે અને તમારું ડ્રાઇવિંગ લાઇસન્સ સમાપ્ત થઈ ગયું છે. જેને તમે ઓનલાઈન રિન્યુ કરવા માંગો છો, તો તમારે આ માટે ફોર્મ 1A ભરીને ડૉક્ટર દ્વારા પ્રમાણિત કરવું પડશે. તમને જણાવી દઈએ કે તમને આ ફોર્મ સરળતાથી parivahan.gov.in વેબસાઈટ પર મળી જશે. જો તમારી ઉંમર 40 વર્ષથી ઓછી છે તો તમારે ફોર્મ 1Aની જરૂર નથી.

    આ પણ વાંચો- 8 દેશોમાં થશે દેશી Electric Bikeની નિકાસ, શું તમે જાણો છો ખાસિયત?

    આ ફોર્મ ડાઉનલોડ કરવાનું રહેશે
    ડ્રાઇવિંગ લાયસન્સ રિન્યુઅલ માટેનું ફોર્મ parivahan.gov.in વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાય છે. આ પછી, આ ફોર્મને સ્કેન કર્યા પછી, તમારી પાસે એક સોફ્ટ કોપી રાખો જેથી કરીને જ્યારે તમે ડ્રાઇવિંગ લાયસન્સ માટે ઓનલાઈન અરજી કરો ત્યારે ફોર્મ સરળતાથી અપલોડ કરી શકાય.

    આ પણ વાંચો-16 જૂનથી Googleની આ મેસેજિંગ સર્વિસ હંમેશા માટે થશે બંધ, યુઝર્સને દેખાશે 'Error'

    આ પગલાં અનુસરો
    ઓનલાઈન ડ્રાઈવિંગ લાયસન્સ રિન્યુઅલ માટે, સૌ પ્રથમ ભારત સરકારના રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલયની સત્તાવાર વેબસાઈટ https://parivahan.gov.in/parivahan/ પર જાઓ. આ પછી, તમારે અહીં ડાબી બાજુએ Apply Online પર ક્લિક કરવાનું રહેશે. હવે 'ડ્રાઇવિંગ લાયસન્સ પર સેવાઓ' પર ક્લિક કરો અને પછી આપેલ પગલાં અનુસરો. આપેલ અરજી ફોર્મ ભરવાનું રહેશે અને દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે. ફોર્મ ભર્યા પછી અને દસ્તાવેજો અપલોડ કર્યા પછી ઑનલાઇન પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. આ પ્રક્રિયા પૂર્ણ થયાના થોડા દિવસો પછી, નવું ડ્રાઇવિંગ લાઇસન્સ તમારા સરનામે પહોંચી જશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Auto news, Driving license

    આગામી સમાચાર