ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ (RC) જલ્દી સ્માર્ટ થવાનું છે. આગામી વર્ષે જુલાઈ 2019 પહેલા બધા રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશો દ્વારા જારી થનાર ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટ નો કલર, ડિઝાઈન એક જેવો જ રહેશે. આ સિવાય સિક્યોરિટી ફીચર પણ એક જેવું જ રહેશે.
ડ્રાઇવિંગ લાયસન્સ અને વ્હીકલ રજીસ્ટ્રેશન સર્ટીફિકેટમાં માઇક્રોચિપ સિવાય QR Code હશે. જેમાં નિયર ફીલ્ડ ફીચર (NFC) પણ હશે, જે હાલ ફક્ત મેટ્રો કાર્ડ અને એટીએમ કાર્ડમાં હોય છે. જેનાથી ટ્રાફિક પોલીસ પોતાની પાસે રહેલા ડિવાઇસની મદદથી કાર્ડમાં રહેલી જાણકારી મેળવી શકશે.
નવા ડીએલમાં ડ્રાઇવર સાથે જોડાયેલી બધી જાણકારીઓ હશે. જેમ કે ડ્રાઇવર ઓર્ગન ડોનર છે કે પછી ડ્રાઇવર સ્પેશ્યલ ડિઝાઈન ગાડી ચલાવે છે. રોડ ટ્રાન્સપોર્ટ મંત્રાલય મંત્રાલય સાથે જોડાયેલા એક અધિકારીએ કહ્યું હતું કે ઉત્સર્જન નોર્મ્સ સાથે જોડાયેલ ફીચરની જાણકારી આરસી પર આપવામાં આવશે. જે પ્રદુષણ રોકવામાં મદદ કરશે.
જાણકારી પ્રમાણે નવા ડ્રાઇવિંગ લાયસન્સ અને આરસીમાં બધા ફીચર હોવા છતા 15-20 રૂપિયાથી વધારે ખર્ચો આવશે નહીં. ઉલ્લેખનીય છે કે દેશમાં રોજ 32 હજાર લાયસન્સ જારી થાય છે કે રિન્યુ થાય છે. જ્યારે રોજ 43 હજાર વાહનો રજીસ્ટર્ડ અને રી રજીસ્ટર્ડ થાય છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર