તમારું Voter Id Card ખોવાઈ ગયું છે? તો આ રીતે કરો ડાઉનલોડ, મિનિટોમાં થઇ જશે કામ

પ્રતિકાત્મક તસવીર

તમારું મતદાન કાર્ડ ખોવાઇ ગયું હોય તો ગભરાશો નહીં તમે અમુક સ્ટેપ્સ અનુસરીને તેને ઓનલાઇ ડાઉનલોડ (Voter Id Card Download) કરી શકો છો

  • Share this:
ચૂંટણી કાર્ડ (Voter Id Card) આપણા માટે જરૂરી ડોક્યુમેન્ટ છે. દેશના કોઇ પણ નાગરિક માટે મતદાનથી માંડીને ઓળખપત્ર સુધી દરેક જગ્યાએ તેનો ઉપયોગ કરી શકાય છે. ઘણી વખત ભૂલથી લોકોના વોટર આઇડી કાર્ડ ખોવાઇ જતા હોય છે અને લોકોને ખ્યાલ નથી હોતો કે તેને ફરી કઇ રીતે મેળવી શકાય છે. જો તમારું મતદાન કાર્ડ ખોવાઇ ગયું હોય તો ગભરાશો નહીં તમે અમુક સ્ટેપ્સ અનુસરીને તેને ઓનલાઇ ડાઉનલોડ (Voter Id Card Download) કરી શકો છો. તેને સરળતાથી થોડી જ ક્ષણોમાં મેળવી શકો છો. વોટર આઇડી કાર્ડ મત આપવા સિવાય ઓળખપત્ર તરીકે પણ ખૂબ ઉપયોગી પુરાવો છે. આ સિવાય સરકારી કામકાજ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે.

આ રીતે કરો ડાઉનલોડ

-ડિજીટલ વોટર આઇડી માટે તમારે voterportal.eci.gov.in પર રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે.

-ત્યાર બાદ તમારે રાષ્ટ્રીય મતદાતા સેવા પોર્ટલ https://www.nvsp.in/account/login પર લોગીન કરવું પડશે.

-અહીં લોગીન કર્યા બાદ EPIC નંબર કે પછી ફોર્મ રેફરેન્સ નંબર એન્ટર કરવાના રહેશે.

આ પણ વાંચો - ગૂગલની આ એપ્લિકેશને તોડ્યા બધા રેકોર્ડ! સમગ્ર વિશ્વની વસ્તી કરતા વધુ વખત ડાઉનલોડ થઇ છે આ એપ્લિકેશન

-હવે તમારા રજીસ્ટર્ડ નંબર પર ઓટીપી આવશે.

-ઓટીપીને તમારા વેબ પોર્ટલ પર એન્ટર કરો.

-ત્યાર બાદ તમારે વેબસાઇટ પર ડાઉનલોડ ઇ-એપિક(Download e-EPIC) પર ક્લિક કરવાનું રહેશે.

-હવે તમારું ડિજીટલ વોટર આઇડી પ્રુફ પીડીએફ ફોર્મેટમાં ડાઉનલોડ થઇ જશે.

કલરફુલ આઇડી કાર્ડ પણ બનાવી શકો છો

પહેલા માત્ર બ્લેક એન્ડ વ્હાઇટ વોટર આઇડી કાર્ડ જ અમલમાં હતા. પરંતુ હવે તમે કલરફુલ અને પ્લાસ્ટિક વોટર આઇડી કાર્ડ પણ બનાવી શકો છો. તમે ઘરે બેઠા જ આ કાર્ડ માટે એપ્લાઇ કરી શકો છો. તે સાઇઝમાં પણ નાનું હોય છે અને તેની પ્રિન્ટિગ ક્વોલિટી પણ ખૂબ સારી હોય છે. આ કાર્ડને બનાવવા માટે તમારે માત્ર 30 રૂપિયા ખર્ચ કરવા પડશે. આ સિવાય વોટર આઇડી સાથે સંબંધિત કોઇ પણ મદદ માટે તમે ટોલ ફ્રી નંબર 1950 પર સંપર્ક કરી શકો છો.
First published: