Home /News /tech /ડ્રાઇવિંગ લાઇસન્સ-આરસી બુક નહી હોય તો પણ નહીં લાગે દંડ, આ ઍપ ડાઉનલોડ કરો

ડ્રાઇવિંગ લાઇસન્સ-આરસી બુક નહી હોય તો પણ નહીં લાગે દંડ, આ ઍપ ડાઉનલોડ કરો

ન્યૂઝ18 Creative

ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાયલે આઈટી એક્ટ અંતર્ગત ગત વર્ષે કહ્યુ હતુ કે ડીજીલોકર અથવા પરિવહન પર હયાત દસ્તાવેજોની ઇલેક્ટ્રોનિક કોપ પણ મૂળ દસ્તાવેજની જેમ માન્ય રહેશે.

સપ્ટેમ્બરની પ્રથમ તારીખથી ટ્રાફિકના નવા નિયમો લાગૂ થઈ ગયા છે. જે બાદમાં ટ્રાફિકના જવાનો તરફથી મોટી રકમની પાવતી ફાડવામાં આવી રહ્યાના સમાચાર સામે આવી રહ્યા છે. નવા નિયમ પ્રમાણે દંડની રકમ એટલી મોટી છે કે તમે ડ્રાઇવિંગ લાઇસન્સ કે પછી ગાડીના દસ્તાવેજ ભૂલી જાવ તો પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. આ માટે અમે તમને એવી રીતે બતાવવા જઈ રહ્યા છીએ જેનાથી તમે આ મુશ્કેલીથી બચી શકશો.

ભારત સરકારના ટ્રાન્સપોર્ટ મંત્રાયલે આઈટી એક્ટ અંતર્ગત ગત વર્ષે કહ્યુ હતુ કે ડીજીલોકર અથવા પરિવહન પર હયાત દસ્તાવેજોની ઇલેક્ટ્રોનિક કોપ પણ મૂળ દસ્તાવેજની જેમ માન્ય રહેશે. જો કોઈની પાસે આ એપમાં મૂળ દસ્તાવેજની ઇલેક્ટ્રોનિક કોપી છે તો તેમણે મૂળ દસ્તાવેજ બતાવવાની જરૂર નથી. તો તમારે કંઈ વધારે કરવાની જરૂર નથી પરંતુ ફક્ત આ એપ ડાઉનલોડ કરવાની છે. જે બાદમાં Sign up કરવા માટે ફક્ત મોબાઇલ નંબર દાખલ કરવાનો છે. ત્યાર બાદ મોબાઇલ પર એક OTP આવશે, જેને દાખલ કરીને વૉરિફાય કરવાનો રહેશે. OTP દાખલ કર્યા બાદ આગળના સ્ટેપમાં Login માટે તમારે User Name અને Password સેટ કરવાનો રહેશે.



આટલું કરતા જ તમારું DigiLocker Account બની જશે. હવે ડીજીલોકરમાં તમારા એકાઉન્ટને Aadhaar નંબર સાથે પ્રમાણિત કરવાનું રહેશે. આ માટે આધાર ડેટાબેઝમાં તમારો જે મોબાઇલ નંબર નોંધાયેલો હશે તેના પર એક OTP આવશે. OTP દાખલ કરતા જ તમારું ડીજીલોકરનું ખાતું આધાર પ્રમાણિત થઈ જશે. ત્યાર બાદ તમે ડીજીલોકરમાં વાહનની આરસીબુક, લાઇસન્સ, વીમાની કોપી સહિતના જરૂરી દસ્તાવેજ સ્ટોર કરી શકશો અને જરૂર પડે ત્યારે તેને ટ્રાફિક પોલીસને બતાવી શકો છો. M-Parivahan એપમાં ગાડીના માલિકનું નામ, રજીસ્ટ્રેશનની તારીખ, મોડલ નંબર, વીમા સહિતની જાણકારી સ્ટોર કરી શકાય છે. એવામાં તમારે આ ઍપ હોય તો કોઈ પણ કાગળો સાથે રાખવાની જરૂર નથી.



એવામાં ટ્રાફિક પોલીસ હવે પોતાની પાસે રહેલા મોબાઇલથી ડ્રાઇવર અથવા પરિવહનની જાણકારી ક્યૂઆર કોડથી પોતાના ડેટાબેઝમાંથી કાઢી શકે છે, અને ડ્રાઇવર દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવાનો રેકોર્ડ પણ રાખી શકે છે.
First published:

Tags: DL, RC Book, આરટીઓ, ટ્રાફિક નિયમ, ટ્રાફિક પોલીસ