Home /News /tech /

મોંઘા પેટ્રોલની ચિંતાને કહો અલવિદા, માત્ર 70,000 રૂપિયામાં લઈ આવો આ શાનદાર CNG MUV

મોંઘા પેટ્રોલની ચિંતાને કહો અલવિદા, માત્ર 70,000 રૂપિયામાં લઈ આવો આ શાનદાર CNG MUV

મારુતિ સુઝુકી અર્ટિગા સીએનજી

CNG MUV: પેટ્રોલની વધતી કિંમતોથી છૂટકારો મેળવવા માટે લોકો હવે ઇલેક્ટ્રિક કાર તરફ વળ્યા છે. જો કે, ઇલેક્ટ્રિક કારની આફ્ટર સેલ સર્વિસ અને ચાર્જિંગની સુવિધાના અભાવે સીએનજી કાર (CNG Cars) તેમનાથી આગળ નીકળી રહી છે.

    નવી દિલ્હી. પેટ્રોલની વધતી કિંમતોથી તંગ આવી ગયા હો અને ઇલેક્ટ્રિક વ્હીકલની ઉપલબ્ધતા અને સર્વિસને લઈને અવઢવમાં હો, તો તમારા માટે કારનું સૌથી સારું વેરિયન્ટ સીએનજી (CNG Cars) હશે. અમે આજે તમને એક એવી સીએનજી કાર વિશે જણાવીશું જે લુક્સ અને પરફોર્મન્સ બંને મામલે જબરદસ્ત છે.

    Maruti Suzuku Ertiga CNG

    અમે વાત કરી રહ્યા છીએ મારુતિ સુઝુકીની એમયુવી (મલ્ટી યુટિલિટી વ્હીકલ) અર્ટિગા સીએનજી (Ertiga CNG) ની. આ કારને તમે માત્ર 70,000 રૂપિયાના ડાઉનપેમેન્ટ પર પોતાના ઘરે લઈ આવી શકો છો અને બાકીની રકમ ઇન્સ્ટોલમેન્ટમાં ચૂકવી શકો છો.

    આ પણ વાંચો: આ છે સૌથી વધુ માઇલેજ આપતી 5 સસ્તી ડીઝલ કાર, જુઓ પૂરી લિસ્ટ

    કેટલી છે કિંમત (Maruti Suzuku Ertiga CNG Price)

    મારુતિ અર્ટિગા વીએક્સઆઈ સીએનજીની એક્સ શોરૂમ કિંમત 10.44 લાખ રૂપિયા છે. જો તમે 70000 રૂપિયાનું ડાઉનપેમેન્ટ આપીને તેને ખરીદો છો તો 5 વર્ષ માટે તમને 8 ટકા વ્યાજ સાથે પ્રતિ માસ 21,953 રૂપિયાની ઇએમઆઈ આપવી પડશે. આ રીતે 5 વર્ષમાં તમે એના માટે લગભગ 2.30 લાખ રૂપિયાનું પેમેન્ટ કરશો. જો કે, તમારું વ્યાજ દર અને લોન અમાઉન્ટ તમારા CIBIL સ્કોર પર નિર્ભર કરશે. તમારી રિપોર્ટ ખરાબ આવે તો વ્યાજ, લોન અમાઉન્ટ અને સમયમાં બેંક પોતાની રીતે ફેરફાર કરી શકે છે.

    ગાડીના સ્પેસિફિકેશન્સ (Ertiga VXI CNG Specifications)

    Ertiga VXI CNGની માઇલેજ 20.51 kmpl છે. આ સાથે તમને K-સિરીઝ 1.5-લિટર ડ્યુઅલ VVT એન્જિન મળે છે. આ એન્જિનને એમપીવી દ્વારા આપવામાં આવતી ફ્યુઅલ એફિશિયન્સીને વધારવા માટે ડિઝાઇન કરવામાં આવ્યું છે. આ એન્જિન સાથે 5-સ્પીડ ગિયરબોક્સ મળે છે. તમને 2022 મોડેલમાં પેડલ શિફ્ટર્સ પણ મળે છે.

    આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો પોતાની કારનું ધ્યાન, ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

    નવી Ertigaને નવો લુક આપવા માટે ઘણા બધા ફેરફાર કરવામાં આવ્યા છે. 2022 મારુતિ સુઝુકી અર્ટિગામાં 7-ઇંચની સ્માર્ટપ્લે પ્રો ઇન્ફોટેનમેન્ટ ટચસ્ક્રીન છે. આમાં તમને Apple CarPlay અને Android Auto સપોર્ટ મળે છે. આ સિવાય તમને ઓનબોર્ડ વોઈસ આસિસ્ટન્ટ, EBD, ABS, હિલ-હોલ્ડ આસિસ્ટ, ESP, ISOFIX માઉન્ટ, પાર્કિંગ કેમેરા, ક્રૂઝ કંટ્રોલ, ઓટો હેડલેમ્પ્સ, ઇલેક્ટ્રિકલી ફોલ્ડેબલ ORVM, એર-કૂલ્ડ કપહોલ્ડર જેવા ફીચર્સ મળે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Auto, Auto news, CNG, CNG Cars, Gujarati tech news

    આગામી સમાચાર