એપલના લેપટોપ સહિત ડિવાઇસને ક્લિન કરવા માટેના કપડાંની કિંમત 1900 રૂપિયા!

એપલ માઇક્રફાઇબર ક્લોથ

Apple microfiber cloth: એપલ આ માઇક્રોફાઇબર ક્લોથ (Microfiber cloth) માટે 1900 રૂપિયા ચાર્જ કરે છે, આ કપડું એપલ ડિવાઇસ યૂઝર્સે અલગથી ખરીદવું પડે છે.

  • Share this:
    મુંબઈ: એપલ કંપનીના ડિવાઇસ (Apple devices) ખૂબ જ મોંઘા હોય છે. તેમાં પણ મેકબુક (Apple MacBook)ની કિંમત ખૂબ વધારે હોય છે. હવે કોઈ વ્યક્તિ આટલા મોંઘા ડિવાઈસ ખરીદ્યા બાદ તેની કાળજી પણ સારી રીતે રાખે તેમાં કોઈ બે મત નથી. આ વાતને જ ધ્યાનમાં રાખીને એપલ તરફથી એક ખાસ કપડું (Apple cloth to clean devices) લોંચ કરવામાં આવ્યું છે. જેનાથી યૂઝર્સ પોતાના મેકબુક પ્રો (MacBook pro) અને અન્ય એપલ ડિવાઈસની ખૂબ સારી સફાઇ કરી શકે. જોકે, અહીં ખૂબ જ હાસ્યાસ્પદ કહી શકાય તે વાત એ છે કે એપલ આ માઇક્રોફાઇબર ક્લોથ (Microfiber cloth) માટે 1900 રૂપિયા ચાર્જ કરે છે. અને આ કપડું એપલ ડિવાઇસ યૂઝર્સે અલગથી ખરીદવું પડે છે. ઉલ્લેખનીય છે કે મોટાભાગના ઊંચી કિંમતના લેપટોપ (laptops) સાથે માઇક્રોફાઇબર કપડું ફ્રીમાં આવતું હોય છે.

    એપલ તરફથી આ કપડાંને 'પોલિશિંગ ક્લોથ' (Polishing cloth) એવું નામ અપાયું છે. જોકે, આ સાથે એપલ તરફથી એવી કોઈ જ સ્પષ્ટતા નથી કરવામાં આવી કે આ કપડું અન્ય માઇક્રોફાઇબર ક્લોથથી કેવી રીતે અલગ પડે છે. સામાન્ય રીતે માઇક્રોફાઇબર કપડું બજારમાં 100 રૂપિયાની આસપાસ (Microfiber cloths price) મળી રહી છે. એપલ તરફથી વેચવામાં આવતા કપડાંમાં તેનો લોગો પણ છે. એનાથી પણ હાસ્યાસ્પદ વાત એ છે કે એપલ તરફથી એવી માહિતી પણ આપવામાં આવી છે કે આ કપડાંથી કયા કયા ડિવાઇસ ક્લિન કરી શકાય છે. એપલ તરફથી કહેવામાં આવ્યું છે કે, "આ કપડાંથી તમે માર્કેટમાં મળતા એપલના તમામ ડિવાઇસને ક્લિન કરી શકો છો."

    યુએસમાં જો તમે આ કપડું ખરીદવા જશો તો તેની કિંમત આશરે 19 ડૉલર એટલે કે આશરે 1430 રૂપિયા છે. એટલે કે ત્યાં તમને 500 રૂપિયાની બચત થાય છે. જોકે, એમેઝોનની વેબસાઇટ પર તમે આવા પાંચ કપડાંનું પેક 300 રૂપિયામાં ખરીદી શકો છો!

    એપલ માઇક્રોફાઇબર ક્લોથ


    Appleના નવા MacBookની કિંમત 1,94,900 રૂપિયા

    Apple તરફથી નવા મેકબુક પ્રોને બે સ્ક્રીન સાઇઝમાં લોંચ કરવામાં આવ્યા છે. જેમાં M1 Pro અને M1 Max SoC ચીપ્સ હશે. મેકબુક પ્રોના 14 ઇંચ સ્ક્રીન સાઇઝની ભારતમાં કિંમત 1,94,000 રૂપિયા છે. અમેરિકામાં તે 1,999 ડૉલર કિંમતમાં ઉપલબ્ધ છે. મેકબુક પ્રો 16 ઇંચ સ્ક્રીનની કિંમત ભારતમાં 2,39,900 રૂપિયાથી શરૂ થાય છે. જ્યારે અમેરિકામાં તેની કિંમત 2,499 ડૉલર છે. મેકબુક પ્રોના નવા મૉડલનું વેચાણ દેશમાં 26 ઓક્ટોબરથી શરૂ થશે. ગ્રાહકો મંગળવારથી એપલ ઇન્ડિયાના ઑનલાઇન સ્ટોર મારફતે તેનો પ્રી-ઑર્ડર કરી શકે છે.

    ડિઝાઈન અને ડિસ્પ્લે

    Apple મેકબુક પ્રોના બંને મૉડલ પર ઉપર એક નોચ છે, જેમાં 1080p વેબકેમ છે. સ્મૉલ સ્ક્રીન સાઇઝમાં 14.2 ઇંચ લિક્વિડ રેટિના XDR ડિસ્પ્લે 5.9 મિલિયન પિક્સલ સાથે છે. 16 ઇંચ મૉડલમાં 7.7 મિલિયન પિક્સલ છે. બંને મોડલમાં 1,000 નિટ્સની ફુલ સ્ક્રીન બ્રાઇટનેસ છે.

    કનેક્ટિવિટી

    નવા મેકબુક પ્રોમાં વધારે પોર્ટ્સ આપવામાં આવ્યા છે. જેમાં ત્રણ થન્ડરબોલ્ડ 4 પોર્ટ્સ છે, એક એસડી કાર્ડ સ્લોટ અને એક ડિસ્પ્લે અને ટીવીથી કનેક્ટ કરવા માટે HDMI પોર્ટ છે. આ સાથે 3.5 mm હેડફોન જેકમાં પણ સુધારો કરવામાં આવ્યો છે.

    Apple New MacBook Pro
    એપલ મેકબુક પ્રો.


    પર્ફોર્મન્સ

    મેકબુક પ્રોની મુખ્ય વિશેષતા નવી ચીપસેટ છે. 14 ઇંચ અને 16 ઇંચ મૉડલમાં નવી M1 પ્રો ચીપ છે. જેમાં 10-કોર CPU અને 16-કોર GPU છે. કંપનીએ દાવો કર્યો છે કે નવી ચીપ પહેલા કરતા 70 ટકા વધારે સારું કામ આપે છે. 14 ઇંચ મોડલમાં બેટરી 17ક લાક અને 16 ઇંચ મોડલમાં 21 કલાક બેટરી કામ કરશે.
    Published by:Vinod Zankhaliya
    First published: